બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / '65-70 હજારનો હપ્તો આપવો પડે છે..'સુરેન્દ્રનગરમાં ખનીજચોર અને જાગૃત નાગરિકની ઓડિયો ક્લિપ વાયરલ
Last Updated: 03:25 PM, 5 November 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજચોરી અને હપ્તાખોરીના આક્ષેપો વચ્ચે એક ઓડિયો ક્લિપે હંગામો મચાવ્યો છે. સોશિયલ મીડિયામાં વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક ગ્રુપમાં વાયરલ થઈ રહેલી આ ઓડિયો ક્લિપમાં ખનીજચોર અને એક જાગૃત નાગરિક વચ્ચેની વાતચીત સંભળાઈ રહી છે.
ADVERTISEMENT
આ ક્લિપમાં દર મહિને ડમ્પર દીઠ પોલીસ અને ખાણ-ખનીજ વિભાગ દ્વારા હપ્તા લેવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઓડિયો ક્લિપમાં ચોટીલા SDM એચ.ટી. મકવાણાની બદલીની ચર્ચા પણ થતી હોવાનું સામે આવ્યું છે, જેને લઈને લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.
સુરેન્દ્રનગરમાં ખનીજચોર અને જાગૃત નાગરિકની ઓડિયો ક્લિપ વાયરલ, હપ્તાનો ઉલ્લેખ, VTV નથી કરતું પુષ્ટિ #Surendranagar #KhanijChor #AudioClipViral #Corruption #HaptoNews #VTVNews #GujaratNews #BreakingNews #ViralAudio #CrimeNews #SurendranagarNews #GujaratBreaking #KhanijMafia… pic.twitter.com/WiowrnF0S8
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 5, 2025
ADVERTISEMENT
જો કે, વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપ અંગે VTV News દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઓડિયો ક્લિપની વાસ્તવિકતા અને તેની પાછળનો તથ્ય જાણવા માટે સંબંધિત તંત્રોએ તપાસ શરૂ કરી છે.
આ ઘટનાએ જિલ્લામાં ફરી એકવાર ખનીજચોરીના મુદ્દાને લઈને ચિંતા વધારી છે અને સામાન્ય નાગરિકો વચ્ચે પણ સવાલો ઉઠ્યા છે કે શું ખનન ક્ષેત્રમાં વાસ્તવમાં આવા ગેરકાયદેસર ધંધા ચાલે છે?
ADVERTISEMENT

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.