બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / raksha bandhan 2023 tie rakhi ganesh krishna shiv and hanuman before brother

માન્યતા / રક્ષાબંધન પર તમારા ભાઈ પહેલા આ ભગવાનને બાંધો રાખડી, આશીર્વાદ માત્રથી તમામ સંકટ સામે મળી જશે રક્ષણ

Manisha Jogi

Last Updated: 09:02 AM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ દિવસે બહેનો ભાઈના દીર્ઘાયુની કામના કરીને ભાઈના હાથમાં રાખડી બાંધે છે અને રક્ષાનું વચન લે છે. શાસ્ત્રો અનુસાર પહેલી રાખડી ભાઈની જગ્યાઓએ દેવતાઓને બાંધવી જોઈએ.

  • દર વર્ષે શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધન ઊજવવામાં આવે છે
  • આજે રક્ષાબંધનની ઊજવણી કરવામાં આવી રહી છે
  • પહેલી રાખડી દેવતાઓને બાંધવી જોઈએ

દર વર્ષે શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધન ઊજવવામાં આવે છે. આ વર્ષે ભદ્રાને કારણે આજે અને આવતીકાલે રક્ષાબંધન ઊજવવામાં આવશે. આ દિવસે બહેનો ભાઈના દીર્ઘાયુની કામના કરીને ભાઈના હાથમાં રાખડી બાંધે છે અને રક્ષાનું વચન લે છે. શાસ્ત્રો અનુસાર પહેલી રાખડી ભાઈની જગ્યાઓએ દેવતાઓને બાંધવી જોઈએ. 

સૌથી પહેલા રાખડી કોને બાંધવી?

  • શાસ્ત્રો અનુસાર સૌથી પહેલી રાખડી ભગવાન ગણેશને બાંધવી જોઈએ. ગણપતિ ભગવાનને રાખડી બાંધવાથી તમારા કાર્યોમાં જે પણ અડચણ આવતી હોય તે દૂર થાય છે. 
  • રક્ષાબંધન શ્રાવણ મહિનામાં આવે છે. શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આ કારણોસર તમે સૌથી પહેલી રાખડી ભોળા શંભુને પણ બાંધી શકો છો. 
  • હનુમાનજી ભગવાન શિવના 11માં રૂદ્ર અવતાર છે. આ કારણોસર હનુમાનજીને પહેલી રાખડી બાંધવીથી કુંડળીમાંથી મંગળનો દુષ્પ્રભાવ દૂર થાય છે. 
  • ભગવાન શ્રીકૃષ્ણને પહેલી રાખડી બાંધવાથી તેમના ભક્તો પર કોઈ સંકટ આવતું નથી. બાંકે બિહારી તેમના ભક્તોની તમામ મુસીબતો સામે રક્ષા કરે છે. 

આ પ્રકારની રાખડી ના બાંધવી
દેવી અને દેવતાઓને ક્યારેય પણ પ્લાસ્ટિક, ખંડિત અને તૂટેલી ફૂટેલી રાખડી ના બાંધવી. તમારી પાસે રાખડી ના હોય તો ભાઈના હાથ પર નાળાછડી પણ બાંધી શકો છો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ