બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Ramayana fame Arun Govil also lashed out at Adipurush

વિવાદ / રામાયણ ફેમ અરુણ ગોવિલ પણ આદિપુરુષ પર ભડક્યાં, વીડિયો શેર કરીને ઠાલવી મનની વ્યથા

Published By: Vishnu

Last Updated: 11:12 AM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આદિપુરુષનું ટિઝર આવ્યા બાદ તે સતતને સતત વિવાદોમાં ઘેરાઈ રહ્યું છે, ત્યારે હવે અરૂણ ગોવિલે પણ આદિપુરુષને લઈને રોષ વ્યક્ત કર્યો છે. અરુણ ગોવિલે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે રામાયણ અને મહાભારત જેવા જેટલા પણ ગ્રંથો છે તે આપણી સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહર છે.

  • આદિપુરુષ વિવાદોમાં
  • રામાયણ ફેમ અરુણ ગોવિલે આપી પ્રતિક્રિયા
  • સંસ્કૃતિ સાથે ખિલવાડ અસ્વીકાર્ય

આદિપુરુષનો વિરોધ યથાવત્

સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ આદિપુરુષનું ટીઝર બહાર આવતા જ તે વિવાદોમાં આવી ગઈ છે, ટીઝર જોતાની સાથે જ લોકોએ પોતાનો અણગમો શરૂ કરી દીધો છે.  તો આ જ બાબતે રામાયણ ફેમ અરુણ ગોવિલનું રિએક્શન પણ સામે આવ્યું છે. આવો જાણીએ આ બાબત પર અરૂણ ગોવિલનું શું કહેવું છે.

 

આદિપુરુષની અરુણ ગોવિલે કરી ટીકા

આદિપુરુષ ફિલ્મનું ટીઝર બહાર પડતાની સાથે જ તે વિવાદોમાં આવી ગઈ  છે, અનેક લોકો આ ફિલ્મની ટીકા કરી રહ્યાં છે. ત્યારે અરુણ ગોવિલે પોતાની યુટ્યૂબ ચેનલ પર એક વિડીયો શેર કર્યો. તેમણે આદિપુરુષની ટીકા કરતા કહ્યું કે રામાયણ અને મહાભારત જેવા જેટલા પણ ગ્રંથ અને શાસ્ત્રો છે તે આપણી સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહર છે. આ આપણી સંસ્કૃતિ છે આપણો મૂળ છે.  સારી માનવ સભ્યતા માટે તે એક પાયા સમાન છે, અને પાયાને હલાવી શકાતો નથી કે ના બદલી શકાય છે. અને કોઈ વસ્તુના મૂળ સાથે છેડછાડ કે મઝાક કરવો એ સારી બાબત નથી. દરેકને શાસ્ત્રોમાંથી સંસ્કાર મળે છે જીવન જીવવાનો આધાર પણ મળે છે. આ વારસો જ આપણને જીવવા માટેની પ્રેરણા આપે છે. આપણી સંસ્કૃતિ સમગ્ર દુનિયામાં સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે.


 

સંકળાયેલા મુદ્દાઓ

Adipurush Controversy Adipurush Teaser Bollywood News arun govil આદિપુરુષ Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ