ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / Risk of death for long hours work people in the office or business

સાવધાન / હવે જો ઓફિસ કે ધંધામાં કલાકો સુધી બેસી રહેશો તો માથે મૃત્યુનું જોખમ!

Published By: Dhruv

Last Updated: 06:35 PM, 27 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

Office work

ઓફિસ (Office) કે ધંધા-રોજગારના સ્થળે કે પછી ઘરે આઠથી નવ કલાક બેસી રહેતા અને શારીરિક પ્રવૃતિ ન કરતા લોકો પર મૃત્યુનું (death) જોખમ (risk) વધે છે તેવો દાવો એક સંશોધનમાં કરાયો છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિધ્ધ એક રિપોર્ટ મુજબ વધુ પડતી બેઠાડુ જિંદગી તમારું આયુષ્ય ઓછું કરે છે. નોર્વેની નોર્વેજિયન સ્કુલ ઓફ સ્પોર્ટ સાયન્સીસની ટીમે સંશોધનમા સામેલ લોકોને તેમના કામના કલાકો દરમિયાન શારીરિક એકટિવિટી ટ્રેક કરવા વેરેબલ ડિવાઇસ પહેરાવ્યા હતાં. 

40 વર્ષથી વધુ વયના 36,383 લોકો પર આ પ્રયોગ કરાયો હતો. જેમાં એવું તારણ બહાર આવ્યું હતું કે કોઇપણ ફિઝિકલ એકટિવિટી (શારીરિક પ્રવૃતિ )પછી તેની તીવ્રતા વધારે હોય કે થોડી ઓછી,મૃત્યુંનું જોખમ ઓછું કરે છે. પ્રતિ દિન ઓછામાં ઓછી 24 મિનિટ કે તેથી વધુ ફિઝિકલ એકટિવિટી કરનારના અચાનક મૃત્યુનું જોખમ ખાસ્સું ઘટી જાય
છે. નિષ્ણાતો કહે છે કે રેગ્યુલર એકસર્સાઇઝ ન કરી સકતા હોય તો પણ કોઇપણ રીતે ફિઝિકલી એકટિવ રહેવું જોઇએ. 

કલાકો સુધી બેઠા બેઠા કામ કરવું પડતું હોય તેમણે વધુ નહીં તો દર અડધો કલાક કે કલાકે ઉભા થઇને થોડા આંટાફેરા કરવા જોઇએ અને થોડી વાર ઉભા રહેવું જોઇએ.  આ પ્રયોગના પરિણામોથી એવું રસપ્રદ તારણ પણ નીકળ્યું છે કે ફીટ રહેવા માટે બહુ વધુ પડતી એકસર્સાઇઝ કરવી પણ જરુરી નથી. ફકત એટલું જ કરો કે કામ કે કામ વિના સતત બેસી રહેવાની ટેવ હોય તો તે બદલવાની જરુર છે. સતત લાંબો સમય બેસવાનું થાય તો કંઇ નહીં તો થોડી થોડી વારે પોઝિશન બદલો અને ખાસ કરીને પગને આગળ પાછળ કરીને તેની મુવમેન્ટ કરતા રહો.

સંકળાયેલા મુદ્દાઓ

Caution

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ