બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / Regularizing Service Of Few Employees And Not Others Despite Eligibility Is Violative Of Article 14: Supreme Court

નોકરિયાત આનંદો / લાયક કર્મચારીઓને કાયમી ન કરવા બંધારણનું ઉલ્લંઘન, આપવી પડે કાયમી નોકરી- સુપ્રીમ કોર્ટનો ચુકાદો

Hiralal

Last Updated: 03:48 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મોટા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે લાયક કર્મચારીઓને કાયમી ન કરવા બંધારણનું ઉલ્લંઘન છે.

  • કર્મચારીઓને કાયમી કરવાને લઈને સુપ્રીમનો ચુકાદો
  • સુપ્રીમ કોર્ટે લાયક કર્મચારીઓને કાયમી નોકરીએ રાખવાનું કહ્યું
  • લાયક કર્મચારીઓને કાયમી થતાં કોઈ રોકી ન શકે 

લાયક કર્મચારીઓને કાયમી ન કરવાના ઈન્કમ ટેક્સ સંબંધિત એક કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે મોટી ટીપ્પણી કરી છે. માત્ર થોડા કર્મચારીઓને જ કાયમી નોકરીએ ન રાખી શકાય, જે કર્મચારીઓ લાયક છે અને ક્ષમતા ધરાવે છે તેમને કાયમી નોકરીએ રાખવા પડે છે, તેમની કાયમી નોકરી ન અટકાવી શકાય. 

લાયક કર્મચારીઓને કાયમી ન કરવાનું કૃત્ય બંધારણની કલમ 14નું ઉલ્લંઘન 
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, અન્ય હકદાર કર્મચારીઓની નહીં પરંતુ માત્ર થોડા કર્મચારીઓની સેવાઓ નિયમિત કરવાનું કૃત્ય ભેદભાવપૂર્ણ અને ભારતના બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરનારું છે. 

શું હતો કેસ 
મુખ્ય આવકવેરા કમિશનરે 65 કર્મચારીઓને નોકરીમાં કાયમ કરવાના હકદાર જણાયા હતા પરંતુ માત્ર 35 જગ્યાઓ ખાલી હોવાથી આટલાને જ કાયમી કરી શકાયા હતા જેને પરિણામે બાકીના જે ખરેખર લાયક હતા તેમને કાયમી નોકરીએ રખાયા નહોતા તેવા કર્મચારીઓ સુપ્રીમમાં ગયા અને હવે સુપ્રીમ કોર્ટે તેમના તરફી ચુકાદો જાહેર કર્યો છે. 

30 કર્મચારીઓને નોકરીમાં કાયમી કરવાનો સુપ્રીમનો આઈટી વિભાગને આદેશ 
જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ જે બી પારડીવાલાની ખંડપીઠે રમણ કુમાર અને અન્ય વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા અને અન્યના કેસમાં દાખલ કરવામાં આવેલી અપીલનો નિર્ણય લેતા આવકવેરા વિભાગને નિર્દેશ આપ્યો હતો કે, જે તારીખે અન્ય 35 કર્મચારીઓની સેવાઓ નિયમિત કરવામાં આવી હતી તે તારીખથી બાકીના પાત્ર કર્મચારીઓની સેવાઓ નિયમિત કરવામાં આવે અને તેમને છ મહિનાના સમયગાળામાં બાકી પગાર અને અન્ય લાભો આપવામાં આવે. 

લાયક હોવા છતાં કાયમી નોકરી ન મળતાં કર્મચારીઓ ગયા હતા સુપ્રીમમાં 
કર્ણાટકમાં ચીફ ઈન્કમ ટેક્સ કમિશનરે 2013માં 65 કર્મચારીઓને નોકરીમાં કાયમી રાખવા યોગ્ય ગણ્યાં હતા પરંતુ 35 જગ્યાઓ જ ખાલી હતી, તેથી તેટલા કર્મચારીઓને કાયમી કરી દેવાયા જ્યારે બાકીના 30ને પડતા મૂકાયા હતા, જેઓ કાયમી થવાને લાયક પણ હતા તેમ છતાં તેમને તક ન અપાઈ. 30માંથી 16  કર્મચારીઓએ ચીફ ઈન્કમ ટેક્સ કમિશનરના આ આદેશને સુપ્રીમમાં પડકાર્યો હતો. ખંડપીઠે જણાવ્યું હતું કે, ખુદ ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સને જણાયું હતું કે 65 વ્યક્તિઓ કાયમી થવાને હકદાર છે પરંતુ ખાલી 35ને જ 30 ને નહીં કાયમી કરવાનું કૃત્ય ભારતના બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ