બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / રિલ ઘેલી મા વીડિયો ઉતારતી રહી, ગંગામાં ડૂબતા 5 વર્ષની બાળકીનું તડપતું મોત, જુઓ લાઈવ VIDEO
Last Updated: 09:27 PM, 4 November 2024
યુપીના ગાઝીપુરના સૈયદપુરમાં પક્કા ઘાટ પર સોમવારે સવારે માતાની સામે ગંગા નદીમાં ડૂબી જવાથી પાંચ વર્ષના માસૂમ બાળકનું મૃત્યુ થયું હતું. માતા નદીમાં નહાવામાં રીલ બનાવી રહી હતી અને બાળકી ડુબી ગઇ હતી.
ADVERTISEMENT
યુપીના ગાઝીપુરના સૈયદપુરમાં પક્કા ઘાટ પર માતાની સામે ગંગા નદીમાં ડૂબી જવાથી નાનીના ઘરે આવેલા પાંચ વર્ષના માસૂમ બાળકનું મૃત્યુ થયું હતું. ડૂબતી બાળકીને ન જોઈ માતા મોબાઈલથી રીલ પાડી રહી હતી. બાળકીના ડૂબી જવાનો વીડિયો પણ રેકોર્ડ થયો છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી બે કલાક બાદ બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે પંચનામા કરી લાશ પરિવારજનોને સોંપી હતી.
यूपी के #गाजीपुर में गंगा नदी में स्नान करते हुए एक चार साल की बच्ची की डूबने से मौत हो गई, मौसी वीडियो बनाती रही...देखें वीडियो...
— Vikash Raj (@Ssrrkkaarr) November 4, 2024
इस घटना का लाइव वीडियो सामने आया है। किसी को बच्ची के डूबने की भनक तक नहीं लगी#Ghazipur #gangariver #up #livevideo pic.twitter.com/tb276ky2OG
ADVERTISEMENT
વારાણસીના ચૌબેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરા ગામના રહેવાસી સંદીપ પાંડેની પત્ની અંકિતા પાંડે તેની પાંચ વર્ષની એકમાત્ર પુત્રી તાન્યા સાથે સૈયદપુર વિસ્તારના બૌરવાન ગામમાં તેના પિતા કપિલ મિશ્રાના ઘરે છઠ પૂજા માટે આવી હતી. સોમવારે અંકિતા તેની પાંચ વર્ષની પુત્રી, માતા લક્ષ્મીણા, બહેન અને અન્ય પરિવારના સભ્યો સાથે છઠ પૂજા નિમિત્તે ગંગામાં સ્નાન કરવા માટે સૈયદપુર નગરના પક્કા ઘાટ પર આવી હતી. ત્યાં તાન્યા, તેની કાકી અને દાદી પરિવારના અન્ય બાળકો સાથે ગંગા નદીમાં સ્નાન કરી રહ્યા હતા. તાન્યાની માતા અંકિતા બહાર ઊભી રહીને બધાના નહાવાનો વીડિયો,રીલ બનાવી રહી હતી.
નહાતી વખતે તાન્યા અચાનક ઊંડા પાણીમાં ગઈ અને ડૂબવા લાગી. થોડી જ વારમાં તાન્યા ગંગામાં ડૂબી ગઈ. જ્યારે તાન્યા ડૂબી રહી હતી ત્યારે માતા અંકિતા તેની બહેન અને અન્ય લોકોનો વીડિયો બનાવી રહી હતી. આ વીડિયોમાં બાળકી પણ ડૂબતી જોવા મળી રહી છે પરંતુ તેના પર કોઈનું ધ્યાન ગયું નથી. જ્યારે પરિવારે તાન્યાને લાંબા સમય સુધી ન જોઈ તો બધાએ તેને શોધવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં પરિવારજનોમાં ચીસો મચી ગઈ હતી. જ્યારે બધાએ વીડિયો જોયો ત્યારે તાન્યા ડૂબતી જોવા મળી હતી.
આ પણ વાંચોઃ ચેતજો / ગંદી હવાના કારણે પણ સેકસની ઈચ્છા પડે છે નબળી, કેવી રીતે થાય છે અસર, બચજો નહીંતર..
આ પછી સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી હતી. થોડી જ વારમાં સ્થળ પર પહોંચેલા સ્થાનિક તરવૈયા અને પોલીસની મદદથી ઘટનાના લગભગ બે કલાક બાદ તાન્યાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તાન્યાને તાત્કાલિક સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. આ પછી માતા અંકિતા સહિત પરિવારજનોની હાલત રોઇ રોઇને ખરાબ થઇ ગઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.