બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Raksha Bandhan 2022 muhurat time in gujarati

શુભ મુહૂર્ત / આ દિવસે ભૂલથી ન બાંધતા રાખડી! રક્ષાબંધનનું તમામ કન્ફ્યુઝન કરો દૂર, જાણો શ્રેષ્ઠ મુહૂર્ત

Arohi

Last Updated: 12:33 PM, 10 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પુર્ણિમા તિથિએ આવે છે. પંડિત મનોજ ત્રિપાઠીએ જણાવ્યું કે આ વખતે રક્ષાબંધન 11 ઓગસ્ટ 2022 ગુરૂવારે છે.

  • 11 ઓગસ્ટે ભદ્રા માન્ય હશે કે નહીં? 
  • જાણો શું કહે છે જ્યોતિષ 
  • રાખડી બાંધવા માટે કયું છે શુભ મુહૂર્ત 

રક્ષાબંધનના પર્વની ડેટને લઈને ખૂબ જ કન્ફ્યૂઝન છે. અમુક લોકોનું માનવું છે કે રાખડી 11 ઓગસ્ટે બાંધવામાં આવશે. ત્યાં જ અમુક લોકોનું માનવું છે કે 11 ઓગસ્ટે ભદ્રા કાળ હોવાના કારણે રક્ષાબંધનનો તહેવાર 12 ઓગસ્ટ 2022એ શુક્રવારના દિવસે ઉજવવામાં આવશે. તો આવો પંડિતો પાસેથી જાણીએ કે રખડી બાંધવા માટે યોગ્ય મુહૂર્ત કયું છે. 

પૂનમના દિવસે જ ઉજવવામાં આવે છે રક્ષાબંધન 
રક્ષાબંધનનો પર્વ પૂર્ણિમા તિથિમાં જ ઉજવવામાં આવે છે. 11 ઓગસ્ટ 2022એ 10.37 મિનિટ બાદ પૂર્ણિમા તિથિ લાગી જશે જે 12 ઓગસ્ટની સવારે 7 વાગ્યે ખતમ થશે. પંડિત મનોજ ત્રિપાઠીનું કહેવું છે કે રક્ષાબંધનના વિષયમાં આ વખતે લોકોમાં એ ભ્રમ છે કે 11 ઓગસ્ટે પૂનમ મોડી આવી રહી છે જ્યારે 12એ ઉદયા તિથિમાં પૂનમ છે માટે 12 ઓગસ્ટે રક્ષાબંધન ઉજવવામાં આવશે. 

જોકે પૂનમ પર રાત્રિકાલીન ચંદ્રમા હોવો જોઈએ. 11 ઓગસ્ટે પૂનમ સવારે 10.37થી લાગશે અને પૂનમ જે દિવસે છે તે જ દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. એટલે કે 11 ઓગસ્ટની પૂનમમાં રક્ષાબંધન ઉજવવી જ શાસ્ત્રોચિત છે. 

ભદ્રા કાળમાં બાંધી શકાય છે રાખડી 
પંડિત મનોજ ત્રિપાઠીએ 11 ઓગસ્ટે ભદ્રા કાળ હોવાને લઈને જણાવ્યું કે જ્યારે ભદ્રા પાતાલમાં હોય છે તો તે સમયે રાખડી બાંધી શકાય છે. એવું કરવું નુકસાનકારક નથી પરંતુ શુભ ફળદાયી માનવામાં આવે છે. એની સાથે શુક્લ યજુર્વેદી બ્રાહ્મણોનું ઉપાક્રમ સંસ્કાર પણ 11 ઓગસ્ટે જ કરવામાં આવશે. 

11 કે 12? રક્ષાબંધનની તિથિને લઈને કંફ્યૂઝન 
પંડિત મનોજ ત્રિપાઠીનું કહેવું છે કે જો તિથિઓનું અવલોકન કરવામાં આવે તો અકાદશી, ત્રયોદશી અને પૂર્ણમાસી આદિ તિથિ પર ભદ્રા રહે છે. તેમણે જણાવ્યું કે ભદ્રાના વિષયમાં એક વાત છે કે જેના વિશે લોકોની પાસે જાણકારી નથી કે ભદ્રાનું વર્ણન વાસ્તુ શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. કુંભ, મીન, કર્ક અને સિંહમાં ચંદ્રમા હોય તો ભદ્રાનો વાસ મૃત્યુ લોક એટલે કે પૃથ્વી પર માનવામાં આવે છે. તે ઉપરાંત મેષ, વૃષભ, મિથુન, વૃશ્ચિકમાં ચંદ્રમા હોવા પર ભદ્રાનો વાસ સ્વર્ગ લોકમાં હોય છે. 

ત્યાં જ કન્યા, તુલા અને ધનમાં ચંદ્રમા હોવા પર ભદ્રાનો વાસ પાતાલ લોકમાં માનવામાં આવે છે. એવામાં ભદ્રા જો પાતાળ લોકમાં હોય કે સ્વર્ગ લોકમાં તે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. એવામાં 11 ઓગસ્ટ 2022એ ભદ્રા પાતાળ લોકમાં છે જેના કારણે તમે વગર કોઈ મુશ્કેલીએ 11 ઓગસ્ટે રક્ષા બંધનનો તહેવાર ઉજવી શકો છો અને સવારે 10 વાગીને 37 મિનિટ બાદ ભાઈઓને રાખડી બાંધી શકો છો. ભદ્રાના પાતાલ લોકમાં હોવાના કારણે તે તમને કોઈ પણ પ્રકારે કષ્ટ નહીં આપે. 

પ્રતિપદા તિથિમાં નથી બાંધવામાં આવતી રાખડી 
પંડિત મનોજ ત્રિપાઠીનું કહેવું છે કે ભદ્રા જો ધરતી લોક પર પણ હોય છે ત્યારે પણ તેમને મુખ અને પૂછનો સમય જોવામાં આવે છે. ભદ્રાના મુખના સમય પર રાખડી નથી બાંધવામાં આવતી પરંતુ તમે પૂંછના સમયે રાખડી બાંધી શકો છો. આ શુભ ફળદાયી માનવામાં આવે છે અને તેનાથી કોઈ મુશ્કેલી નથી. 

12 તારીખે સવારે 7 વાગ્યાની આસપાસ પૂર્ણિમા તિથિ સમાપ્ત થઈને પ્રતિપદા તિથિ લાગી જશે. પ્રતિપદા તિથિમાં રાખડી નથી બાંધવામાં આવતી. એવામાં આ વર્ષે રક્ષાબંધનનો પર્વ 11 ઓગસ્ટ 2022 ગુરૂવારે ઉજવવામાં આવશે. ભદ્રા પાતાળ લોકમાં હોવાના કારણે શુભ ફળદાયી સાબિત થાય છે. 

રક્ષાબંધન પર ભદ્રા કાળનો સમય 

  • રક્ષાબંધન ભદ્રા અન્ત સમય-રાત્રે 8.51 વાગ્યે 
  • રક્ષાબંધન ભદ્રા પૂંછ- સાંજે 5.17 મિનિટથી 6.18 મિનિટ પર 
  • રક્ષાબંધન ભદ્રા મુખ- સાંજે 6.18 મિનિટથી 8 વાગ્યા સુધી 

11 ઓગસ્ટે આટલા વાગ્યા પછી બાંધો રાખડી 
પૂર્ણિમા તિથિ 11 ઓગસ્ટે સવારે 10.37 મિનિટથી શરૂ થઈને 12 ઓગસ્ટે સવારે 7.5 મિનિટ પર સમાપ્ત થશે. એવામાં પૂર્ણિમા તિથિ 11એ આખો દિવસ છે. એવામાં તમે 11 ઓગસ્ટે સવારે 10.37 મિનિટ બાદ રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકે છે. 

ભદ્રા કાળમાં કેમ નથી બાંધવામાં આવતી રાખડી? 
માનવામાં આવે છે કે સૂર્પનખાએ રાવણને ભદ્રામાં રાખડી બાંધી હતી માટે 1 વર્ષની અંદર જ રાવણનો નાશ થઈ ગયો હતો. એવામાં ભદ્રા કાળમાં રાખડી બાંધવી વર્જિત માનવામાં આવે છે પરંતુ પંડિત મનોજ ત્રિપાઠીનું કહેવું છે કે રામ ચરિત્ર માનસને લઈને વાલ્મીકિ રામાણમાં ભગવાન રામની બહેની તરફથી રામને રાખડી બાંધવાનું ઉદાહરણ કોઈને નથી આપવામાં આવ્યું. આ કારણે શૂર્પનખા દ્વારા રક્ષાસૂત્ર બાંધવાની કહાની પર સવાલ ઉભી થઈ રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Shubh muhurat raksha bandhan 2022 ભદ્રા યોગ ભદ્રાકાળ રક્ષાબંધન શુભ મુહૂર્ત Raksha Bandhan 2022 muhurat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ