બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ravi ashwin warning shikhar dhawan mankading jos buttler reaction viral

IPL 2023 / આર અશ્વિને 'માંકડિંગ' થી બટલરને આઉટ કર્યો પણ શિખર ધવનને આપી ચેતવણી, VIDEO થયો વાયરલ

Megha

Last Updated: 04:10 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2019માં ઈતિહાસમાં પહેલીવાર કોઈ ખેલાડી 'માંકડિંગ'નો શિકાર બન્યો હતો.પંજાબ તરફથી રમતા અશ્વિને રાજસ્થાન તરફથી રમી રહેલા બટલરને માંકડિંગ સાથે રન આઉટ કર્યો હતો.

  • 'માંકડિંગ' દ્વારા રનઆઉટ કરવો એ ક્રિકેટનો મહત્વનો ભાગ બની ગયો 
  • IPL 2019માં ઈતિહાસમાં પહેલીવાર કોઈ ખેલાડી 'માંકડિંગ'નો શિકાર બન્યો
  • અશ્વિનને અટકતા જોઈને ધવન ક્રિઝ પર પાછો આવ્યો

હાલના સમયમાં 'માંકડિંગ' દ્વારા રનઆઉટ કરવો એ ક્રિકેટનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. ઘણી ટીમો અને ખાસ કરીને બોલરો ખેલાડીની ભાગીદારી તોડવા અથવા મોટી વિકેટો મેળવવા માટે આ ટેકનિકનો આશરો લે છે. 

જણાવી દઈએ કે આઈપીએલમાં બુધવારે કંઈક આવું જ થયું હતું જ્યારે રવિચંદ્રન અશ્વિને શિખર ધવનને આ વિશે ચેતવણી આપી હતી અને આ બધામાં ટ્રોલ જોસ બટલર થયો છે. નોંધનીય છે કે IPL 2019માં ઈતિહાસમાં પહેલીવાર કોઈ ખેલાડી 'માંકડિંગ'નો શિકાર બન્યો હતો. એ બાદ પંજાબ તરફથી રમતા અશ્વિને રાજસ્થાન તરફથી રમી રહેલા બટલરને માંકડિંગ સાથે રન આઉટ કર્યો હતો. જે બાદ આ મામલે ઘણો વિવાદ થયો હતો. 

જો કે એ વિવાદ બાદ આઈસીસી અને એમસીસીએ તેને રન આઉટના ભાગ રૂપે સ્વીકાર્યું હતું. હવે આ ઘટનામાં અશ્વિનની ટીમ બદલાઈ ગઈ છે. હાલ જે ઘટના થઈ તેમાં અશ્વિનની ટીમ બદલાઈ છે પણ મેચ પંજાબ અને રાજસ્થાન વચ્ચે જ હતો. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ધવન ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહ્યો હતો એવામાં અશ્વિન બોલિંગ કરવા આવ્યો અને બોલિંગ કરતાં અચાનક તે અટકી ગયો. ત્યાં સુધીમાં ધવન નોન-સ્ટ્રાઈકરના એન્ડ કરતાં ઘણો આગળ નીકળી ગયો અને એ બાદ અશ્વિનને અટકતા જોઈને ધવન ક્રિઝ પર પાછો આવ્યો. 

અશ્વિને ધવન તરફ તીરછી નજરે જોયું અને ત્યારે જ સ્ટેડિયમમાં ચાહકોનો ઉત્સાહ પણ વધી ગયો, જો કે એ બાદ કેમેરા જોસ બટલર તરફ વળ્યો અને ચાહકો વધુ જોરથી બૂમો પાડવા લાગ્યા હતા. નોંધનીય છે કે ચાર વર્ષ પહેલાં જ્યારે રવિચંદ્રન અશ્વિન પંજાબ કિંગ્સ (કિંગ્સ ઇલેવન પંજાબ)નો કેપ્ટન હતો, ત્યારે તેણે માંકડિંગ જોસ બટલરને આઉટ કર્યો હતો. બટલર તે મેચમાં સદી ફટકારીને રમી રહ્યો હતો અને તેની ટીમને જીતાડવાની ખૂબ નજીક હતો. પરંતુ અશ્વિને માંકડિંગ દ્વારા મેચ પલટી નાખ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ