બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Ramus Pharmaceuticals company will issue 3 bonus shares for every 1 share

સ્ટોક માર્કેટ / તમારી પાસે 100 શેર હશે તો થઈ જશે 400 શેર, આ કંપની આપશે બોનસ શેર

Pravin Joshi

Last Updated: 05:29 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેમસ ફાર્માસ્યુટિકલ્સના શેર આજે બુધવારે ફોકસમાં છે. કંપનીના શેરમાં આજે 20%ની ઉપલી સર્કિટ લાગી હતી અને રૂ. 8,294.10ની 52 સપ્તાહની ટોચે પહોંચી હતી.

રેમસ ફાર્માસ્યુટિકલ્સના શેર આજે બુધવારે ફોકસમાં છે. કંપનીના શેરમાં આજે 20%ની ઉપલી સર્કિટ લાગી હતી અને રૂ. 8,294.10ની 52 સપ્તાહની ટોચે પહોંચી હતી. અગાઉ મંગળવારે આ શેર રૂ. 6,911.75 પર બંધ થયો હતો. એટલે કે આજે કંપનીના શેરમાં 20% અથવા રૂ. 1,382.35નો વધારો થયો હતો. શેરના આ વધારા પાછળ એક મોટું કારણ છે. કંપનીએ તેના શેરધારકો માટે બોનસ શેરની જાહેરાત કરી છે.

Topic | VTV Gujarati

કંપની દરેક 1 માટે 3 બોનસ શેર આપશે

જણાવી દઈએ કે કંપનીએ શેરબજારને જાણ કરી હતી કે તેના બોર્ડ મેમ્બરે કંપનીના ઈક્વિટી શેરધારકોને 3:1ના રેશિયોમાં બોનસ શેર ઈશ્યૂ કરવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત, કંપનીએ FY24 માટે શેર દીઠ રૂ. 4નું બીજું વચગાળાનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. જાહેરાત મુજબ, વચગાળાના ડિવિડન્ડની ચુકવણી માટેની પાત્રતા માટેની રેકોર્ડ તારીખ 2 મે હશે.

Topic | VTV Gujarati

લિસ્ટિંગ મે 2023માં થયું હતું

મે 2023માં NSE ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ થયા બાદ રેમસ ફાર્માના શેરમાં 385 ટકાનો વધારો થયો છે. રેમસ ફાર્માના શેરમાં વાર્ષિક ધોરણે 7 ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બર 2023 ના રોજ પૂરા થયેલા સમયગાળા માટે, રીમસ ફાર્માએ રૂ. 29 કરોડના ટર્નઓવર સાથે રૂ. 8 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. શેર 97ના PE પર ટ્રેડ થઈ રહ્યા છે.

Tag | VTV Gujarati

વધુ વાંચો : અનિલ અંબાણીની કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ, શેર પહોંચ્યો 9 થી 190 રૂપિયાને પાર

શેરહોલ્ડિંગ પેટર્ન શું છે

માર્ચ 2024 માટે શેરહોલ્ડિંગ પેટર્ન દર્શાવે છે કે સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરની સરખામણીમાં પ્રમોટર્સ અને FII એ કંપનીમાં તેમનો હિસ્સો નજીવો વધાર્યો છે. કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 70.60 ટકા છે, જ્યારે FIIનો હિસ્સો 3.25 ટકા છે. સપ્ટેમ્બરના સમયગાળા માટે કંપનીમાં FIIનો હિસ્સો 2.38 ટકા હતો.
 

સંકળાયેલા મુદ્દાઓ

Company Dividend RamusPharmaceuticals Share Stock bonusshares Ramus Pharmaceuticals
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ