બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Red light for parents: Sagira abducted in free fire game, Rajkot incident will make eyes wide open

ખેલ ખેલ મે / માતા પિતા માટે લાલબત્તી : ફ્રી ફાયર ગેમમાં સગીરાનું અપહરણ, રાજકોટની ઘટનાથી આંખો થઇ જશે પહોંળી

Mehul

Last Updated: 11:55 PM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના આટકોટની સગીરાને મોબાઈલ ઉપર ફ્રી ફાયર રમવાનો ચસ્કો લાગ્યો. ગેમ રમતા રમતા તેને બેગ્લોરના શખ્સ  સાથે સંપર્ક થયો.યુવક બેગ્લોરથી ગુજરાત આવી સગીરાને ઉપાડી ગયો

  • લાઈન ગેમ આ રીતે પડી શકે છે ભારે 
  • ફ્રી ફાયર ગેમની લત સગીરાને પડી ભારે 
  • બેંગ્લોરનો યુવક ગુજરાત આવી ઉઠાવી ગયો 

તમે ક્યારેય વિચાર્યું છે કે ઓનલાઇન ગેમ રમવી બની શકે છે, અને તેમાં તમારું અપહરણ પણ થઇ શકે છે, જી હા આવોજ એક કિસ્સો બન્યો છે રાજકોટના જસદણ માં કે જ્યાં એક કિશોરીને ઓનલાઇન ફ્રી ફાયર ગેમ રમવી મોંઘી પડી છે અને તેનું અપહરણ થયું અને તેની સાથ ન થવાનું થયું, 

 રાજકોટ જિલ્લા ના આટકોટના બળધોઇની અહીં એક સગીરા ગૂમ થવાની ફરિયાદ આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ અને રાજકોટ જિલ્લા પોલીસ સહીત તમામ પોલીસ સગીરાને શોધવા માટે કામે લાગી હતી, જેમાં પોલીસે તમામ ટેક્નિકલ, રીતે અને મોબાઈલ સહિતનો સહારો લઈ ને સગીરાનું પગેરું શોધી કાઢ્યું હતું અને સગીરાને બેગ્લોર થી શોધી કાઢી હતી અને સગીરાની સઘન પૂછપરછ કરી હતી જેમાં સનસનાટી જન્માવે તેવી હકીકત સામે આવી હતી 

આટકોટના બળધોઇ ગામની આ સગીરાને મોબાઈલ ઉપર ફ્રી ફાયર રમવાનો ચકસો લાગ્યો અને તે મોબાઈલ ઉપર સતત ફી ફાયર નામની ગેમ રમવા લાગી હતી, ગેમ માં થોડી ફાવટ આવી જતા તેણે ગેમ હવે ઓનલાઇન રમવા લાગી હતી અને હવે તે ઓનલાઇન પાર્ટનર શોધી ને તે ગેમ રમતી હતી, આ રીતે સતત ગેમ રમતા રમતા તને બેગ્લોરનાં કે શખ્સ  સાથે સંપર્ક થયો અને તેને તેની સાથે સતત પાર્ટનર બની ને ગેમ રમતી હતી, ગેમ માં થતા સતત મેસેજ થી તેવો એ તેના નંબર અને સરનામાં લીધા હતા, નંબર ની આપલે બાદ તેવો એ વાત શરૂ કરી હતી જેમાં બેગ્લોરનાં શખ્સે  ચંદ્રકાંતદાસ મદન મોહનદાસ એ  સગીરા ને બરાબર તેના મોહજાળમાં ફસાવી હતી ને પછી તે બેગ્લોર થી ગુજરાત અને આટકોટ આવી ને સગીરા ને અહીં થી બેગ્લોર ઉપાડી ગયો હતો અને સગીરા સાથે ન કરવાનું કર્યું હતું, 
સગીરા ઘરે થી ગૂમ થતા તેના પરિવારે ફરિયાદ નોંધાવી હતી અને આટકોટ પોલીસે તમામ ટેક્નિકલ અને મોબાઈલ ના ડેટા ને આધારે શોધી કાઢી હતી અને આટકોટ લઈ આવ્યા હતા સાથે અપહરણ કરનાર ને પણ સાથે લઈએ આવ્યા હતા ને કાયદેસર ની કાર્યવાહી શરૂ કરી હતી 

કોણ છે ફ્રી ફાયર નો પાર્ટનર અને કોણે કર્યું હતું અપહરણ ?

મૂળ કર્ણાટકના એક ગામડાનો રહેવાસી અને અને હવે બેગ્લોરમાં રાહતો ચંદ્રકાંતદાસ મદન મોહનદાસ નો 29 વર્ષનો શખ્સ છે જે આટકોટ ની સગીરાની સાથે ફ્રી ફાયર નામની ગેમ થી સમ્પર્ક માં આવ્યો અને પછી તેણે નંબરની આપ-લે  કરી ને પછી આ ચંદ્રકાંતદાસે સગીરાને પોતાની લપેટમાં લેવાનું શરૂ કર્યું અને પછી ફોસલાવી ને મળવા માટે મજબુર કરી,
ચંદ્રકાંતદાસ સગીરાને મળવા માટે બેગ્લોર થી તે ગુજરાત ના આટકોટ સુધી આવ્યો અને પછી તે સગીરાને લઈ ને બેગ્લોર લઈ ગયો અને તેની સાથે ના કરવાનું પણ કર્યું હતું.

 પોલીસે તો સગીરા નું પગેરું દબાવ્યું તાર  બેગ્લોર સુધી 

હાલતો ફ્રી ફાયર ગેમ રમવાનું સગીરા અને ચંદ્રકાંતદાસ ને મોંઘુ પડી ગયું છે સગીરા માટે તો તેનું સર્વસ્વ ગુમાવવા બરાબર છે જયારે બેગ્લોરનાં ચંદ્રકાંતદાસ ને જેલ ના સળિયા ગણવાનો વારો આવ્યો છે 

જો તમારું બાળક કોઈ ઓનલાઇન ગેમ ના રવાડે ચડી ગયું હોય તો તેને પાછું વળી લેજો નહીંતર અહીં જોયા તેવા ભયકંર પરિણામો ભોગવવાનો વારો પણ આવી શકે છે 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ