ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / માત્ર ડેન્ગ્યુ જ નહીં, ચોમાસામાં સૌથી વધુ ફેલાય છે આ 7 બીમારીઓ, સમયસર સાવચેત નહીં રહો તો વધી શકે જોખમ

photo-story

9 ફોટો ગેલેરી

હેલ્થ / માત્ર ડેન્ગ્યુ જ નહીં, ચોમાસામાં સૌથી વધુ ફેલાય છે આ 7 બીમારીઓ, સમયસર સાવચેત નહીં રહો તો વધી શકે જોખમ

Last Updated: 06:30 PM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વરસાદની ઋતુમાં સ્વચ્છ પાણી, તાજું ભોજન અને મચ્છરોનું નિયંત્રણ સૌથી મહત્વનું છે. સમયસર સાવધાની રાખીને નીચે મુજબની સાત મુખ્ય બીમારીઓથી સરળતાથી બચી શકાય છે.

1/9

photoStories-logo

1. વરસાદની ઋતુમાં બીમારી

વરસાદની ઋતુ ગરમીથી રાહત આપે છે પરંતુ સાથે જ અનેક પ્રકારની બીમારીઓનો ખતરો પણ લઈને આવે છે. શ્રાવણ મહિનામાં ભેજ વધવો, જગ્યા-જગ્યા પાણી ભરાઈ રહેવું અને દૂષિત ખોરાક-પાણી ચેપને ઝડપથી ફેલાવે છે. આ કારણે આ મોસમમાં પેટ, લીવર અને મચ્છરથી થતી બીમારીઓ સૌથી વધુ જોવા મળે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને કમજોર રોગપ્રતિકારક શક્તિવાળા લોકોને વધુ સાવધાની રાખવાની જરૂર છે. ચાલો જાણીએ શ્રાવણમાં કઈ સાત બીમારીઓ સૌથી વધુ પરેશાન કરે છે, તેમના લક્ષણો શું છે અને તેમનાથી કેવી રીતે બચી શકાય.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. પીળિયો અને હેપેટાઈટિસ Aથી રહો સાવધાન

વરસાદમાં ગંદા પાણી અને સંક્રમિત ખોરાકને કારણે પીળિયો તથા હેપેટાઈટિસ Aનો ખતરો વધી જાય છે. જેમાં આંખો અને પેશાબ પીળા થવા, ભૂખ ન લાગવી, ઊલટી, મતલી અને કમજોરી જેવા લક્ષણો દેખાઈ શકે છે. તેથી બચવા માટે હંમેશા શુદ્ધ પાણી પીઓ અને બહારનું ખુલ્લું ખાવાનું ટાળો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/9

photoStories-logo

3. ટાઇફોઇડ

ટાઈફોઈડ પણ ગંદા પાણી અને સંક્રમિત ભોજનથી ફેલાતી બીમારી છે. તેમાં અમુક દિવસ સુધી તીવ્ર તાવ, માથાનો દુખાવો, પેટનો દુખાવો, અતિસાર કે કબજિયાત અને કમજોરી અનુભવાઈ શકે છે. સમયસર સારવાર ન મળે તો તે ગંભીર રૂપ ધારણ કરી શકે છે. તેથી લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટર પાસે તપાસ કરાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. ઝાડા અને ફૂડ પોઇઝનિંગ

મોન્સૂનમાં દૂષિત ખોરાક ખાવાથી ઝાડા અને ફૂડ પોઈઝનિંગની સમસ્યા સામાન્ય બની જાય છે. વારંવાર પાતળા મળ, પેટમાં દુખાવો, ઊલટી અને શરીરમાં પાણીની ઉણપ તેના મુખ્ય લક્ષણો છે. આવી સ્થિતિમાં ઘણું પાણી, ઓઆરએસ અને હલકું ભોજન લેવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/9

photoStories-logo

5. વાયરલ ફીવર, શરદી-ખાંસી

વરસાદના મોસમમાં વાયરસ ઝડપથી ફેલાય છે. જેમાં તીવ્ર તાવ, ગળામાં ખંજવાળ, નાક વહેવું, ખાંસી અને શરીરનો દુખાવો તેના સામાન્ય લક્ષણો છે. જેમાં આરામ કરો, પૂરતું પાણી પીઓ અને જરૂર પડે તો ડૉક્ટરની સલાહથી દવા લો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. મેલેરિયા

વરસાદમાં ભરાયેલું પાણી મચ્છરોના ઉછેરની સૌથી મોટુ કારણ બને છે. મલેરિયામાં ઠંડી લાગીને તીવ્ર તાવ આવે છે. સાથે માથાનો દુખાવો અને કમજોરી પણ થાય છે. મચ્છરોથી બચવા માટે પૂરી બાંહવાળા કપડાં પહેરો અને ઘર આસપાસ પાણી ભરાવા ન દો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/9

photoStories-logo

7. ડેન્ગ્યુ

ડેન્ગ્યુના દર્દીને તીવ્ર તાવ, માથાનો દુખાવો, આંખોની પાછળ દુખાવો, શરીર અને સાંધામાં તીવ્ર પીડા તથા પ્લેટલેટ્સ ઘટવાની સમસ્યા થઈ શકે છે. આવા લક્ષણો દેખાય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરો અને પોતાની મેળે દવા લેવાનું ટાળો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. ચિકનગુનિયા

ચિકનગુનિયામાં અચાનક તીવ્ર તાવ સાથે સાંધામાં અસહ્ય પીડા, હાથ-પગમાં સોજો અને ચામડી પર ફોલ્લીઓ થઈ શકે છે. તેથી બચવાનો સૌથી સારો ઉપાય મચ્છરોથી બચાવ કરવો અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/9

photoStories-logo

9. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Typhoid hepatitis A rainy season
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ