બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આરામથી રસ્તા પર ફરી રહ્યો છે
આ ક્લિપમાં એક વિશાળકાય ગેંડો રસ્તા પર બિન્દાસ્ત રીતે ફરી રહ્યો છે. જેને જોઈને લોકો પોતાનો માર્ગ બદલી રહ્યાં છે. જોકે, સવાલ એ છે કે આખરે ગેંડો જંગલમાંથી રસ્તા પર કેવીરીતે આવી ગયો. વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે એક મહાકાય ગેંડો બિન્દાસ્ત રીતે રસ્તા પર ફરી રહ્યો છે. જેને જોતા લોકો પોતાના વાહનોને બીજી તરફ ફેરવી લે છે. કારણકે બધાને ડર સતાવે કે ગેંડો તેની પર હુમલો ના કરે. સ્વાભાવિક છે કે ગેંડો ખૂબ તાકાતવર હોય છે અને વાહનોને થોડી ક્ષણોમાં ફેરવી નાખવાની ક્ષમતા ધરાવે છે. જોકે, હજી સુધી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી કે આ ગેંડો જંગલમાંથી નિકળીને રહેણાંક વિસ્તારમાં કેવીરીતે પહોંચી ગયો.
ADVERTISEMENT
Many would call this as Rhino straying out of the forests. Hope we will soon realise that it is the habitat loss and human pressure which drives these animals to stray out.
— Sudha Ramen 🇮🇳 (@SudhaRamenIFS) December 22, 2021
From Assam, the forest department drived the animal back to its home range. pic.twitter.com/BYIQxnHaaA
ADVERTISEMENT
જંગલથી શહેરી જંગલ સુધી
આ વીડિયોને ટ્વિટર એકાઉન્ટ @mvraoforindia પરથી 21 ડિસેમ્બરે શેર કર્યો. તેમણે કેપ્શનમાં લખ્યું, જંગલથી શહેરી જંગલ સુધી. કાજીરંગાથી નજીરા, આસામ. આ ક્લિપને અત્યાર સુધી લગભગ હજાર વ્યુઝ અને સો લાઈક્સ મળી છે. મહત્વનું છે કે, કાજીરંગા નેશનલ પાર્ક મધ્ય આસામમાં 430 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. જેની સૌથી મોટી ખાસિયત છે કે આ ફક્ત ભારતમાં નહીં પરંતુ આખા વિશ્વમાં એક શિંગડાવાળા ગેંડા તરીકે પ્રસિદ્ધ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.