બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / realme x launched in india price specifications detailed

ટેક્નોલોજી / Realmeએ ભારતમાં લોન્ચ કર્યો Realme X, પોપ અપ સેલ્ફી કેમેરા સાથે આ છે ખાસિયતો

vtvAdmin

Last Updated: 07:35 PM, 15 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Realme X ને ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. માર્કેટમાં તેની કોમ્પીટિશન રેડમી નોટ 7 પ્રો, વીવો જેડ 1 પ્રો અને સેમસંગ ગેલેક્સી એમ40 જેવા સ્માર્ટફોન સાથે થશે. આ સાથે રેડમી 20 સાથે પણ કરવામા આવશે. Realme Xની સૌથી મોટી ખાસિયત તેનો રિયલમી એક્સ પોપ-અપ સેલ્ફી કેમેરો, 19.5:9 ડિસપ્લે પેનલ અને ઓક્ટો-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર મળશે.

Realme Xમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. તેની સ્પેશિયલ સ્પાઇડર મેન: ફાર ફ્રોમ હોમ એડિશન પણ છે. ઉપરાંત રિયલમી ઇન્ડિયાના સીઇઓ માધવ શેઠે લોન્ચ ઇવેન્ટમાં એલાન કર્યું છે કે કંપની પાસે ભારતમાં 9 લાખ એક્ટિવ યૂઝર્સ છે.

Realme Xની કિમંત 16,999 રૂપિયાથી શરૂ થાય છે. આ પ્રાઇઝ 4 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિયેન્ટની છે. ફોનના 8 GB રેમ અને 128 GB સ્ટોરેજ મોડલની કિંમત 19,999 રૂપિયા છે. Realme Xનું વેચાણ ફ્લિપકાર્ટ અને રિયલમી ઓનલાઇન સ્ટોર પર 24 જુલાઇથી શરૂ થશે. ફિજિકલ રિટોલ સ્ટોરમાં પણ તે ઉપલબ્ધ રહેશે. 

રિયલમીએ માર્કેટમાં ખાસ સ્પાઇડર મેન: ફાર ફ્રોમ હોમ એડિશનને ઉતારી છે. આ સ્પેશિયલ એડિશન 20,999 રૂપિયામાં મળશે. તે 8 GB રેમ અને 128 GB સ્ટોરેજથી લેસ હશે. કંપની Realme Xના ગાર્લિક અને અનિયન વેરિયેન્ટ પણ લાવશે. તે 8 GB રેમ અને 128 GB સ્ટોરેજથી લેસ હશે. તેની કિંમત 19,999 રૂપિયા હશે. બંને સ્પેશિયલ વેરિયેન્ટને ઓગસ્ટ મહીનાના મધ્યથી ઉપલબ્ધ બનશે.  Realme Xની સાથે માર્કેટમાં Realme 3i ને પણ માર્કેટમાં ઉતાર્યો છે. 

 

Realme X સ્પેસિફિકેશન

ડ્યૂઅલ-સિમ (નેનો) Realme X એન્ડ્રોઇડ 9 પાઇ પર આધારિત કલરઓએસ 6.0 પર ચાલશે. ફોન 6.63 ઇન્ચની ફૂલ-એચડી+ (1080x2340 પિક્સેલ) એમોલેડ સ્ક્રીનથી લેસ છે. તેનો આસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. ઇન ડિસપ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરથી લેસ આ સ્માર્ટફોન પર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5ની પ્રોટેક્શન છે. સ્માર્ટફોનમાં ઓક્ટો-કોર સ્નેપડ્રેગન 710 પ્રોસેસર સાથે 8 GB સુધી રેમ મળશે. ઇનબિલ્ટ સ્ટોરેજ 128 GB સુધી છે. 

Realme X બે રિયર કેમેરા સાથે મળશે. અહીં F/ 1.7 અપર્ચર વાળા 48 મેગાપિક્સેલનો પ્રાઇમરી સેન્સર છે. તેના સાથે એફ/ 2.4 અપર્ચર વાળો 5 મેગાપિક્સેલનો સેકન્ડરી કેમેરો આપવામાં આવ્યો છે. પોપ-અપ મોડ્યૂલમાં 16 મેગાપિક્સેલના સેલ્ફી સેન્સરને જગ્યા મળી છે. ફોનની બેટરી 3765 mAhની છે અને તે VOOC 3.0 ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.  સ્માર્ટફોનના અન્ય સ્પેસિફિકેશનમાં યૂએસબી ટાઇપ-સી પોર્ટ, ડોલ્બી એટમસ સપોર્ટ, 4G એલટીઇ સપોર્ટ, વાઇ-ફાઇ 8.02.11 એસી, બ્લૂટૂથ 5 અને જીપીએસ સામેલ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Features Realme X Specifications Tech Update smartphones technology news Technology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ