બ્રેકિંગ ન્યુઝ
9 એપ્રિલ મંગળવારથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. દુર્ગા નવમી અને રામ નવમીનો તહેવાર 17 એપ્રિલે ઉજવવામાં આવશે. આ વખતે રામ નવમીનો અવસર અયોધ્યા (Ayodhya) માટે ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, 500 વર્ષ બાદ રામ મંદિર (Ram Mandir) માં રામ જન્મોત્સવ (Ram Janamotsav 2024) ધામધૂમથી ઉજવવામાં આવશે. રામ જન્મોત્સવની ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. વહીવટીતંત્ર ઘરે બેઠેલા ભક્તોને પણ રામલલાના દર્શન કરાવશે.
ADVERTISEMENT
કાર્યક્રમનું જીવંત પ્રસારણ
રામ મંદિરનું વહીવટીતંત્ર રામ નવમીની જોરશોરથી તૈયારીઓ કરી રહ્યું છે. આ માટે એક બેઠક પણ યોજાઈ હતી, જે બાદ ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ભક્તોની સુવિધા માટે ઘણી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે પ્રસાર ભારતી રામ મંદિર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરશે. શહેરમાં 100 થી વધુ સ્થળોએ એલઇડી ટીવીની વ્યવસ્થા કરવામાં આવશે. લાઇવ ટેલિકાસ્ટ દ્વારા રામ ભક્તો ઘરે બેસીને ભગવાનના દર્શન કરી શકશે. ઉપરાંત ગરમીને ધ્યાનમાં રાખીને અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા
દિવસેને દિવસે ગરમી વધી રહી છે. ગરમીથી બચવા માટે રામ મંદિર (Ram Mandir) પરિસરની આસપાસ ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગરમ જમીનથી બચવા માટે મેટ પાથરવામાં આવશે. 50 થી વધુ સ્થળોએ પીવાના પાણી અને ORS પાવડરની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
વધારવામાં આવશે દર્શનની લાઇન
ચંપત રાયે જણાવ્યું કે હાલમાં રામલલાના દર્શન માટે 4 લાઇનો લગાવવામાં આવી રહી છે. ભક્તોની વધતી જતી સંખ્યાને જોતા 7 લાઈનોની વ્યવસ્થા કરવામાં આવશે.
ADVERTISEMENT
વધુ વાંચો: ચૈત્રી નવરાત્રિ પર બની રહ્યો છે 5 રાજયોગનો અદ્ભુત સંયોગ, જાણો કળશ સ્થાપનનો સમય અને પૂજા વિધિ
બેઠક વ્યવસ્થા
ADVERTISEMENT
રામલલાના દર્શન કરવા આવતા રામભક્તો માટે બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ સાથે વધુમાં વધુ લોકોને પ્રસાદ મળે તે માટેના પ્રયાસો પણ કરવામાં આવશે. ચંપત રાય તમામ ભક્તોને વિનંતી કરે છે કે તેઓ તેમના ઘરે રામનવમી ઉજવે અને ઘરે બેસીને જીવંત પ્રસારણ દ્વારા રામલાલાના દર્શન કરે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.