બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Results of 352 students of GTU were cancelled
Last Updated: 09:13 AM, 27 February 2024
વર્ષ 2023-24 દરમ્યાન GTU દ્વારા સમયાંતરે પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓ ગેરરીતી કરતા પકડાતા હોય છે. ચાલુ વર્ષે GTU નાં કુલ 352 વિદ્યાર્થીઓનાં પરિણામ રદ્દ કરાયા છે. વિવિધ પ્રકારે ચોરી કરતા પકડાયેલા કુલ 352 વિદ્યાર્થીઓને લેવલ 1 થી 6 લેવલની સજા કરવામાં આવી છે. જ્યારે 10 વિદ્યાર્થીઓને નો પેનલ્ટી હેઠળ કોઈ પણ પ્રકારની સજા કરાઈ નથી.
ADVERTISEMENT
પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સુનાવણી હાથ ધરાઈ
GTU સંલગ્ન ડિપ્લોમાં ડિગ્રી, ઈજનેરી, ડિપ્લોમાં ફાર્મસી, એમબીએ, એમસીએ સહિતની વિવિધ વિદ્યાશાખાની કુલ 400 થી વધુ કોલેજોનાં વિદ્યાર્થીઓની વર્ષ 2023-24 દરમ્યાન રેગ્યુલર અને રિપીટર પરીક્ષા લેવામાં આવી હતી. જે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગરમાં પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સુનાવણી તા. 15,16,17 ફેબ્રુઆરીનાં રોજ હાથ ધરવામાં આવી હતી.
ADVERTISEMENT
GTU પરીક્ષા સમયે અન્ય રીતે પરીક્ષાર્થી ચોરી કરતા પકડાતા સજા કરાઈ
GTU ની પરીક્ષા દરમ્યાન વર્ગખંડમાં ફોન લઈ જવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ હોય છે. ત્યારે વર્ગખંડમાં હાથે લખેલી કાપલીની મદદથી વિદ્યાર્થીઓએ ચોરી કચરા પકડાયા, તો કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે વર્ગખંડમાં જવાબવહીમાંથી કોપી કરવાનો પ્રયાસ કર્યો, નવાઈની વાત તો એ છે કે પરીક્ષા સમયે વર્ગખંડમાં મોબાઈલ લઈ જવાની મનાઈ ફરમાવી હોવા છતાં પરીક્ષાર્થી મોબાઈલ લઈ જતા પકડાયા જેઓને શિક્ષાનાં ભાગરૂપે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.