ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
અરવિંદ ત્રિવેદી આ સીરિયલનું રિપીટ ટેલિકાસ્ટ જોઇ રહ્યા છે અને વાયરલ થયેલા આ વીડિયોમાં આ સીન જોઇને 82 વર્ષના અરવિંદ ત્રિવેદી ભાવુક થઇ ગયા. આ સીન જોતા જોતાં તેમણે હાથ પણ જોડ્યા હતા. પોતાના ઘરે બેસીની રામયણ જોતા અરવિંદ ત્રિવેદી સીતાના અપહરણનો સીન જોઇને ભાવુક થઇ ગયા હતા. રાવણ સીતાને ઉંચકીને પોતાના વાહન બેસાડ્યા અને આ સીન જોતા જ તેઓ ભાવુક થઇ ગયા અને લોકોની માફી માગી હતી. આ સીન જોતા તેમણે હાથ જોડી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, અરવિંદ ત્રિવેદી પોતે રામભક્ત છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ સિવાય સીતા બનેલા એક્ટ્રેસે દીપિકા ચિખલિયાએ આ પહેલાં સીરિયલની કાસ્ટ તથા ક્રૂની એક તસવીર શૅર કરી હતી, જેમાં રામ (અરૂણ ગોવિલ), હનુમાન (દારા સિંહ), લક્ષ્મણ (સુનીલ લહેરી), સુમિત્રા, કૌશલ્યા, કૈકઈ, ઉર્મિલા, જામવંત, કેમેરા ટીમ, ડિરેક્શન ટીમ તથા રામાનંદ સાગર જોવા મળે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વાલ્મિકી રામાયણ તથા તુલસીદાસ રામચરિતમાનસ પર આધારિત ‘રામાયણ’ સીરિયલ 1987માં પહેલીવાર ટેલિકાસ્ટ થઈ હતી. આ સીરિયલ ચાહકોને ઘણી જ પસંદ આવી હતી.
ADVERTISEMENT
બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC, બાર્ક)ના રિપોર્ટ પ્રમાણે, ‘રામાયણ’ સીરિયલ છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી વધુ જોવાતી સીરિયલ બની ગઈ છે. બાર્કના આ વર્ષના 13મા અઠવાડિયા પ્રમાણે, આ સિરિયલની વ્યૂઅરશિપ 55.6 કરોડ રહી, જે છેલ્લાં પાંચ વર્ષમાં કોઈ પણ શો માટે સૌથી વધુ છે.
સંકળાયેલા મુદ્દાઓ