ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Red eye of traffic police against vehicles without HSRP RTO drive

અમદાવાદ / HSRP વિનાનાં વાહનો સામે તવાઈઃ RTOએ ડ્રાઈવ યોજી

Published By: Vishal

Last Updated: 02:48 PM, 4 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાં વાહનોમાં હાઇ સિક્યો‌રિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ એટલે કે એચએસઆરપી લગાવવાની મુદત ૩૧ ઓગસ્ટના રોજ પૂરી થઈ ચૂકી છે, પરંતુ અમદાવાદ શહેરમાં જ આઠ લાખ જેટલાં જૂનાં વાહનોમાં એચએસઆરપી લગાવવાની બાકી છે.

ADVERTISEMENT

રાજ્યનાં એક કરોડથી વધારે વાહનોમાં જૂની નંબર પ્લેટ બદલવાની હજુ પણ બાકી છે. વાહનમાલિકો જાગૃત થઈને એચએસઆરપી લગાવે તે માટે આરટીઓ દરરોજ ટ્રાફિક પોલીસને સાથે રાખીને શહેરના જુદા જુદા વિસ્તારમાં સ્પેશિયલ એચએસઆરપી ડ્રાઇવ કરી રહી છે. તેથી આવા વાહન માલિકોએ હવે આકરો દંડ ચૂકવવાની તૈયારી રાખવી પડશે એટલું જ નહીં,  કેટલાક કિસ્સામાં તેમનાં વાહન જપ્ત પણ થઈ શકે છે.

રાજ્યભરમાં અત્યાર સુધીમાં લાખો વાહનોમાં એચએસઆરપી લગાવવાની બાકી હોઈ ફરી એક વાર મુદતમાં વધારો કરવો પડે તેવી એક લાગણી હતી, પરંતુ અત્યાર સુધી અનેક વખત એચએસઆરપી લગાવવાની મુદતમાં વધારો કર્યા બાદ હવે વાહન વ્યવહાર વિભાગ ફરી એક વખત મુદત વધારો કરવાના મૂડમાં નથી.

એક અંદાજ મુજબ રાજ્યનાં અઢી કરોડ વાહનોમાંથી અત્યાર સુધીમાં માત્ર ૪૦ લાખ જેટલાં જૂનાં વાહનોમાં એચએસઆરપી લાગી છે. આમ છતાં સંખ્યાબંધ જૂનાં ટુવ્હીલર અને ફોર વ્હીલરમાં હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવી શકાઈ નથી. 

એકલા અમદાવાદ શહેરમાં જ આઠ લાખ જેટલાં જૂનાં વાહનોમાં એચએસઆરપી લગાવવાની બાકી હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરટીઓ પાસે ઘણાં જૂનાં વાહનોના ડેટા પણ ઉપલબ્ધ નથી. ઘણાં વાહનો બહારગામ પણ શિફ્ટ થઇ ગયાં છે એટલે  ચોક્કસ આંકડો મેળવવો આરટીઓ માટે પણ મુશ્કેલ છે.

સંકળાયેલા મુદ્દાઓ

HSRP RTO Vehicles ahmedabad traffic drive ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ