બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / RBI Rules For Cards Transections rbi new rules for debit and credit card

RBI Rules / તમારી પાસે પણ ડેબિટ કે ક્રેડિટ કાર્ડ હોય તો થઈ જજો સાવધાન: જાણી લો RBIના નવા નિયમો, નહીંતર આવશે મુસીબત

Arohi

Last Updated: 04:27 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI Rules For Cards Transections : ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ યુઝ કરતા લોકો સાવધાન થઈ જજો નહીં તો તમને તેના દ્વારા થતા ટ્રાન્ઝેક્શન્સમાં મુશ્કેલી આવી શકે છે.

  • ડેબિટ-ક્રેડિટ કાર્ડ ધારકો સાવધાન
  • જાણી લો RBIના નવા નિયમો
  • નહીંતર આવશે મુસીબત

દેશમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, પ્રીપેડ કાર્ડના નેટવર્કનો વિસ્તાર ખૂબ ઝડપથી વધી રહ્યો છે અને સમય સમય પર તેની સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર પણ થાય છે. દેશના કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હાલમાં જ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા અપડેટ ગાઈડલાઈન્સ જાહેરા કરી છે. આ નવા નિયમો બધા પ્રકારના કાર્ડ હોલ્ડર્સની સુરક્ષા અને સલામતી સેફ્ટી એક્સપેરિમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. જો તમે પણ ક્રેડિટ-ડેબિટ કાર્ડ હોર્લડર્સ છો તો તમારા માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે. 

જરૂરી ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન 
ઈલેક્ટ્રોનિક કાર્ડ ટ્રાન્ઝેક્શન્સની તરફ વધારે સિક્યોર બનવા માટે આરબીઆઈએ બધા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સને એક ટૂ-ફેક્ટર ઓથેન્ટિફિકેશન પ્રોસેસ દ્વારા જ આગળ વધવાના આદેશ આપ્યા છે. તેના હેઠળ કાર્ડહોલ્ડર્સને વધારાની વેરિફિકેશનની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે જેવું કે કોઈ યુનીક પિન કે વન ટાઈમ પાસવર્ડ દ્વારા જ તમારૂ ટ્રાન્ઝેક્શન સુરક્ષિત રીતે થઈ શકે છે. 

કોન્ટેક્ટલેસ કાર્ડ ટ્રાન્ઝેક્શન લિમિટ 
RBIએ કાર્ડધારકોને એક બીજી સુવિધા આપતા કોન્ટેક્ટલેસ કાર્ડ ટ્રાન્ઝેક્શનની લિમિટમાં સંશોધન કર્યું છે. કાર્ડધારક પિન એન્ટર કર્યા વગર 5000 રૂપિયા સુધીના કોન્ટેક્ટલેન્સ પેમેન્ટ્સ પ્રતિ ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આ ફેરફાર દ્વારા RBIનો પ્રયત્ન રહેશે કે નાના ટ્રાન્ઝેક્શન માટે ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવે અને તેમને સરળ બનાવી શકાય. 

વિદેશમાં કાર્ડના ઉપયોગને પ્રોત્સાહન 
ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સના ઈન્ટરનેશનલ ઉપયોગ પર RBIએ અમુક મર્યાદા લગાવી છે. કાર્ડ ધારકોએ પોતાના પ્રેફરેન્સના હિસાબથી આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન માટે કાર્ડને ઈનેબલ કે ડિસેબલ કરવું જરૂરી છે. આ ફિચર દ્વારા કાર્ડધારકોને દેશથી બહાર તેમના કાર્ડને ખોટી રીતે ઉપયોગ કરવાથી બચાવી શકાશે. 

ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એલર્ટ 
RBIએ બધી બેંકોને જરૂરી રૂપથી ગ્રાહકોને બધા પ્રકારાના કાર્ડ ટ્રાન્ઝેક્શન માટે અસએમએસ અને ઈમેલ એલર્ટ્સ મોકલવાનો આદેશ આપ્યો છે. આ બધા એલર્ટ્સ રિયલ ટાઈમ અપડેટ હેઠળ હોવા જોઈએ અને ટ્રાન્ઝેક્શન થવાના વધારેમાં વધારે 5 મિનિટની અંદર ગ્રાહકો સુધી પહોંચી જવું જોઈએ. 

ટ્રાન્ઝેક્શન લિમિટ 
કસ્ટમપ્સને ફ્રોડ અને છેતરપિંડીથી બચાવવા માટે RBIએ ફેલ થતા કાર્ડ ટ્રાન્ઝેક્શન્સ પર પણ લિમિટ લગાવી દીધી છે. જો કોઈ કાર્ડ ટ્રાન્ઝેક્શન ફેલ થાય છે તો બેંક અને નાણાકીય સંસ્થાઓને તે નક્કી સમયની અંદર ગ્રાહકોને તેમના પૈસા રિફંડ કરવાના રહેશે. જો બેંક કે નાણાકીય સંસ્થાને ફેલ થયેલ ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ લગાવ્યા તો તેને પણ ગ્રાહકને પરત આપવાનો રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ