બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / awara paagal deewana fame actress aarti chabria pregnant

મનોરંજન / લગ્નના 5 વર્ષ બાદ આ બોલિવુડ એક્ટ્રેસ છે પ્રેગ્નન્ટ, શેર કર્યો બેબી બંપનો વીડિયો-ફોટો

Arohi

Last Updated: 11:30 AM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aarti Chabria Pregnant: બોલિવુડની ફેમસ એક્ટ્રેસ આરતી છાબડિયા લગ્નના પાંચ વર્ષ બાદ માતા બનવાની છે. પતિ વિશારદ બીડાસીની સાથે તે પોતાના પહેલા બાળકને વેલકમ કરશે. એક્ટ્રેસે વર્ષ 2019માં વિશારદ સાથે અરેન્જ મેરેજ કર્યા હતા.

ફિલ્મોની ફેમસ એક્ટ્રેસ આરતી છાબડિયા ભલે લાંબા સમયથી મોટા પડદાથી ગાયબ છે પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને મોટાભાગે પોતાના ફેન્સ સાથે પોતાની પર્સનલ લાઈફની ખબરો શેર કરતી રહે છે. લગ્નના પાંચ વર્ષ બાદ એક્ટ્રેસ માતા બનવા માટે તૈયાર છે. 

2019માં કર્યા હતા લગ્ન 
તેની ઉંમર હાલ 41 વર્ષ છે અને તે પોતાના પતિ વિશારદ બીડાસીની સાથે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે. આ કપલે 23 જૂન, 2019ની સાથે લગ્ન કર્યા હતા. વિશારદ બીડાસી ઓસ્ટ્રેલિયામાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. બે દિવસ પહેલા આરતીએ ઈન્સ્ટાગ્રામ પર મેટરનિટી શૂટનો એક વીડિયો પણ શેર કર્યો હતો. 

વધુ વાંચો : પ્રિયંકા ચોપડાની નવી ભાભી છે ફૂલ ઑન બિકિની લવર, નીલમના ફેશનેબલ ફોટોએ છે મચાવી ધૂમ

આરતી છાબડીયાએ કાળા રંગનો ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો પોતાના બેબી બમ્પને પકડીને તેણે ફોટો શૂટ કરાવ્યું. નવા ફોટોમાં આરતી સફેદ ક્રોપ ટોપની સાથે બ્લૂ ડેનિમ જીન્સ પહેર્યું છે. ફેંસ અને ઈન્ડસ્ટ્રીના તેમના મિત્રોએ આરતી છાબડિયા અને વિશારદ બીડાસીને પોતાની આ નવી જર્ની માટે શુભકામનાઓ પાઠવી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Aarti Chabria Bollywood News awara paagal deewana આરતી છાબડિયા Bollywood News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ