બ્રેકિંગ ન્યુઝ
VTV / Reasons Why Your Period Has Stopped
ADVERTISEMENT
મહિનાના એ દિવસોમાં પેટનો નીચલો ભાગ ખૂબ દુ:ખે છે સામાન્ય રીતે મહિલાઓને સહનીય દર્દ થાય છે જેમા કોઈ હળવા ડોઝ વાળી દવા લેવાથી આરામ મળી જાય છે. પણ કેટલીક સ્ત્રીઓને ભયાનક દુખાવો થાય છે જેને ડિસ્મેનોરિયા કહેવામાં આવે છે. જે સ્ત્રીઓ ને આવી સમસ્યા થાય છે તેમને અનેકવાર પીરિયડ્સ નથી થતા અને અનિયમિત રીતે થાય છે.

ADVERTISEMENT
માસિક ધર્મના દિવસોમાં પ્રોસ્ટેગ્લાનડિંસનો સ્ત્રાવ થાય છે. જેને કારણે દુખાવો થાય છે. માસિક ધર્મના દિવસોમાં ગર્ભાશયની માંસપેશીઓ સંકુચિત અવસ્થામાં આવી જાય છે. જેથી ગર્ભાશયમાં ભરેલી બધી ગંદકી જેવું કે ગંદું લોહી, ઈંડાં વગેરે બહાર નીકળી જાય.
અનેક સ્ત્રીઓને આ દિવસોમાં ઉલ્ટી, થાક, માથાનો દુખાવો અને ડાયેરિયા પણ થાય છે. પીરિયડ્સના દિવસોમાં પેટનો આકાર પણ બદલાય જાય છે અને તે થોડો ફૂલી જાય છે. ખૂબ તીવ્ર દુખાવો થાય છે અને પાંચ દિવસ સુધી સતત રક્તસ્ત્રાવ થવાને કારણે યોનિમાં ખૂબ ભીનાશ પણ લાગે છે.
ADVERTISEMENT

આ સ્થિતિઓ વિવિધ મહિલાઓ અને વિવિધ માસિક ધર્મોમાં જુદી જુદી હોઈ શકે છે. તેમાં ક્રેમ્પિંગ, બ્લીડિંગ કે બેચેની થવી વગેરેનો સમાવેશ છે. અનેક મહિલાઓ જણાવે છે કે પીરિયડ્સ દરમિયાન તેઓ વધુ ભાવનાત્મક થઈ જાય છે અને તેમને તેમના રોજના કાર્ય કરવામાં મુશ્કેલી આવે છે.
ADVERTISEMENT
પ્રોટીનની કમીના લક્ષણ
આ લક્ષણ બતાવે છે કે, પ્રોટીનની કમીને કારણે અનેક મહિલાઓને ખૂબ થાક અને કમજોરી અનુભવાય છે. આ બધું આ સમયે હોર્મોન્સમાં થનારા પરિવર્તનને કારણે હોય છે. આ માસિક ધર્મનાં સામાન્ય લક્ષણ છે. આજે અહીં આ લેખમાં આપણે માસિક ધર્મ સાથે જોડાયેલાં કેટલાંક એવા લક્ષણો વિશે બતાવીશું જે કોઈ બીમારી કે સમસ્યા તરફ સંકેત કરે છે.
ADVERTISEMENT

પીરિયડ્સનું અચાનક બંધ થવું
ADVERTISEMENT
શું થાય છે જ્યારે અચાનક તમારા પીરિયડસ આવવા બંધ થઈ જાય છે? જેના બે કારણ હોય શકે છે કે કા તો તમે ગર્ભવતી છો અથવા મેનોપૉઝ આવી રહ્યો છે. જો આ બંને કારણો નથી છતાં તમને પીરિયડ્સ નથી આવી રહ્યા તો પૉલીસિસ્ટિક ઓવેરિયન સિંડ્રોમ, અસામાન્ય થાઈરાઈડ ગ્લેંડ, લો બોડી ફેટ અને ક્યારેક ક્યારેક તનાવ વધુ થવો વગેરેની સમસ્યા પણ થઈ શકે છે. જેથી જો પીરિયડ્સ આવવાનું બંધ થઈ જાય તો હળવાશમાં ન લેતા અને તરત જ કોઈ સારાં ડોક્ટરને બતાવો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.