ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં બે અલગ-અલગ અકસ્માતની ઘટના, 2 મહિલા સહિત 5ના કમકમાટીભર્યા મોત
Last Updated: 08:16 AM, 29 September 2025
ADVERTISEMENT
બોટાદ જિલ્લામાં પાળીયાદ-સાકરડી રોડ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોને મોત નિપજ્યું છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ રવિવારની સવારે એક ખાનગી લક્ઝરી બસ અને ઉભેલા ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ લક્ઝરી બસમાં આશરે 50થી 60 લોકો સવાર હતા.
ADVERTISEMENT

હિરાના કારખાનાના માલિક પ્રવાસે લઈ ગયા હતા
ADVERTISEMENT
અકસ્માતમાં બોટાદના ઉમરાળા ગામના ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ થયું. મૃતકો અને ઘાયલ થયેલા લોકો રત્નકલાકાર હોવાનું જાણવા મળી રહ્યું છે. માહિતી મુજબ હીરાના કારખાનાના માલિક પોતાના કર્મચારીઓ મોટાભાગે મહિલાઓને બે દિવસના પ્રવાસે લઇ ગયા હતા. પ્રવાસમાંથી પરત ફરતી વખતે સાકરડી રોડ પર એક ટ્રક ઉભી હતી. જેમાં પાછળથી લક્ઝરી બસ જઈ ઘૂસી હતી.

ADVERTISEMENT
પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ
આકસ્મિક ધડાકાની જાણ થતાં નજીકના લોકો અને પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગઈ. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોમાંથી કેટલાકને તાત્કાલિક બોટાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગંભીર ઇજાઓ ધરાવતા દર્દીઓને ભાવનગર રિફર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT

પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે અને ટ્રક ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભવિષ્યમાં આવા દુર્ઘટના ટાળી શકાય તે માટે માર્ગ સલામતીના નિયમોનું પાલન અનિવાર્ય છે. આ દુર્ઘટનાએ સમગ્ર બોટાદ જિલ્લામાં શોકની લાગણી ફેલાવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આજે સાતમા નોરતે આ જિલ્લાઓમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે, હવામાન વિભાગની ભુક્કા કાઢતી આગાહી
હિટ એન્ડ રનની ઘટનામાં 2 મહિલાઓના મોત
ADVERTISEMENT
વિંછીયાના હિંગોળગઢ નજીક હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. જેમાં કેટરર્સ નું કામ કરતી 2 મહિલાના મોત 1 ને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતમાં 11 મહિલાઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ગઈકાલે જસદણની 15 જેટલી મહિલાઓ વિંછીયા ગામે કેટરર્સ નું કામ કરવા ગઈ હતી. કેટરર્સ નું કામ પરથી પરત ફરતા મહિલાઓને નડ્યો અકસ્માત. રસ્તા પર ચાલતી જતી મહિલાઓને કાર ચાલકે અડફેટે લીધી હતી. પાછળથી મહિલાઓને કાર ચાલક ટક્કર મારી ફરાર થયો. શાંતુબેન ગોહિલ અને રૂપાબેન ગોંડલીયાનું ઘટના સ્થળે મોત. વિંછીયા પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.