બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / Know about Raja Yogas to happen on Chaitra Navratri, Kalash sthapana

ધર્મ / ચૈત્રી નવરાત્રિ પર બની રહ્યો છે 5 રાજયોગનો અદ્ભુત સંયોગ, જાણો કળશ સ્થાપનનો સમય અને પૂજા વિધિ

Vidhata

Last Updated: 01:59 PM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવશે. આ વર્ષે નવરાત્રિ પર 5 રાજયોગનો મહા સંયોગ બની રહ્યો છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

દેશભરમાં ચૈત્રી નવરાત્રિ (Chaitra Navratri) ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવશે અને હાથી પર સવાર થઈને પ્રસ્થાન કરશે. નવરાત્રિ જે દિવસે શરૂ થાય છે તેના આધારે તેમની સવારી નક્કી થયા છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે, જે 17 એપ્રિલ સુધી ચાલશે. કહેવાય છે કે ઘોડા પર સવાર થઈને માતા દુર્ગાનું આગમન શુભ માનવામાં આવતું નથી. નવરાત્રિના નવ દિવસો સુધી પૂજા દરમિયાન વિશેષ અનુષ્ઠાન કરવાથી શુભ પરિણામો અને પ્રતિકૂળ અસરોને ઓછી કરી શકાય છે. જગત જનની આદિશક્તિ મા દુર્ગાના નવ સ્વરૂપો - શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્ર ઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિ દાત્રીની પૂજા કરવાની પરંપરા છે.

નવરાત્રિ પર અદ્ભુત સંયોગ

આ વખતે નવરાત્રિ (Chaitra Navratri) માં પાંચ દિવ્ય રાજયોગનો મહાસંયોગ થવાનો છે. ગજકેસરી યોગ, લક્ષ્મી નારાયણ યોગ, શશ રાજ યોગ, બુધાદિત્ય યોગ અને માલવ્ય રાજયોગ એકસાથે બની રહ્યા છે. ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગની રચના થઈ રહી છે. આ બંને યોગોની રચના સવારે 7 વાગીને 32 મિનિટથી લઈને બીજા દિવસે 10મી એપ્રિલે સવારે 5 વાગીને 06 મિનિટ સુધી છે. ચૈત્ર નવરાત્રિ (Chaitra Navratri) પર અશ્વિની નક્ષત્રનો યોગ પણ બની રહ્યો છે. આ બધા સંયોગો વચ્ચે મા દુર્ગાની આરાધના કરવી ખૂબ જ ફળદાયી રહેશે.

17 એપ્રિલના રોજ નવરાત્રિ (Chaitra Navratri) પૂરી થશે. ઉલ્લેખનીય છે કે હિન્દુ નવા વર્ષની શરૂઆત અને વિક્રમ સંવતની શરૂઆત પણ મંગળવારથી થઈ રહી છે. તેથી સંવતનો સ્વામી મંગળ રહેશે. મંગળના કારણે હિંદુ વર્ષ ખૂબ પ્રગતિકારક રહેશે. મંગળ હિંમત, બહાદુરી, સેના, વહીવટ, સિદ્ધાંતો વગેરેનો કારક ગ્રહ છે. રાજા મંગળ અને મંત્રી શનિ હોવાના કારણે વર્ષ ઉથલપાથલથી ભરેલું રહેશે.

કળશની સ્થાપના માટેનો શુભ સમય

9 એપ્રિલના રોજ કળશ સ્થાપના કરવાનું મુહૂર્ત - સવારે 6:11 વાગ્યાથી સવારે 10:23 વાગ્યાથી સુધીનું છે. આ પછી અભિજીત મુહૂર્ત- બપોરે 12:03 થી બપોરે 12:54 વાગ્યા સુધી રહેશે. આ અભિજિત મુહૂર્તમાં કોઈપણ પ્રકારના શુભ કાર્ય કરી શકાય છે.

પૂજા વિધિ

સવારે ઉઠીને સ્નાન કરી મંદિરની સફાઈ કરો. આ પછી માતાનો ગંગા જળથી અભિષેક કરો. અક્ષત, કંકુ, લાલ ચુંદડી અને લાલ ફૂલ ચઢાવો. માતાજીને પ્રસાદ તરીકે ફળ અને મીઠાઈઓ ચઢાવો. ઘરના મંદિરમાં ઘીનો દીવો કરીને અગરબત્તી કરો. દુર્ગા સપ્તશતી અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો. આ પછી નાગરવેલના પાન પર કપૂર લઈને માતાની આરતી કરો. અંતે ક્ષમા માટે પ્રાર્થના કરો.

મંત્ર- ॐ જયંતિ મંગળા કાલી ભદ્રકાલી કપાલિની। દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે।।

વધુ વાંચો: આ તારીખે જન્મેલા લોકોના જીવનમાં આવશે ખુશીઓ, આર્થિક મુશ્કેલીઓમાંથી મળશે છુટકારો

પૂજાની સામગ્રી 

જવ, ધૂપ, ફૂલ, નાગરવેલના પાન, ફળ, લવિંગ, દુર્વા, કપૂર, અક્ષત, સોપારી, કળશ, નાળાછડી, નાળિયેર, એલચી, લાલ ચુંદડી, લાલ વસ્ત્ર, કંકુ, ઘીનો દીવો, શૃંગારનો સામાન 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ