બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ભારત / ram lalla chief priest satyendra das give credit to pm modi and cm yogi for construction of ram mandir

નિવેદન / શ્રીરામ મંદિરનો ક્રેડિટ મોદી-યોગીને જ કેમ? રામલલાના મુખ્ય પૂજારીએ આપ્યો જવાબ, ,કહ્યું કોર્ટ તો 1949થી હતી જ...

Kishor

Last Updated: 03:54 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે ભગવાન શ્રી રામ જન્મભૂમિના આંદોલન સાથે જોડાયેલ તેમની યાદો શેર કરી હતી.

  • 22 જાન્યુઆરી 2023 ના રોજ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા
  • મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે મીડિયા સાથે વાતચીત કરી
  • વિચાર્યું હતું તેનાથી પણ ભવ્ય મંદિરનું નિર્માણ થયું:આચાર્ય સત્યેન્દ્ર દાસ

હજારો વર્ષ જેની રાહ જોવામાં આવતી હતી તે રડીયામણી ઘડી હવે આંગણે ટકોરો મારી રહી છે. અયોધ્યાના આંગણે નવનિર્મિત ભવ્યાતીભવ્ય મંદિરમાં 22 જાન્યુઆરી 2023 ના રોજ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ ઉત્સ જાજરમાન ઉત્સવને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અગાઉ ભગવાન રામના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે ભગવાન શ્રી રામ જન્મભૂમિના આંદોલન સાથે જોડાયેલ તેમની યાદો શેર કરી હતી.

અયોધ્યાના રામ મંદિરમાં ક્યારે બિરાજમાન થશે રામલલા ! જાહેર થઈ ફાઈનલ તારીખ,  PM મોદીને મોકલાયું આમંત્રણ | Ramlala will be seated in Ayodhyas Ram temple  Final date announced

રામનો યુગ આવી ગયો છે : આચાર્ય સત્યેન્દ્ર દાસ
સત્યેન્દ્ર દાસે જણાવ્યું હતું કે જે ક્ષણની વર્ષોથી રાહ જોવાય રહી છે તે પ્રાણ પ્રતિષ્ઠાનું દ્રશ્ય અદ્દભુત અને અનોખું હશે. ભગવાન જે દિવસે તેના ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજશે તે એક યુગ સમાન છે. કારણકે હવે તમામ સમસ્યા, પડકારોનો અંત આવ્યો છે અને રામનો યુગ આવી ગયો છે.

વાંચવા જેવું: માથે હિજાબ, હાથમાં ભગવા સાથે મુંબઇથી અયોધ્યા પગપાળા યાત્રાએ નીકળી મુસ્લિમ યુવતી શબનમ, કહ્યું 'રામ તો સૌના'

કોર્ટ તો, 1949 પહેલાથી કામ કરે જ છે

રામ મંદિરનો શ્રેય કોને મળે છે? આ મામલે રામ મંદિરના મુખ્ય પૂજારીએ જણાવ્યું હતું કે 'કોર્ટ તો, 1949 પહેલાથી કામ કરે જ છે. આટલા વર્ષોમાં રામ મંદિર અંગે કોઈ નિર્ણય કેમ ન આવ્યો? કોંગ્રેસ સહિત અને સરકાર આવી છતાં રામ મંદિરનો નિણર્ય કેમ ન આવ્યો? આ મુદ્દે કેમ કોઈનુ ધ્યાન ન ગયું? ભાજપ સત્તામાં આવી ત્યારે રામ મંદિર પર સુનાવણી મોકૂફ રાખવાની સાજીશ કોની હતી. તેવો અણિયારો સવાલ પણ તેઓએ કર્યો હતો.

28 વર્ષ વીતી ગયા અને ખબર જ ન પડી
વધુમાં પુજારીએ કહ્યું કે ખાસ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની નજર અયોધ્યા પર હોવાથી તેના યશપરિણામ સ્વરૂપે આજે અયોધ્યાનો વિકાસ આભને આંબી રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠાનો અર્થ પૂછવાના સવાલ પર પૂજારીજીએ કહ્યું હતું કે કોઈ નિર્જીવ વસ્તુમાં પ્રાણ પૂરી અને તેમને સજીવ બનાવી દેવાને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે.આ પૂજા માત્ર 22મી જાન્યુઆરીની નથી, પરંતુ તે પહેલા પણ શરૂ થઈ જશે. લગભગ અઠવાડિયા સુધી ચાલનારી ધાર્મિક વિધિમાં ઘણા દેવી-દેવતાઓનું આહ્વાન કરવામાં આવશે. વાતચીતમાં પૂજારીજીએ રામલલાને વર્ષો સુધી તાડપત્રી નીચે રહેવાની નોબત આવી હતી.જે પણ પીડા વર્ણાવી હતી. પરંતુ ભગવાન રામલલાની કૃપાથી 28 વર્ષ વીતી ગયા અને ખબર જ ન પડી. તેમ કહ્યું હતું.

ભગવાન રામની કૃપાથી આ સમય પસાર થઈ ગયો 

વધુમાં પૂજારીજી એ કહ્યું હતું કે એ સમયે ખૂબ દર્દ થતું હતું જ્યારે વરસાદના છાંટા ભગવાન શ્રીરામના આસન સુધી આવતા હતા. ભગવાનને અઠવાડિયામાં 7 કપડાં પહેરાવવામાં આવ્યા હતા. દરરોજ નવા કપડાને બદલે એક જમાનામાં રામનવમી માટે જે કપડાં બનતા હતા તે આખું વર્ષ ચાલતા હતા.  તેના ભોગ, પ્રસાદ અને અન્ય ખર્ચ માટે વાર્ષિક માત્ર 20 હજાર રૂપિયા મળતા હતા. છેલ્લે તેને વાર્ષિક 30 હજાર રૂપિયા મળતા હતા. પરંતુ ભગવાન રામની કૃપાથી આ સમય પસાર થઈ ગયો છે. સાથે જ રામ મંદિરના નિર્માણને લઈ અને તેઓએ રાજીપો વ્યક્ત કરતા કહ્યું હતું કે જેવું વિચાર્યું હતું તેમનાથી પણ ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ