બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / RBI Governor Shaktikanta Das said 2000 notes are legal, We are withdrawing the its circulation only

દેશ / ચિંતા ના કરશો, લીગલ જ છે 2000ની નોટ, હજુ 4 મહિનાનો સમય...: RBIના ગવર્નરનું મોટું નિવેદન

Vaidehi

Last Updated: 01:10 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI ગવર્નરે કહ્યું કે '2000 રૂપિયાની નોટ લાવવાનો ઉદેશ્ય પૂર્ણ થતાં તેનું માત્ર સર્ક્યુલેશન બંધ કરવામાં આવ્યું છે.નોટ હજુ પણ લીગલ જ છે, આરામથી બદલો.'

  • 2000 રૂપિયાનું  નોટનું સર્ક્યુલેશન બંધ કરવાનાં મુદે ગવર્નરે તોડ્યું મૌન
  • કહ્યું નોટબંધી બાદ જૂની નોટોને રિપ્લેસ કરવાનો હતો ઉદેશ્ય
  • '4 મહિનાનો સમય આપ્યો છે. તમે આરામથી નોટ બદલો'

2000 રૂપિયાની નોટનું સર્ક્યુલેશન બંધ થવા પર RBIનાં ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે RBIનો 2000 રૂપિયાની નોટ લાવવાનો ઉદેશ્ય પૂર્ણ થઈ ગયો છે. સામાન્ય જનતાને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય તેવી વ્યવસ્થા અંતર્ગત 2000 રૂપિયાની નોટ બદલવામાં અને જમા કરવામાં આવશે. બેંકોને તેના માટે તૈયાર રહેવા આદેશો આપવામાં આવ્યાં છે.

'ચિંતા ન કરો, નોટ લીગલ જ છે'- શક્તિકાંત દાસ
તેમણે કહ્યું કે નોટને બદલવા માટે લોકોએ બેંકમાં ભીડ લગાડવાની કોઈ જરૂર નથી. અમે 4 મહિનાનો સમય આપ્યો છે. તમે આરામથી નોટ બદલો. પરંતુ આ સમયસીમાને ગંભીરતાથી લેવું. આગળ જણાવ્યું કે ડેડલાઈન 30 સપ્ટેમ્બર પછી પણ 2000ની નોટ લીગલ જ રહેશે. હાલમાં માત્ર સર્ક્યુલેશન બંધ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
 
જણાવ્યું આ કારણ
RBI ગવર્નરે કહ્યું કે નોટબંધીનાં સમયે 500 અને 1000ની જૂની નોટોને રિપ્લેસ કરવા માટે મુખ્યત્વે 2000 રૂપિયાની નોટ લાવવામાં આવી હતી.  હવે RBIનો ઉદેશ્ય પૂર્ણ થયો છે. હવે બજારમાં વધુ વેલ્યૂની નોટોની આવશ્યકતા ન હોતાં તેને ચલણની બહાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે 30 સપ્ટેમ્બર સુધી તેને સરળતાથી બેંકમાં જમા અથવા તો એક્સચેન્જ કરાવી શકાશે. તેમણે કહ્યું કે ભારતની કરેંસી મેનેજમેન્ટ સિસ્ટમ ઘણી મજબૂત છે. 500 રૂપિયાની વધારે નોટો લાવવાનો નિર્ણય જનતાની માંગ અનુસાર લેવામાં આવશે.

ક્લીન નોટ પોલિસી
RBI ગવર્નરે કહ્યું કે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી દૂર કરવું એ ક્લીન નોટ પોલિસીનો એક ભાગ છ અને તેને RBIનાં કરેન્સી મેનેજમેન્ટ સિસ્ટમનો જ એક ભાગ માનવામાં આવે છે. નોટ બદલવા માટે જે પણ મુશ્કેલીઓ આવશે તેને RBI સાંભળશે અને મદદ કરશે. જનતાને કોઈ તકલીફ ન પડે તેની ધ્યાન રાખવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ