બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / riyan parag can become next glenn maxwell for team india

ક્રિકેટ / ઓસ્ટ્રેલિયા બાદ હવે ટીમ ઇન્ડિયાને મળી શકે છે ભારતીય મેક્સવેલ, ડોમેસ્ટિક ક્રિકેટમાં ધરાવે છે દબદબો, જુઓ નામ

Dinesh

Last Updated: 02:21 PM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricket news : રિયાન પરાગ ઘરેલુ ક્રિકેટમાં આસામનું નસીબ બદલી રહ્યો છે. રિયાન પરાગ આ વર્ષે શાનદાર ફોર્મમાં છે, સ્થાનિક શ્રેણીમાં પરાગ 10 મેચોમાં 510 રન બનાવીને ટૂર્નામેન્ટનો ઉચ્ચ સ્કોર બનાવી દીધો છે.

  • મેક્સવેલ જેવો ખેલાડી ભારતીય ટીમને મળશે !
  • રિયાન પરાગ આ વર્ષે શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે
  • ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયામાં પણ ડેબ્યૂ કરી શકે: સૂત્ર


Riyan Parag: મુંબઈના વાનખેડે સ્ટેડિયમાં અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચમાં દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલએ એક અદ્ભૂત અને ઐતિહાસિક પારી રમી હતી જેથી ઓસ્ટ્રેલિયાની અદ્ભૂત જીત થઈ હતી. 292 રનનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રલિયા 91નના સ્કોર પર 7 વિકેટ ગુમાવી સંકટમાં આવી ગઈ હતી.  ગ્લેન મેક્સેવલએ 128 બોલમાં 201 રન બનાવ્યા હતા.  ઓસ્ટ્રેલિયાને 19 બોલ પહેલા 3 વિકેટથી જીત અપાવી હતી. મેક્સવેલએ તેની આ મેચમાં 10 છક્કા અને 21 ચોક્કા ફટકાર્યા હતા. આ મેચ બાદ દરેક ટીમ એવુ વિચારી રહી હતી કે, કાસ અમારા પાસે પણ એવો એક મેક્સવેલ હોત. પરંતુ ભારતની ટીમને એક એવો જ મેક્સવેલને પણ ટક્કર આપતો ખેલાડી મળવાની તૈયારીમાં છે

ડેબ્યૂ કરી શકે છે
ભારતીય ક્રિકેટ ટીમને એક મેક્સવેલ પણ મળ્યો છે જે ડોમેસ્ટિક ક્રિકેટમાં બેટ અને બોલથી ધૂમ મચાવી રહ્યો છે. આ જોરદાર ખેલાડીએ ફક્ત 6 મહિના દરમિયાન પોતાના પ્રદર્શનથી ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. જેમનું કહેવું છે કે, આ ખેલાડી ભવિષ્યનો સુપરસ્ટાર ખેલાડી બનશે અને ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયામાં પણ ડેબ્યૂ કરી શકે છે. આ વાત છે રિયાન પરાગની. રેયાન મેક્સવેલની જેમ તે બોલ અને બેટથી જબરદસ્ત ફોર્મમાં છે.

રિયાન પરાગ આ વર્ષે શાનદાર ફોર્મમાં 
જે રીતે ગ્લેન મેક્સવેલે મુંબઈમાં ઓસ્ટ્રેલિયાનું નસીબ બદલી દીધી તે જ રીતે રિયાન પરાગ ઘરેલુ ક્રિકેટમાં આસામનું નસીબ બદલી રહ્યો છે. રિયાન પરાગ આ વર્ષે શાનદાર ફોર્મમાં છે. તાજેતરમાં સમાપ્ત થયેલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી, T20 ફોર્મેટની સૌથી મોટી સ્થાનિક શ્રેણીમાં પરાગ 10 મેચોમાં 510 રન બનાવીને ટૂર્નામેન્ટનો ટોચનો સ્કોર બનાવી દીધો છે. તેણે 7 અડધી સદી ફટકારી હતી તેમજ 11 વિકેટ પણ લીધી હતી. મુશ્તાક અલી ટ્રોફી પહેલા ODI ફોર્મેટની દેવધર ટ્રોફી રમાઈ હતી અને આ ટુર્નામેન્ટમાં ટોપ સ્કોરર રિયાન પરાગનો હતો. તેણે 5 મેચમાં 2 સદી અને 1 સદી સહિત 354 રન બનાવ્યા હતા. આ ઉપરાંત તેના નામે 11 વિકેટ હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ