બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : આમાં દુર્ઘટના થાય તો જવાબદાર કોણ, વીજપોલ છતાં રોડ બનાવી દેવાયો

બેદરકારી / VIDEO : આમાં દુર્ઘટના થાય તો જવાબદાર કોણ, વીજપોલ છતાં રોડ બનાવી દેવાયો

Vishal Khamar

Last Updated: 04:32 PM, 5 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરના લીંબડીમાં વચ્ચે વીજપોલ હોવા છતાં રોડ બનાવી દેવામાં આવતા કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવવા પામી છે. રોડની વચ્ચે વીજપોલ હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા લીંબડી શહેરમાં રોડ નિર્માણ દરમિયાન થયેલી બેદરકારી ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. શહેરના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને ચામુંડા કોલોની સહિતના વિસ્તારોમાં, રોડની વચ્ચે વીજપોલ રહી ગયા હોવાના કારણે સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

માહિતી મુજબ, રોડ સુધારણા અને પેચવર્ક કામગીરી દરમિયાન વીજપોલ હટાવવામાં આવ્યા વગર જ નવો રોડ તૈયાર કરવામાં આવ્યો હતો. પરિણામે, રસ્તાની મધ્યમાં ઉભેલા વીજપોલો ન માત્ર વાહન વ્યવહાર માટે જોખમરૂપ બન્યા છે, પણ અકસ્માતની શક્યતાઓ પણ વધી રહી છે.

સ્થાનિક નાગરિકોએ અનેક વખત નગરપાલિકા અને વીજ વિભાગને રજુઆત કરી હોવા છતાં આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. નાગરિકોનો આક્ષેપ છે કે તંત્રની આ બેદરકારીને કારણે જાહેર સુરક્ષા જોખમમાં મુકાઈ છે.

આ પણ વાંચોઃ '65-70 હજારનો હપ્તો આપવો પડે છે..'સુરેન્દ્રનગરમાં ખનીજચોર અને જાગૃત નાગરિકની ઓડિયો ક્લિપ વાયરલ

રસ્તાની વચ્ચે વીજપોલ હોવાને કારણે ખાસ કરીને રાત્રિના સમયે દૃશ્યતા ઘટી જાય છે અને નાના વાહનચાલકો માટે જોખમ વધી જાય છે. વિસ્તારના લોકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તાત્કાલિક પગલાં લેવા માગણી કરી રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો તંત્ર સમયસર પગલાં નહીં લે તો તેઓ આવનારા દિવસોમાં આંદોલનનું માર્ગ અપનાવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surendranagar \ Surendranagar news Surendranagar video
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ