બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / records that broke at the cricket world Cup 2023 glenn maxwell on double century virat kohli mohammed shami

World Cup 2023 / કોહલી, મેક્સવેલ કે પછી શમી... આ વર્લ્ડકપમાં સર્જાયા એવાં 10 ધાંસૂ રેકોર્ડ, જે ક્યારેય ન ભૂલી શકાય!

Arohi

Last Updated: 08:55 AM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 Glenn Maxwell: ICC વનડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રવિવારે અમદાવાદમાં રમાઈ. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 6 વિકેટથી હરાવી.

  • વર્લ્ડ કપ 2023માં ભારતની 6 વિકેટે હાર 
  • આ દિવસે બન્યા 10 નવા રેકોર્ડ્સ 
  • જાણો તેના વિશે 

ભારતની મેજબાનીમાં રમાયેલા આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023નો અંત ભારતીય ફેન્સ માટે દુખદ રહ્યો છે. રવિવારે અમદાવાદમાં થયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 6 વિકેટથી હરાવી. આ વખતે ટૂર્નામેન્ટમાં ઘણા એકા રેકોર્ડ બન્યા છે જેને કોઈ પણ ફેંન નહીં ભૂલી શકે. 

પરંતુ આજે અમે તમને 10 એવા રેકોર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે વર્લ્ડ કપ ઈતિહાસમાં એક અલગ ઓળખ મળશે. તેમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડી ગ્લેન મેક્સવેલ, ભારતીય ખેલાડી વિરાટ કોહલી, રોહિત શર્મા અને મોહમ્મદ શમીના રેકોર્ડ ખૂબ જ ખાસ છે. 

ટ્રેવસ હેડને બનાવ્યો રેકોર્ડ 
વર્લ્ડ કપ 2023ના ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમની જીતના અસલી હીરો ઓપનર ટ્રેવિસ હેડ રહ્યા. હેડે 120 બોલ પર 137 રનોની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. તેમને પ્લેયર ઓફ ધ મેચ પણ મળ્યું. વર્લ્ડ કરના ઈતિહાસમાં ફાઈનલ મેચમાં ચેઝ વખતે મેચ વિનિંગ સેન્ચુરી કરનાર બીજા પ્લેયર બનની ગયા છે. તેના પહેલા આ ઉપલબ્ધિ શ્રીલંકાના અરવિંદ ડિ સિલ્વાએ મેળવી હતી. 

રોહિત શર્માએ બનાવ્યો રેકોર્ડ 
ફાઈનલ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 31 બોલ પર 47 રનોની ઈનિંગ રમી. તેમણે 3 છગ્ગા અને 4 ચોગ્ગા લગાવ્યા. આ ઈનિંગના દમ પર રોહિત કોઈ વર્લ્ડ કપ સીઝનમાં કેપ્ટન તરીકે સૌથી વધારે 597 રન બનાવનાર પહેલા ખેલાડી બની ગયા છે. આ પહેલા આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનના નામે હતો. 

એક વર્લ્ડ કપ સીઝનમાં સૌથી વધારે રનોનનો રેકોર્ડ 

  • 597- રોહિત શર્મા (2023)
  • 578- કેન વિલિયમસન (2019)
  • 548- મહેલા જયવર્ધને (2007)
  • 539- રિકી પોંટિંગ (2007)
  • 507- એરોન કિંચ (2019)

કોહલીએ તોડ્યા સચિનના બે મોટા રેકોર્ડ 
વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડના સામે સેમીફાઈનલમાં 113 બોલ પર 117 રનોની શાનદાર ઈનિંગ રમી અને લેજેન્ડ સચિન તેંડુલકરો સૌથી વધારે વનડે સેન્ચુરીનો ઐતિહાસિક રેકોર્ડ ધ્વસ્ત કર્યો. સચિને પોતાના કરિયરમાં 463 વનડે રમી, જેની 452 ઈનિંગમાં 44.83ના સરેરાશથી 18426 રન બનાવ્યા. તેમણે કુલ 49 વનડે સેન્ચુરી મારી, બીજી બાજુ કોહલીએ પોતાના કરિયરની 279મી વનડે ઈનિંગમાં આ ઉપલબ્ધિ મેળવી. 

કોહલીએ પોતાની સેમીફાઈનલ ઈનિંગમાં 2 છગ્ગા અને 9 ચોગ્ગા માર્યા. આ મેચ વખતે સ્ટ્રાઈક રેટ 103.53નો રહ્યો. પોતાની આ ઈનિંગથી કોહલીએ સચિનના કોઈ એક વર્લ્ડ કપ સીઝનમાં સૌથી વધારે રનોનો રેકોર્ડ પણ તોડ્યો. સચિને 2003ના વર્લ્ડ કરમાં 673 રનો બનાવ્યા હતા. જ્યારે કોહલીએ આ વર્લ્ડ કપની 11 ઈનિંગમાં 765 રન બનાવ્યા. 

વનડેમાં સૌથી વધારે સેન્ચુરી લગાવનાર પ્લેયર 

  • વિરાટ કોહલી- 279 ઈનિંગ- 50 સેન્ચુરી 
  • સચિન તેંડુલકર- 452 ઈનિંગ- 49 સેન્ચુરી 
  • રોહિત શર્મા- 253 ઈનિંગ- 31 સેન્ચુરી 
  • રિકી પોન્ટિંગ- 365 ઈનિંગ- 30 સેન્ચુરી 
  • સનથ જયસૂર્યા- 433 ઈનિંગ- 28 સેન્ચુરી 

ચોકર્સ સાઉથ આફ્રીકાના પણ દમદાર રેકોર્ડ 
ચોકર્સ કહેવાતી સાઉથ આફ્રીકી ટીમ ભલે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાથી હારી ગઈ હોય પરંતુ તેણે પણ દમદાર રેકોર્ડ બનાવ્યો છે. સાઉથ આફ્રીકા વર્લ્ડ કપની કોઈ એક મેચમાં સૌથી મોટો સ્કોર બનાવનાર ટીમ બની ગઈ છે. તેણે લીગ મેચમાં શ્રીલંકાની સામે 5 વિકેટ ગુમાવીને 428 રન બનાવ્યા હતા. આ સમયે ક્વિંટન ડિકોક, કસી વેન ડેર ડુસેન અને એડેન માર્કરમે સેન્ચુરી મારી. 

માર્કરમે 49 બોલ પર સેન્ચુરી મારી હતી. સાથે જ આફ્રીકી ટીમ એક વર્લ્ડ કર સીઝનમાં સૌથી વધારે 9 સેન્ચુરી મારનાર પહેલી ટીમ બની ગઈ છે. તેના ઉપરાંત પણ આફ્રીકી ટીમના નામે એક દમદાર રેકોર્ડ બન્યો છે. આ એક વર્લ્ડ કપ સીઝનમાં સૌથી વધારે 4 વખત 350થી વધારે સ્કોર બનાવનાર પહેલી ટીમ બની છે. 

શમીએ લીધી સૌથી ઝડપી 50 વિકેટ 
ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી તેજ 50 વિકેટ લેનાર પહેલા બોલર બની ગયા છે. તેમણે આ સીઝનમાં 7 મેચ રમી અને 10.7ની દમદાર સરેરાશથી સૌથી વધારે 24 વિકેટ લીધી છે. 

આ કોઈ એક વર્લ્ડ કપ સીઝનમાં ત્રીજી સૌથી વધારે વિકેટ રેકોર્ડ છે. શમીએ આ સીઝનમાં સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડના સામે શાનદાર બોલિંગ કરતા 57 રન આપીને 7 મોટી વિકેટ લીધી. 

એક વનડે મેચમાં સૌથી વધારે વિકેટ લેનાર ભારતીય બન્યા શમી 

  • 7/57- મોહમ્મદ શમી Vs ન્યૂઝીલેન્ડ, મુંબઈ, 2023 વર્લ્ડ કપ 
  • 6/4- સ્ટુઅર્ટ બિન્ની Vs બાંગ્લાદેશ મીરપુર, 2014
  • 6/12 - અનિલ કુંબલે Vs વેસ્ટ ઈન્ડિઝ, કોલકાતા, 1993
  • 6/19 - જસપ્રિત બુમરાહ Vs ઈંગ્લેન્ડ, ધ ઓવલ, 2022
  • 6/21 - મોહમ્મદ સિરાજ Vs શ્રીલંકા, કોલંબો, 2023

રોહિત શર્માએ એક વખત ફરી મચાવી ધમાલ 
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક વખત ફરી વર્લ્ડ કપમાં સૌથી વધારે 597 રન બનાવ્યા. આ સમયે તેમણે એક સેન્ચુરી મારી. રોહિતે અફઘાનિસ્તાનના સામે 131 રનોની ઈનિંગ રમી હતી. 

તેની સાથે જ રોહિત વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી વધારે 7 સેન્ચુરી મારનાર એકલા પ્લેયર બની ગયા છે. તેમણે સચિન તેંડુલકર અને ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તેમણે સંયુક્ત રૂતે 6-6 સેન્ચુરી બનાવી છે. 

મેક્સવેલે મારી વર્લ્ડ કપ ઈતિહાસની સૌથી ફાસ્ટ સેન્ચુરી 
ઓસ્ટ્રેલિયન સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આ વર્લ્ડ કપમાં એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેમણે વર્લ્ડ કપ ઈતિહાસની સૌથી ફાસ્ટ સેન્ચુરી મારી છે. મેક્સવેલે આ ઉપલબ્ધિ લીગ સ્ટેજમાં નેધરલેન્ડ્સ સામે મેચમાં મેળવી હતી. 

આ મેચમાં મેક્સવેલે 40 બોલ પર સેન્ચુરી મારી હતી. તેમણે સાઉથ આફ્રીકાના એડેન માર્કરમનો રેકોર્ડ તોડ્યો હતો. માર્કરમે આ સીઝનમાં શ્રીલંકાસામે 49 બોલ પર રેકોર્ડતોડ સેન્ચુરી મારી હતી. 

મેક્સવેલની ડબલ સેન્ચુરી વાળી ઈનિંગ 
આ વર્લ્ડ કપમાં મેક્સવેલે એક એવી ઈનિંગ રમી હતી જે કોઈ ક્રિકેટ ફેન નહીં ભુલી શકે. હકીકતે અફઘાનિસ્કાનના સામે લીગ મેચમાં 292 રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે 91 રનો પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે મેક્સવેલે 128 બોલ પર 201 રનોની ડબલ સેન્ચુરી મારી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ