બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / religious conversion applications in ahmedabad numbers declared by gujarat government

ધર્મસંકટ? / અમદાવાદ શહેરમાં બે વર્ષમાં ધર્મ પરિવર્તનની 350 અરજી, એક પણ મંજૂર નહીં

Mayur

Last Updated: 01:10 PM, 17 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના ધારાસભ્ય એવા ગ્યાસુદ્દિન શેખ દ્વારા વિધાનસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં ગુજરાત સરકારે અમદાવાદમાં ધર્મપરિવર્તનની અરજીઓન આંકડા જાહેર કર્યા છે.

  • અમદાવાદ શહેરમાં બે વર્ષમાં ધર્મ પરિવર્તનની 350 અરજી
  • અમદાવાદ જિલ્લામાંથી પણ ધર્મ પરિવર્તનની 40 અરજી આવી
  • વહીવટી તંત્ર દ્વારા મંજૂર નથી કરાઈ એક પણ અરજી

ધર્મપરિવર્તનના આંકડા 

દેશમાં ધર્મપરિવર્તનને લઈને આજકાલ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. દેશના અલગ અલગ રાજ્યોમાં કન્વર્ઝન રેટ વધતો હોવાની ફરિયાદ પણ થઈ રહી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં અને ખાસ તો અમદાવાદમાં કેવી સ્થિતિ છે તે જાણવા માટે એક અરજ ઊભી થઈ હતી.

ગ્યાસુદ્દિન શેખે પૂછેલા સવાલનો જવાબ 

ગુજરાત વિધાનસભા પ્રવક્તા અને દરિયાપુર મતવિસ્તારનાં કોંગ્રેસના ધારાસભ્ય એવા ગ્યાસુદ્દિન શેખ દ્વારા વિધાનસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં ગુજરાત સરકારે આંકડાઓ જાહેર કર્યા હતા જેમાં અમદાવાદ શહેરમાં આખા ગુજરાતમાં કેટલી અરજીઓ આવી તે અંગેની વિગતો જાહેર કરવામાં આવી હતી. 

2020માં ધર્મ પરિવર્તનની શહેરમાં 94 અરજી

આઅ ખુલાસામાં દર્શાવવામાં આવ્યું છે કે 2020 માં 94 અરજીઓ ધર્મપરિવર્તનની ગુજરાત રાજ્યમાં આવી હતી. અને 2021માં ધર્મ પરિવર્તનની અરજી વધીને 256 નોંધાઈ હતી. કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગૃહમાં અ સવાલ પૂછ્યો હતો. જેમાં જવાબમાં સરકારે આ માહિતી આપી હતી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ