બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:01 PM, 10 July 2024
યુપીની રાજધાની લખનઉમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક નિવૃત્ત IAS અધિકારીની પત્નીએ આરોપ લગાવ્યો છે કે જમ્મુ અને કાશ્મીરમાં તેમના ઘરે તેમના સાવકા પુત્ર અને તેમના મિત્રોએ તેની પર રેપ કર્યો હતો. 40 વર્ષની આ મહિલાએ તેના પતિના પરિવાર પર દહેજ માટે તેને હેરાન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. મંગળવારે ઉત્તર પ્રદેશના ગાઝીપુર (ઇન્દિરા નગર) પોલીસમાં આ સંબંધમાં કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાના લગ્ન જમ્મુ અને કાશ્મીર કેડરના નિવૃત્ત IAS અધિકારી સાથે 2020માં થયા હતા.
ADVERTISEMENT
ઘરમાં બંધક બનાવીને રાખી, લેખિત ખાતરી બાદ છોડી
પીડિતાએ દાવો કર્યો હતો કે તેણીને ઘરમાં બંધક બનાવવામાં આવી હતી અને રેપ-જુલમની ફરિયાદ પોલીસમાં નહીં કરે તેવી લેખિતમાં ખાતરી આપ્યાં બાદ છોડવામાં આવી હતી. પીડિતાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે તેના પતિની પહેલી પત્ની, તેનો પુત્ર અને પુત્રી અને અન્ય સભ્યો તેને દહેજ માટે હેરાન કરતા હતા. મને 11-14 એપ્રિલ દરમિયાન એક રૂમમાં બંધક બનાવીને રાખવામાં આવી અને ભૂખી પણ રાખવામાં આવી. મારા પતિના પુત્રએ મારો મોબાઇલ ફોન છીનવી લીધો. બાદમાં, તેણે અને તેના સાથીદારે મારા પર બળાત્કાર કર્યો. ઘણું કરગર્યાં બાદ અને લેખિત ખાતરી લીધા પછી મને છોડવામાં આવી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : કેદી નંબર 2096થી ઓળખાશે મનસુખ સાગઠીયા, રાજકોટ અગ્નિકાંડનો આરોપી જેલ હવાલે
રેપ બાદ પીડિતાને લખનઉ લઈ ગયો
ADVERTISEMENT
યુવક પીડિતાને લખનઉ લઈ ગયો અને જો તે પોલીસનો સંપર્ક કરશે તો તેને મારી નાખવાની ધમકી આપી. જોકે પીડિતા આરોપીની ધમકીથી ન ડરી અને સાવકા પુત્ર સામે રેપની ફરિયાદ દાખલ કરી દઈધી હતી. ઉત્તર ઝોનના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અભિજિત શંકરે જણાવ્યું હતું કે એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.