બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / RBI is bringing a shiny new note of 100 rupees

ફેરફાર / હવે બદલાઇ જશે 100રૂ.ની નોટ, ફાટવાની ચિંતા નહી અને ખાસિયત જાણીને કાગડોળે રાહ જોશો

Last Updated: 12:06 PM, 29 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ચલણી નોટોમાં અત્યાર સુધી ઘણા બદલાવ થયા છે. 1 રૂપિયાની નોટથી 2000 રૂપિયા સુધીની ચલણી નોટો આવી છે પરંતુ હવે 100 રૂપિયાની એવી નોટ આવશે જે પહેલા કરતા મજબૂત હશે.

  • RBIએ કર્યો નિર્ણય 
  • બદલાઇ જશે 100 રૂપિયાની નોટ 
  • પ્લાસ્ટિકની આવશે ચલણી નોટ 

RBIએ કર્યો નિર્ણય 
100 રૂપિયાની નોટમાં પણ ઘણા બદલાવ થયા છે. સાઇઝથી લઇને કલર સુધીના બદલાવ આપણે સ્વિકાર્યા છે. હવે 100 રૂપિયાની નોટ બદલાઇ જશે. તે વધારે ચમકદાર હશે અને RBIએ કહ્યું છે કે, 100 રૂપિયાની નોટમાં વાર્નિશ લાગશે. હાલમાં તેને ટ્રાયલ બેઝ પર બહાર લાવવામાં આવશે.

આવી નોટ પાછળ શું કારણ 
આ પ્રકારની નવી નોટ પાછળનું કારણ છે કે તે ટકાઉ છે. આવી નોટથી છેતરપિંડીની ઘટનાઓ ઓછી થશે. લોકો નકલી નોટ લઇને તેને વટાવી દેતા હતા પરંતુ આ નોટની નકલ નહી કરી શકે. એક બીજુ કારણ તે પણ છે કે અત્યારે આપણે જે નોટ યુઝ કરીએ છીએ તે જલ્દી ફાટી જવાની બિક રહે છે અને જો કપડા સાથે ધોવાઇ જાય તો ફાટી પણ જાય છે અંતે તમારુ 100 રૂપિયાનું નુકસાન થાય છે. ફાટેલી નોટોને રિપ્લેસ કરવી પડે છે અને તેમાં વધારે રૂપિયા ખર્ચાય છે. માટે પ્લાસ્ટિકની નોટ લાવવાનો વિચાર RBI કરી રહી છે. 

ફાટશે નહી આ નોટ 
ફીલ્ડ ટ્રાયલ જો સફળ રહેશે તો આ નોટને ધીરે ધીરે માર્કેટમાં લાવવામાં આવશે અને જૂની નોટોને હટાવી લેવામાં આવશે. તેની જગ્યાએ નવી અને વધુ ચમકદાર નોટ આવશે. 

વાર્નિશવાળી આ નોટો વિશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં વાત કરી છે. તેમણે પોતાના પ્લાનમાં વાર્નિશવાળી નોટને પણ સ્થાન આપ્યુ છે. 

નવી નોટને વધારે સંભાળીને રાખવાની જરૂર નથી કારણકે તે જલ્દી ફાટશે નહી. પાણીમાં જલ્દી ઓગળશે નહી અને વાર્નિશ પેન્ટના કારણે તે લાંબો સમય નવી જ રહેશે. 

વાર્ષિક રિપોર્ટમાં શું કહ્યું 
વાર્ષિક રિપોર્ટમાં RBIએ કહ્યું છે કે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે નકલી નોટોની સંખ્યામાં વધારો થયો છે. 10ની નકલી નોટ 20.2 ટકા, 20ની નકલી નોટ 87.2 ટકા, 50ની નકલી નોટ 57.3 અને 500 તેમજ 2000ની નકલી નોટ પણ સામે આવી છે. 2000ની નકલી નોટમાં 21.9 ટકા વધારો થયો છે. આ પ્રકારની છેતરપિંડી રોકવા માટે બેન્કે નવી નોટનો વિચાર કર્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

100 Rupee Note RBI fraud ચલણી નોટો business
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ