બ્રેકિંગ ન્યુઝ
જાપાનમાં 400 વર્ષ જૂના બૌદ્ધ મંદિરમાં રોબોટને પૂજારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ કઈ રીતે કામ કરે છે આ રોબોટ, તેની બનાવટ કયા પ્રકારની છે અને શા માટે અન્ય પૂજારીઓ તેની સાથે કામ કરે છે.
ADVERTISEMENT

જાણો કઈ રીતે કામ કરે છે આ રોબોટ પૂજારી?
જાપાનના બૌદ્ધ મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા રોબોટનું નામ એડ્રોઈડ કેનન છે. તેને ક્યોટોના કોદાઈજી મંદિરમાં રાખવામાં આવ્યો છે. આ રોબોટ મંદિરમાં હાથ જોડીને પ્રાર્થના કરે છે અને અહીં આવનારા શ્રદ્ધાળુઓને દયા અને કરુણાની શિખામણ આપે છે. મંદિરના અન્ય પૂજારીઓ આ કામમાં રોબોટની મદદ કરે છે. મંદિરના એક પૂજારી જણાવે છે કે આ રોબોટ ક્યારેય મૃત્યુ પામશે નહીં. તે સમયની સાથે પોતાને વિકસિત કરશે. આ વાતને કારણે આ રોબોટ ખાસ છે. તેનાથી અમને આશા છે કે બૌદ્ધ ધર્મ અનુસાર તે પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરશે જેથી લોકોને મુશ્કેલ સ્થિતિમાં મદદ મળી શકે.
ADVERTISEMENT

આ રીતે બન્યો છે પૂજારી રોબોટ
રોબોટ પૂજારી લગભગ 6 ફીટ લાંબો છે. જેના હાથ, ચહેરા અને ખભા પરનો ભાગ માનવીની ચામડી જેવા રંગના સિલિકોનથી બનાવવામાં આવી છે. તેને જોઈને ખ્યાલ આવી જાય છે કે તે એક રોબોટ છે. આ રોબોટને બનાવવામાં લગભગ 10 લાખ રૂપિયા ખર્ચ કરાયા છે. રોબોટને બનાવવામાં ઓસાકા વિશ્વવિદ્યાલયના જાણીતા રોબોટિક્સ પ્રોફેસર અને જૈન મંદિરના સહયોગથી બનાવવામાં આવ્યું છે. આ રોબોટ લોકોના ક્રોધ અને અહંકારના વિપરિત પરિણામો વિશે પણ જણાવી દે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.