બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / raksha bandhan 2023 keep these things in the puja plate while tying rakhi

Raksha bandhan 2023 / રક્ષાબંધન પર રાખડી બાંધતી વેળાએ બહેનોએ થાળીમાં રાખવી જોઇએ આ ચીજો, મળશે તમામ સમસ્યાઓથી મુક્તિ

Manisha Jogi

Last Updated: 10:00 AM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનાતન ધર્મમાં રક્ષાબંધનનું વિશેષ મહત્ત્વ છે. શ્રાવણી પૂનમે રક્ષાબંધન ઊજવવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે પૂજાની થાળીમાં કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • સનાતન ધર્મમાં રક્ષાબંધનનું વિશેષ મહત્ત્વ
  • શ્રાવણી પૂનમે રક્ષાબંધન ઊજવવામાં આવે
  • પૂજાની થાળીમાં કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ

સનાતન ધર્મમાં રક્ષાબંધનનું વિશેષ મહત્ત્વ છે. શ્રાવણી પૂનમે રક્ષાબંધન ઊજવવામાં આવે છે. આ વર્ષે ભદ્રાકાળ હોવાને કારણે 30-31 ઓગસ્ટના રોજ રક્ષાબંધન ઊજવવામાં આવશે. 30 તારીખના રોજ ભદ્રા છે. આ કારણોસર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત 30 તારીખે રાત્રે 09:02 વાગ્યાથી 31 તારીખે સવારે 07:05 વાગ્યા સુધી રહેશે. રક્ષાબંધનના દિવસે પૂજાની થાળીમાં કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ તેની બહેનને રક્ષા કરવાનું વચન આપે છે. પ્રાચીનકાળથી આ પરંપરા છે. બહેને વિધિ અનુસાર પૂજાની થાળી રાખવી જોઈએ અને તેમાં પૂજાની સામગ્રી (અક્ષત, રોલી, ચંદન, દહીં અને દીવો) રાખવી જોઈએ. 

રાખડી બાંધતા સમયે થાળીમાં રાખો આ વસ્તુઓ
રક્ષાબંધનને દિવસે ભાઈને રાખડી બાંધતા પહેલા થાળી સજાવવી જોઈએ. રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા માટે ચાંદીની થાળીને શુભ માનવામાં આવે છે. તમારી પાસે ચાંદીની થાળી ના હોય તો સામાન્ય થાળી લો અને તેમાં ઓમ અથવા સ્વસ્તિક બનાવો. હવે તે થાળીમાં અક્ષત, રોલી, ચંદન, દહીં અને દીવો મુકો. થાળીમાં તિલક પણ હોવો જોઈએ. જે શુભકારી માનવામાં આવે છે. ત્યારપછી ભાઈને જમણા હાથમાં રાખડી બાંધો. હવે તેને મિઠાઈ ખવડાવીને આરતી ઉતારો. આ પ્રકારે કરવાથી ભાઈને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે અને તમામ સંકટમાંથી મુક્તિ મળે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ