બ્રેકિંગ ન્યુઝ
Vidhata
Last Updated: 11:06 AM, 5 April 2024
ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે. મોટા પાયે બની રહેલી આ ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો વાયરલ થઈ છે. તસવીરોમાં ટીવીનાં રામ કહેવાતા એક્ટર અરુણ ગોવિલ રાજા દશરથના પાત્રમાં દેખાઈ રહ્યા છે. જ્યારે અભિનેત્રી લારા દત્તા કૈકેયીના લુકમાં જોવા મળી રહી છે. ટ્વિટર પર આ તસવીરો વાયરલ થઈ રહી છે.
ADVERTISEMENT
#Ramayana shubharambh 🛐🐚🪷🏹🌅 pic.twitter.com/kOHD3cukKf
— Raymond (@kapoorempire) April 3, 2024
ADVERTISEMENT
રામાયણના સેટ પરથી વાયરલ થઈ તસવીરો
'રામાયણ'ના સેટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં અરુણ ગોવિલ લાંબા વાળ અને દાઢી સાથે મુગટ પહેરેલા જોઈ શકાય છે. તેમનો દેખાવ ખૂબ જ વૃદ્ધ દેખાતા રાજા દશરથનો છે. એક તસવીરમાં અરુણ ગોવિલ સાથે બે નાના બાળકો પણ જોઈ શકાય છે, જેમને ભગવાન રામ અને લક્ષ્મણનું બાળ સ્વરૂપ માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
લારા દત્તાને પર્પલ રંગની સાડી અને ગોલ્ડ જ્વેલરી પહેરેલી જોઈ શકાય છે. તેની સાથે અભિનેત્રી શીબા ચઢ્ઢા પણ દેખાઈ રહી છે. શીબાએ મરૂન આઉટફિટ પહેર્યો છે. તેને જોઈને લાગે છે કે તે મંથરાના રોલમાં હોઈ શકે છે. 'રામાયણ'નો સેટ રાજા દશરથના મહેલની જેમ બનાવવામાં આવ્યો છે. તેમાં અરુણ ગોવિલ અને લારા દત્તા ફરતા અને વાતો કરતા દેખાઈ રહ્યા છે. બંને કલાકારોની આસપાસ ફિલ્મ ક્રૂના લોકો પણ છે. એક તસવીરમાં ડિરેક્ટર નિતેશ તિવારી પણ દેખાઈ રહ્યા છે.
Awesome !! #NiteshKumarTiwari's #Ramayana Class Looks that. 🔥💫#ArunGovil sir who is also known as Lord Ram in #RamanandSagar's Ramayan 90's he is playing the role of King Dasharath 💫
— DHRUVIL (@DhruvilzSRK) April 4, 2024
Stills from Ramayana Set !!
Costume and set design are looking so good and appropriate ✨… pic.twitter.com/HMJdpR7ptv
ADVERTISEMENT
રણબીર કરી રહ્યો છે ખાસ તૈયારી
ADVERTISEMENT
ફેબ્રુઆરીમાં એવા અહેવાલો આવ્યા હતા કે અભિનેતા રણબીર કપૂર ફિલ્મ 'રામાયણ' માટે અવાજ અને બોલવાની ટ્રેનિંગ લેશે. આ ફિલ્મ માટે કલાકારો પહેલેથી જ ઘણી મહેનત કરી રહ્યા છે. એક અખભારી અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં હતું કે, રણબીરની પોતાની બેરીટોન અને લાઈન્સ ડિલિવર કરવાની રીત છે. જો તમે આંખો બંધ કરીને પણ ડાયલોગ સાંભળો તો તમે રણબીરનો અવાજ ઓળખી શકો છો. રામાયણમાં નિતેશ તિવારી ઇચ્છે છે કે રણબીરનો અવાજ તેણે અગાઉ ભજવેલા પાત્રોથી અલગ હોય. રણબીર પણ કંઈક નવું કરવાની આ પ્રક્રિયાને પસંદ કરી રહ્યો છે.
વધુ વાંચો: સાઉથ સુપરસ્ટાર અજીત કુમારનો અસલી સ્ટંટ ડરામણો, કાર પલટી મારી સીધી રોડ નીચે ખાબકી
આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવશે. સાઉથ સ્ટાર સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે. KGF સ્ટાર યશ 'રામાયણ'માં રાવણનું પાત્ર ભજવી રહ્યો છે. અહેવાલ છે કે અભિનેત્રી સાક્ષી તંવરને મંદોદરીના રોલની ઓફર કરવામાં આવી છે. ઉપરાંત, બોબી દેઓલને કુંભકર્ણની અને વિજય સેતુપતિને વિભીષણની ભૂમિકાની ઓફર કરવામાં આવી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.