બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Red alert in Junagadh-Gir Somnath, orange alert in areas including Dwarka today

હવે મેઘરાજા નહીં ખમે / જૂનાગઢ-ગીર સોમનાથમાં રેડ એલર્ટ, તો દ્વારકા સહિતના વિસ્તારોમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ શું કહે છે હવામાન વિભાગ

Malay

Last Updated: 09:35 AM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorological department forecast: ગુજરાતમાં 10 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • આજે જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ
  • પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ
  • 9 જુલાઈએ સૌરાષ્ટ્ર, કચ્છને મળી શકે છે રાહત

રાજ્યમાં ફરી એકવાર તોફાની વરસાદની શક્યતા સર્જાઈ છે. ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર સર્ક્યુલેશન બન્યું છે. આ સાથે ઓફશોર ટ્રોફશોર પણ સક્રિય થયું છે તેના કારણે આજથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. ગુજરાતમાં પૂર્વ-પશ્ચિમનું શિયર ઝોન પણ આગળ વધી રહ્યું છે. જેના કારણે પણ સેકન્ડ રાઉન્ડનો વરસાદ તોફાની બનવાની ભરપૂર શક્યતા છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છની દરિયાઈ પટ્ટીમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. 

આજે આ બે જિલ્લાઓમાં રેડ એલર્ટ 
હવામાન વિભાગ દ્વારા આજે જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે એટલે કે 9 જુલાઈએ સૌરાષ્ટ્ર, કચ્છને રાહત મળી શકે છે. તો 10 જુલાઈએ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાશેઃ હવામાન નિષ્ણાંતો
હવામાન નિષ્ણાંતો કહે છે કે રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી છે. વરસાદના બીજા રાઉન્ડ દરમિયાન કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે. જૂનાગઢ, અમરેલી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને જાફરાબાદમાં ભારે પવન ફૂંકાશે. સાબરમતીના વિસ્તારોમાં ભારે વરસાદ થવાથી આ નદી બે કાંઠે હિલોળા લે તેવી પણ શક્યતા છે. નર્મદા નદીમાં પણ હળવું પૂર આવવાની શક્યતા છે. 

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એકસાથે 12થી 14 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હોઈ માછીમારોને સોમવાર તા 10 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી અપાઇ છે. આ દરમિયાન દરિયામાં 40થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ