બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / rest of world the mother started boiling stones the children fell asleep in the hope of eating
કેન્યા દુનિયાના સૌથી ગરીબ દેશોમાં આવે છે. કોરોના વાયરસના કારણે થયેલા લૉકડાઉનથી ત્યાં લાખો લોકોની રોજગારી છીનવાઇ ગઇ છે અને ગરીબોની સામે ભૂખમરાનો વારો આવી ગયો. કેન્યામાં કોરોનાથી ભુખમરાનો એ ફોટો સામે આવ્યો છે જેને જોયા બાદ કોઇની પણ આંખમાંથી આંસુ આવી જશે. વાસ્તવમાં અહીંયા એક પરિવારની પાસે ખાવા માટે જ્યારે કઇ પણ નહતું ત્યારે મા એ બાળકોને શાંત રાખવા માટે પથ્થરનું રાંધવાનું નાટક કર્યું. બાળકો એવું જ વિચારી રહ્યા હતા કે ખાવાનું બની રહ્યું છે અને જમવાની રાહ જોતા જોતા એ સૂઇ ગયા.
ADVERTISEMENT
કેન્યાની એક મહિલા જેનું નામ પેનિના બહાની કિત્સાઓ છે એ પોતાના આઠ બાળકો સાથે અહીંયા રહે છે. પેનિનાની પતિનું મોત થઇ ગયું છે અને તે અભણ છે. પેનિના લોકોના કપડા ધોઇને પોતાના બાળકોનું પેટ ભરે છે પરંતુ કોરોનાએ એના આ કામો પણ છીનવી લીધા. કોરોનાના આ સંકટના સમયે પેનિના પાસે પોતાના બાળકોને ખવડાવવા માટે પણ કંઇ બચ્યું નથી. એટલા માટે એને બાળકોને શાંત રાખ પથ્થર ઉકાળવાનું શરૂ કર્યું. બાળકો આ જોઇને ખુશ હતા કે ખાવાનું બની રહ્યું છે.
જણાવી દઇએ કે પેનિનાની પડોશીએ આ પૂરી ઘટનાનો વીડિયો બનાવી લીધો અને આ માટે મીડિયાને જાણકારી આપી દીધી. વાસ્તવમાં જ્યારે બાળકો રડી રહ્યા હતા ત્યારે એની પડોશણ બહાર નિકળી પરંતુ જ્યારે પથ્થર ઉકળતા જોયા તો એનાથી રહેવાયું નહીં. પેનાની આ કહાની સાંભળીને ત્યાંનો લોકેએ પૈસા એકત્રિત કર્યા અને એને રાશન પણ આપ્યું. પેનિનાને હવે ઘણા બધાના મદદ માટે ફોન આવી રહ્યા છે. એમને જણાવ્યું કે ઘણા લોકોએ એમને મોબાઇલ એપથી પૈસા મોકલ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.