બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Ramayanas Sita Birthday, Rajesh Khanna arrived at Deepika chikhlia wedding uninvited

બર્થ ડે સ્પેશ્યલ / રામાયણના 'સીતા', દીપિકાના લગ્નમાં આમંત્રણ વિના પહોંચ્યા હતા રાજેશ ખન્ના, સિરિયલ સમયે ફૂલના બુકેથી ભરાઈ જતું હતું ઘર

Megha

Last Updated: 03:30 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હું મોટાભાગે જન્મદિવસ દરમિયાન શૂટિંગ સેટ પર જ રહેતી હતી પણ મને યાદ છે કે રામાયણ પછી એવો જન્મદિવસ હતો, જે કદાચ હું ક્યારેય ભૂલી શકતી નથી.' - દીપિકા ચીખલિયા

  • દીપિકા ચીખલિયાનો આજે જન્મદિવસ છે
  • મોટાભાગે જન્મદિવસ દરમિયાન શૂટિંગ સેટ પર જ રહેતી
  • આખો રૂમ ફૂલોના ગુલદસ્તાથી ભરેલો હતો
  • સુપરસ્ટાર રાજેશ ખન્ના અચાનક લગ્નમાં આવી ગયા 

રામાયણમાં સીતાનું પાત્ર ભજવીને દરેક ઘર પર રાજ કરનાર દીપિકા ચીખલિયાનો આજે જન્મદિવસ છે. આ વિશે દીપિકા એ એક વખત જણાવ્યું હતું કે જન્મદિવસને લઈને તેની ક્યારેય ઉત્તેજના એટલી નહતી પણ તેના પરિવારના સભ્યો હંમેશા પ્લાનિંગ અને સરપ્રાઈઝને લઈને ઉત્સાહિત છે. 

જણાવી દઈએ કે આ વર્ષે દીપિકા પોતાનો જન્મદિવસ મુંબઈથી દૂર અલીબાગ બીચ પર સેલિબ્રેટ કરી રહી છે અને વાતચીત દરમિયાન દીપિકાએ આ સમયે વાતચીત દરમિયાન કહ્યું હતું કે દીપિકાએ જણાવ્યું હતું કે, 'આ વર્ષે હું મારા પરિવાર સાથે મારો જન્મદિવસ ઉજવવા આવી છું અને મારા પરિવાર સાથે સમય પસાર કરવાનો પ્રયાસ કરું છું. મેં ક્યારેય જન્મદિવસને લઈને ઉત્સાહ દર્શાવ્યો નથી. હું મોટાભાગે જન્મદિવસ દરમિયાન શૂટિંગ સેટ પર જ રહેતી હતી પણ મને યાદ છે કે રામાયણ પછી એવો જન્મદિવસ હતો, જે કદાચ હું ક્યારેય ભૂલી શકતી નથી.' 

આખો રૂમ ફૂલોના ગુલદસ્તાથી ભરેલો હતો
આગળ કિસ્સો સાંભળવતા એમને કહ્યું કે, 'એવું બન્યું કે હું શૂટિંગમાં વ્યસ્ત હતી અને મારું કામ પૂરું કરીને સાંજે ઘરે પરત ફરવાની હતી જેથી હું મારી માતા સાથે ઉજવણી કરી શકું પણ જ્યારે હું ઘરે પહોંચી તો દરવાજો નહતો ખૂલી રહ્યો, પછી જ્યારે હું અંદર પ્રવેશી ત્યારે નજારો કંઈક બીજો જ હતો મારો આખો રૂમ ફૂલોના ગુલદસ્તાથી ભરેલો હતો અને એટલા બધા ગુલદસ્તા હતા કે બીજા રૂમમાં પણ ઘણા ફૂલો રાખવા પડ્યા હતા. આ પહેલા મારી સાથે ક્યારેય બન્યું ન હતું. લોકો ગુલદસ્તો મોકલતા, પણ તે પણ ગણીને દસ-પંદર પણ તે વર્ષ કંઈક બીજું હતું. મેં મારા સેક્રેટરીને કહ્યું કે એક કામ કરો બધા ગુલદસ્તાના નામ મને આપો જેથી હું એ નામ વાંચી શકું. આ ગુલદસ્તા મને ઇન્ડસ્ટ્રીના લોકો સહિત ચાહકો દ્વારા મોકલવામાં આવ્યા હતા અને મને સીતાના રૂપમાં પ્રેમ મળ્યો. '
 
સુપરસ્ટાર રાજેશ ખન્ના અચાનક લગ્નમાં આવી ગયા 
દિપીકા એ આ પહેલા એક વાતચીતમાં જણાવ્યું હતું કે 21 નવેમ્બર 1992ના રોજ પતિ હેમંત ટોપીવાલા સાથે લગ્ન કરી રહી હતી. તો એ જ સમયે સુપરસ્ટાર રાજેશ ખન્ના એ લગ્નમાં અચાનક આવી ગયા. તેણે સ્ટેજ પર જઈને દીપિકાને પણ અભિનંદન પાઠવ્યા હતા. દિપીકા એ કહ્યું હતું, 'ખૂબ જ શોકિંગ ક્ષણ હતી. ખરેખર તે સમયે રાજકારણમાં મારી સક્રિયતા વધુ અને ફિલ્મોમાં ઓછી હતી. લગ્નમાં રિસેપ્શનમાં અડવાણી સર, બાળાસાહેબ ઠાકરે અને તે સમયના મુખ્યમંત્રી જેવા ઘણા રાજકારણીઓ આવ્યા હતા અને ખૂબ ઓછા ફિલ્મી લોકોને આમંત્રણ આપ્યું હતું. 

 સપનામાં પણ નહતું વિચાર્યું કે રાજેશ ખન્ના લગ્નમાં આવે 
દીપિકાએ આગળ વાત કરતાં કહ્યું કે, ' મેં સપનામાં પણ નહતું વિચાર્યું કે રાજેશ ખન્ના લગ્નમાં આવી શકે. શરૂઆતમાં તેની સાથે કેટલીક ફિલ્મો ચોક્કસ હતી પરંતુ અમે ક્યારેય સંપર્કમાં નહોતા. આવામાં રાજેશ ખન્ના જેવા સુપરસ્ટારને આમંત્રણ આપવાનું વિચારી પણ ન શકી. આ સંકોચને કારણે મેં તેને આમંત્રણ પણ આપ્યું ન હતું. જ્યારે અચાનક તે લગ્નમાં આવી ગયા તો હું તેને જોઈને ખૂબ જ ચોંકી ગયો. મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે તે આવશે. 

દીપિકા આગળ કહે છે, ' મને આગળ જતાં ખબર પડી હતી કે એમના ઘણા નજીકના મિત્રોએ એમના રોક્યા હતા કે જ્યારે તને બોલાવવામાં નથી આવ્યા તો  શા માટે જઈ રહ્યા છો પણ એમને  એમ કહીને બધાને ચૂપ કરી દીધા કે મેં તેની સાથે કામ કર્યું છે, તેથી હું જઈને તેના લગ્ન માટે અભિનંદન આપવા માંગુ છું. તે મારા જીવનની એક ખાસ ક્ષણ બની ગઈ હતી, જેને હું ક્યારેય ભૂલી શકતો નથી. '

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ