બ્રેકિંગ ન્યુઝ
સાઉથના સુપરસ્ટાર અજીત કુમારનો એક દિલધડક વીડિયો સામે આવ્યો છે. જ્યાં તેની કાર પલટી ગયેલી જોવા મળે છે. આ વીડિયો તેમની આગામી ફિલ્મના શૂટિંગનો છે. તે પોતાની ફિલ્મના સ્ટંટ સીનનું શૂટિંગ કરી રહ્યા હતા. જે તે બોડી ડબલની મદદથી નહીં પણ જાતે જ કરી રહ્યા હતા. અજિત કુમારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જ્યાં તેમની કારનો અકસ્માત થાય છે. કાર હાઈવે પર પલટી ખાઈને દૂર જઈને પડી. ચાલો આ ભયાનક વિડીયો તમને બતાવીએ.
ADVERTISEMENT
Bravery knows no bounds! 💪 Witness Ajith Kumar's fearless dedication as he takes on a daring stunt sequence in #VidaaMuyarchi without any stunt double. 🫡 🔥#AjithKumar pic.twitter.com/62NyEG4cvG
— Lyca Productions (@LycaProductions) April 4, 2024
ADVERTISEMENT
અજીત કુમારનો આ વીડિયો ફિલ્મ 'વિદામુયાર્ચી'નો છે. તે લાઇકા પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ક્લિપ ગયા વર્ષના નવેમ્બરની છે. જ્યારે તે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા
ADVERTISEMENT
અજીત કુમારનો વિડિયો
વીડિયોમાં જોઈ શકાય છે કે અજીત કુમાર ડ્રાઈવિંગ સીટ પર છે. તેણે એક વ્યક્તિને પણ બાંધી છે. બીજી ક્લિપમાં, કાર વધુ ઝડપે આવે છે અને પલટી જાય છે. કાર પલટી જતાની સાથે જ ટીમ દોડીને અભિનેતાની સંભાળ લે છે. વીડિયોના અંતમાં જોઈ શકાય છે કે ઓછામાં ઓછા 15-20 લોકો અભિનેતાની કાર તરફ જતા જોવા મળે છે.
આ પણ વાંચોંઃ લગ્નના 5 વર્ષ બાદ આ બોલિવુડ એક્ટ્રેસ છે પ્રેગ્નન્ટ, શેર કર્યો બેબી બંપનો વીડિયો-ફોટો
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર ફેન્સની પ્રતિક્રિયા
અજીત કુમારનો આ વીડિયો થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. દરેક લોકો સુપરસ્ટારની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. ચાહકો કહે છે કે આ સમર્પણ તેને સુપરસ્ટાર બનાવે છે. બધા તેમને સલામ કરી રહ્યા છે.
વિદામુયાર્ચી' કલાકાર
રિપોર્ટ્સ અનુસાર, 'વિદામુયાર્ચી'ના શૂટિંગનો આ વીડિયો અઝરબૈજાનના શેડ્યૂલનો છે. આ ફિલ્મનું દિગ્દર્શન મગિઝ થિરુમેની દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અજિત કુમારની સાથે અર્જુન સરજા, ત્રિશા અને રેજિના કેસાન્ડ્રા પણ જોવા મળશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.