Research done by the country's leading institutions on corona and antibodies, find out what the findings say
રિસર્ચ /
કોરોના અને એન્ટિબોડીઝ ઉપર દેશની પ્રમુખ સંસ્થાઓએ કર્યું સંશોધન, જાણો શું કહે છે તારણો
Team VTV02:46 PM, 19 Aug 20
| Updated: 02:50 PM, 19 Aug 20
કોરોનાવાયરસ ચેપ પછી કોરોનાથી શરીરમાં રક્ષા માટે એન્ટિબોડીઝ પેદા થાય છે. જેના લીધે શરીરમાં ફરીથી ચેપ લેવાનું કોઈ જોખમ રહેતું નથી. વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત તેની પુષ્ટિ કરી છે. હમણાં સુધી, આ મુદ્દા પર જુદા જુદા દાવા કરવામાં આવ્યા હતા. જો કે આ એન્ટિબોડીઝ કેટલા સમય સુધી શરીરમાં રહે છે અને પ્રભવી કામ કરે છે, તે હજી સ્પષ્ટ નથી.
દેશની પ્રમુખ સંસ્થાઓએ કર્યું રિસર્ચ
TIFR-IISER જેવી સંસ્થાઓ છે સામેલ રિસર્ચમાં
દેશમાં દર ચારમાંથી એક વ્યક્તિમાં છે એન્ટિબોડી
કોરોનાવાયરસના ચેપ અંગે હજી સુધી કોઈ રસી બનાવવામાં આવી નથી, પરંતુ વૈજ્ઞાનિકોએ આ વાયરસના ચેપને ટાળવા માટે ઘણી બધી બાબતો જણાવી છે. તેમાં એન્ટિજેન્સ, એન્ટિબોડીઝ અને શરીરના અન્ય ટી કોષોની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું કહેવાય છે. તાજેતરના સંશોધન મુજબ, દેશમાં દર ચારમાંથી એક વ્યક્તિએ કોરોના ફાઇટીંગ એન્ટિબોડીઝ વિકસાવી લીધી છે. રાષ્ટ્રીય કક્ષાની પ્રાઇવેટ સંશોધન સંસ્થાઓના કોવિડ -19 પરીક્ષણોને આધારે આ માહિતી આપવામાં આવી છે.
દેશમાં અમુક સહેરોમાં કરાયા સીરો પોઝીતીવીતી સર્વે
કોરોના પર દેશના કેટલાક શહેરોમાં હાથ ધરવામાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનોના સર્વેના પરિણામો અને દેશની કેટલીક અગ્રણી સંશોધન સંસ્થાઓ જેવી કે TIFR-IISERના સર્વે કોરોનાની લડાઈમાં દેશને રાહત આપતા સમાચાર લાવી રહ્યાં છે. કોરોનાથી ખરાબ રરીતે પ્રભાવિત પૂણેના કેટલાક વિસ્તારોમાં 50% થી વધુ સેરો-પોઝિટિવિટી નોંધાઈ હતી, જયારે કે મુંબઇની વિખ્યાત ધારાવી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પણ 57% સેરો-પોઝિટિવિટી જોવા મળી હતી. દિલ્હીમાં થયેલા પ્રથમ સેરો સર્વેમાં જણાવાયું છે કે પરીક્ષણ કરાયેલા 23% લોકો સેરો પોઝિટિવ હતા.
TIFR - એટલે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને IISER એટલે ઇંડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને એજ્યુકેશનલ રિસર્ચ. આ બંને દેશની પ્રીમિયર સંશોધન સંસ્થાઓમાં ટોચનું સ્થાન ધરાવે છે.
કોરોના ચેપ પછી શરીરમાં રચાયેલી એન્ટિબોડીઝમાં ફરીથી ચેપ લાગવાનું જોખમ નથી. વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત તેની પુષ્ટિ કરી છે. હમણાં સુધી, આ મુદ્દા પર જુદા જુદા દાવા કરવામાં આવ્યા હતા. આ એન્ટિબોડીઝ કેટલા સમય સુધી કામ કરશે એ જો કે આ ક્ષણે હજી સ્પષ્ટ નથી.
એન્ટિબોડી એટલે શું?
શરીરમાં એન્ટિબોડીઝ હોવાનો અર્થ એ છે કે વ્યક્તિએ કોરોનાથી પ્રતિરક્ષા મેળવવાની ક્ષમતા કેળવી લીધી છે. પરંતુ આ રોગપ્રતિકારક શક્તિ ક્યાં છે તે માટે, નિષ્ણાતોએ તેના પર હજી સુધી કોઈ અભિપ્રાય રાખ્યો નથી. જો એન્ટિબોડીઝ એલ નિશ્ચિત મર્યાદા કરતા વધુ જોવા મળે તો પછી તે કોરોના વાયરસ સામે લોકોમાં હર્ડ ઈમ્યુનીટી વિકસી હોવાને સ્પષ્ટ કરે છે.
દિલ્હીમાં 29% લોકો સેરો પોઝિટિવ છે
થાઇરોકેર લેબોરેટરી દ્વારા દેશભરમાં કરવામાં આવેલા એન્ટિબોડી પરીક્ષણોમાં સ્થાનિક સ્તરે લોકોમાં સીરો પોઝીટીવીટી વધુ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. લેબના મેનેજિંગ ડિરેક્ટર આરોકિયાસ્વામી વેલુમણીના જણાવ્યા અનુસાર ભારતમાં તેમના દ્વારા અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકોના એન્ટિબોડીઝ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોવિડ -19 થી એન્ટિબોડીઝ આમાંથી લગભગ 24% મળી આવ્યા છે. રાજધાની દિલ્હીમાં આ આંકડો 29% છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાં 27% લોકોમાં એન્ટીબોડીઝ ડેવલપ થઈ હોવાનું સામે આવ્યું હતું.
શું છે લેટેસ્ટ અપડેટ ?
હાલમાં દેશમાં કુલ કેસોનો આંકડો 27 લાખને પાર પહોંચી ગયો છે, જ્યારે નવા કેસોની સંખ્યા 55000 થી 65000ની આસપાસમાં રહે છે, સામે દેશમાં જો કે ટેસ્ટની સંખ્યા પણ આક્રમક રીતે વધારવામાં આવી છે. જેના લીધે કેસોના આંકડામાં ચોક્કસ પણએ વધારો નોંધાયો છે, પરંતુ રાહત ની વાત એ છે કે દેશમાં પોજીટીવીટીનો રેટ 8 અને 9 ટકાની આસપાસનો રહ્યો છે. જ્યારે કોરોનાના લીધે મૃત્યુનો દર પર 2 ટકાથી નીચો આવી ગયો છે, અને સૌથી રાહત આપનારી વાત એ છે કે દેશમાં કોરોનાથી રિકવર થનારા કેસોનો આંકડો પણ 20 લાખના માર્કને પાર પહોંચી ગયો છે. હાલમાં દેશમાં રિકવરી રેટ 73 ટકાથી ઉપર છે.