ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 500 અને 1000ની જુની નોટ બદલવા પર RBIનો નવો નિયમ, જાણો શું છે સત્ય

ફેક્ટ ચેક / 500 અને 1000ની જુની નોટ બદલવા પર RBIનો નવો નિયમ, જાણો શું છે સત્ય

Published By: Nirav Kumar

Last Updated: 04:39 PM, 20 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂની 500 અને 1000 રૂપિયાની નોટોને લઈએ એક દાવો સોશિયલ મીડિયા પર વાયરલ છે. જેમાં કહેવાઈ રહ્યું છે કે, આ નોટોને બદલવા માટે એક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે.

ADVERTISEMENT

સોશિયલ મીડિયા પર જૂની 500 અને 1000 ની નોટો વિશે એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે RBI એ જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બદલવા માટે એક નવી સુવિધા શરૂ કરી છે. એવામાં PIB ફેક્ટ ચેકે આ દાવાને સંપૂર્ણ રીતે ખોટો જાહેર કર્યો છે. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની ફેક્ટ ચેક ટીમે સ્પષ્ટતા કરી છે કે આ દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. RBI એ ન તો કોઈ નવા નિયમો જાહેર કર્યા છે કે ન તો તેને જૂની નોટો બદલવા માટે કોઈ તજવીજ હાથ ધરી છે.

  • RBIએ કોઈ નથી કરી નવી જાહેરાત

RBI એ તાજેતરમાં કોઈ જાહેરાત કરી નથી જેમાં જનતાને જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બદલવાની મંજૂરી આપવામાં આવી હોય.આથી આવા મેસેજ, WhatsApp ફોરવર્ડ્સ કે સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર વિશ્વાસ કરવો ખોટું ગણાશે. સચોટ માહિતી માટે હંમેશા RBI ની સત્તાવાર વેબસાઇટ કે વિશ્વસનીય સરકારી સ્ત્રોતો પર આધાર રાખો.

ઉલ્લખનીય છે કે, 8 નવેમ્બર 2016 ના રોજ ભારત સરકારે 500 અને 1000 રૂપિયાની જૂની નોટો ચલણમાંથી પાછી ખેંચી લીધી હતું. આ પગલું 2016 માં ભારતમાં નોટબંધી તરીકે ઓળખાય છે. આ નિર્ણયનો હેતુ કાળા નાણાંને કાબૂમાં લેવા, નકલી નોટોને કંટ્રોલ કરવા અને ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવાનો હતો. ત્યારબાદ નવી 500 અને 2000 રૂપિયાની નોટો જાહેર કરવામાં આવી હતી. હવે 2000 રૂપિયાની નોટ પણ તબક્કાવાર બંધ કરવામાં આવી છે.

  • PIB ફેક્ટ ચેકને ફરિયાદ આ રીતે કરવી

જો તમને લાગે છે કે કોઈ સમાચાર વીડિયો કે વાયરલ પોસ્ટ ફેક છે તો તમે તેને PIB ફેક્ટ ચેક ટીમને WhatsApp દ્વારા મોકલી શકો છો. જેમાં +91 8799711259 કે ઇમેઇલ: [email protected] પર મોકલવાનું રહેશે.

જો તમને બેંકનોટ/સિક્કાના ટ્રાન્જેક્શનમાં કોઈ સમસ્યા આવે અને બેંક 30 દિવસની અંદર તેનું નિરાકરણ ન કરે તો તમે રિઝર્વ બેંક - સંકલિત લોકપાલ યોજના 2021 હેઠળ ફરિયાદ નોંધાવી શકો છો. તમારે ફરિયાદ પોર્ટલ https://cms.rbi.org.in દ્વારા તમારી ફરિયાદ ઓનલાઈન નોંધાવવી પડશે.

વધુ વાંચો : માનો કે, ટ્રેન છૂટી ગઇ, તો શું એજ ટિકિટથી અન્ય ટ્રેનમાં ટ્રાવેલિંગ કરી શકાય? જાણો નિયમ

  • 500 ની અસલી નોટ આ રીતે ઓળખવી

RBI અનુસાર નવી 500 ની નોટમાં અનેક સુરક્ષા ફીચર્સ છે, જેમાં 45° ના ખૂણા પર જોવામાં આવે ત્યારે "500" ની લેટેન્ટ ઈમેજ દેખાય છે. સિક્યોરીટી થ્રેડ લીલાથી વાદળી રંગમાં બદલાય છે. મહાત્મા ગાંધીની તસવીર અને વોટરમાર્ક હોય છે. "RBI," "INDIA," અને "RBI500INDIA" જેવા નાના અક્ષરો સ્પષ્ટપણે દેખાય છે. ઓછી દ્રષ્ટિ ધરાવતા લોકો માટે, છાપકામ ઊંભરેલુ કરવામાં આવ્યું છે, જે આંગળીના ટેરવું ટચ કરીને અનુભવી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Exchange Notes Claim Viral PIB Fact Check

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ