બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
નાણા રાજ્ય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે એક સવાલના લેખિત જવાબમાં મંગળવારે રાજ્યસભામાં આ જાણકારી આપી.
તેઓએ કહ્યું કે સરકારે આરબીઆઇ દ્વારા પાંચ કેન્દ્રો, શિમલા, જયપુર, ભૂવનેશ્વર, મૈસૂર અને કોચ્ચીમાં પ્રાયોગિક પરીક્ષણ આધારે 100 રૂપિયાના મુલ્ય વાળી એક અરબ વાર્નિશ લાગેલી બેન્ક નોટોની શરૂઆત કરવાની મંજૂરી આપી છે. તેનાથી બેન્ક નોટ વધારે સમય સુધી ઉપયોગ કરવા લાયક રહેશે.
ADVERTISEMENT

ન કપાશે, ન ફાટશે
ADVERTISEMENT
નવી નોટને વધારે સંભાળીને રાખવાની જરૂર નહીં રહે. તેનું કારણ છે કે નવી નોટ ન જલ્દી કપાઇ જશે અને ન જલ્દી ફાટી જશે. કેમકે તેના પર વાર્નિશ પેન્ટ ચઢાવેલું હશે. હાં, એ જ વાર્નિશ પેન્ટ જે આપણે લાકડા અથવા ધાતુને પેન્ટ કરતા સમયે ઉપયોગ કરીએ છીએ.
.jpg)
ADVERTISEMENT
ઘણા દેશોમાં ઉપયોગ થાય છે વાર્નિશ નોટ
ભારત પહેલો દેશ નથી, જ્યાં વાર્નિશ નોટનો ઉપયોગ કરવામાં આવશે. વર્તમાન સમયમાં દુનિયાના ઘણા દેશોમાં વાર્નિશ નોટોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ભારતીય રિઝર્વ બેન્કે પણ તેને દેશમાં અજમાવવાનો નિર્ણય લીધો છે. નોટોને ગંદકીથી બચાવવા માટે ઘણા દેશોમાં પ્લાસ્ટિક નોટોનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
ADVERTISEMENT
.jpg)
શા માટે આ નિર્ણય લેવામાં આવ્યો?
ADVERTISEMENT
વર્તમાન નોટ જલ્દી જ ખરાબ થઇ જાય છે. આ જલ્દી જ કપાઇ જાય છે, ફાટી જાય છે અથવા તો મેલા થઇ જાય છે. રિઝર્વ બેન્કને દર વર્ષે લાખો કરોડ રૂપિયાની ગંદી કપાઇ ગયેલી-ફાટેલી નોટ રિપ્લેસ કરવી પડે છે. સામાન્ય રીતે દર પાંચમાંથી એક નોટ દર વર્ષે હટાવવી પડે છે. તેના પર ખુબ જ ખર્ચ કરવો પડે છે. આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે ઘણા દેશ પ્લાસ્ટિકની નોટોનો ઉપયોગ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.