બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / raksha bandhan 2023 astro tips for brother career growth jyotish upay

તમારા કામનું / રક્ષાબંધન પર બહેનોએ અપનાવવા જોઇએ આ 4 ઉપાય, ભાઇની પ્રગતિની સાથે-સાથે નોકરીમાં પણ મળશે પ્રમોશન

Manisha Jogi

Last Updated: 09:09 AM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનાતન ધર્મમાં રક્ષાબંધનનું વિશેષ મહત્ત્વ છે. આ વર્ષે 30-31 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે. ભાઈની પ્રગતિ માટે રક્ષાબંધને કયા ઉપાય કરવા જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • સનાતન ધર્મમાં રક્ષાબંધનનું વિશેષ મહત્ત્વ
  • 30-31 ઓગસ્ટના રોજ રક્ષાબંધન
  • ભાઈની પ્રગતિ માટે રક્ષાબંધને આ ઉપાય કરો

સનાતન ધર્મમાં રક્ષાબંધનનું વિશેષ મહત્ત્વ છે. આ વર્ષે 30-31 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે. 30 તારીખના રોજ ભદ્રા છે. આ કારણોસર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત 30 તારીખે રાત્રે 09:02 વાગ્યાથી 31 તારીખે સવારે 07:05 વાગ્યા સુધી રહેશે. ભાઈની પ્રગતિ માટે રક્ષાબંધને કયા ઉપાય કરવા જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

નોકરી માટે ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભાઈને નોકરીમાં પ્રગતિ મળે તે માટે રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધ્યા પછી એક ફટકડી લો અને ભાઈ ઉપરથી સાત વાર ફેરવીને નાખી દો. ફટકડી માથા પર ફેરવતા સમયે ॐ सोमेश्वराय नमः મંત્રનો જાપ કરો. હવે તે ફટકડીને સળગાવી દો, નોકરી સાથે જોડાયેલ પરેશાની સમાપ્ત થઈ જશે. 

ભાઈના જીવનમાં શાંતિ માટેના ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધ્યા પછી ચંદ્ર દેવતા અર્પણ કરો. અર્ધ્ય અર્પણ કરતા સમયે ભાઈનું નામ લો. જેથી ભાઈના જીવનમાં ખુશીઓ આવશે અને તેને માનસિક શાંતિ મળશે. 

હનુમાન મંદિર જઈને ઉપાય કરો
વૈદિક જ્યોતિષ નુસાર ભાઈના જીવનમાં કોઈપણ પ્રકારની તકલીફ ના આવે તે માટે હનુમાન મંદિર જઈને બજરંગબલીને રાખડી બાંધો, મિઠાઈ ખવડાવો અને નારિયેળનો ભોગ ધરાવો. હવે હનુમાન ચાલીસાના પાઠ કરો.

આર્થિક તંગીથી છુટકારો મેળવવાના ઉપાય
આર્થિક તંગીનો સામનો ના કરવો પડે અને ધનનું આગમન થાય તે માટે રક્ષાબંધનના દિવસે લાલ કપડું લો. તેમાં ચોખા, એક રૂપિયાનો સિક્કો અને સોપારી રાખીને પોટલી બાંધી લો. જ્યાં ધન રાખતા હોય ત્યાં આ પોટલી સાચવીને મુકી દો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ