બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / reliance jio rs 555 prepaid plan compete airtel rs 558 plan know which one better
ADVERTISEMENT
છેલ્લા કેટલાક સમયથી બંને એક બીજાને ટક્કર આપતા આવ્યા છે. બીજી તરફ ગ્રાહકોને પણ બંને કંપનીઓના રિચાર્જ પેકને ખૂબ પસંદ કર્યું છે. આજે અમે તમને એરટેલ અને જિયાના 500 રૂપિયાની રેન્જ વાળા પ્રીપેડ પ્લાન્સ માટે જણાવીશું, જેમાં તમને શાનદાર સુવિધા મળશે. તો ચલો જાણીએ જિયોના 555 રૂપિયા અને એરટેલના 558 રૂપિયા વાળા પેક માટે...
Reliance Jioનો 555 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
જિયોના આ પ્લાનને આઇયૂસી મીનિટની સાથે ભારતીય બજામાં ઊતાર્યો છે. ગ્રાહકોને આ પ્લાનમાં દરરોજ 2 GB ડેટા મળશે. આ સાથે જ અન્ય નેટવર્ક પર કૉલિંગ માટે 3000 આઇયૂસી મીનિટ આપવામાં આવશે, પરંતુ જિયો ટુ જિયો પર અનલિમિટેડ કૉલની સુવિધા આપવામાં આવી છે.
ADVERTISEMENT
આ ઉપરાંત યૂઝર્સ 100 એસએમએસનો લાભ ઊઠાવી શકાશે. આ પેકની મર્યાદા 84 દિવસની છે.
બીજી તરફ યૂઝર્સને પેટીએમથી 555 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનનને રિચાર્જ કરાવવા પર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. પરંતુ જિયોના ગ્રાહકરોને આ ઑફરનો ફાયદો 15 નવેમ્બર પહેલા ઊઠાવી શકશો.
Bharti Airtelનો 558 રૂપિયા વાળો પ્રીપેડ પ્લાન
એરટેલનો આ પ્રીપેડ પ્લાન લોકપ્રિય રિચાર્જ પેકમાંથી એક છે. તો બીજી બાજુ એરટેલના આ રિચાર્જ પ્લાને જિયો અને વોડાફોન જેવી કંપનીઓના પ્લાનને મોટી ટક્કર આપી છે. ગ્રાહકોને આ પ્રીપેડ પેકમાં ત્રણ જીબી ડેટા દરરોજ મળશે. યૂઝર્સ આ પ્લાન દ્વારા કોઇ પણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલ કરી શકશે. સાથે જ એમને આઇયૂસી ચાર્જ પણ આપવો પડશે નહીં. આ ઉપરાંત એરટેલના ગ્રાહકો 100 એસએમએસનો લાભ ઊઠાવી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.