Sunday, August 18, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

રક્ષાબંધન / રાખડી બાંધવાનો મંત્ર, જાણો કેમ રાખડી બાંધતા સમયે આ મંત્ર બોલવો જોઇએ

રાખડી બાંધવાનો મંત્ર, જાણો કેમ રાખડી બાંધતા સમયે આ મંત્ર બોલવો જોઇએ

રાખડી સ્નેહના તાંતણાનો તહેવાર છે. રાખડીને સ્નેહ, આશીર્વાદ અને મંત્ર મળીને રક્ષાસૂત્ર બનાવે છે. તેથી જ્યારે પણ પોતાના ભાઇને કલાઇ પર બહેન રાખડી બાંધે તો પુરાણોમાં આપવામાં આવેલ રાખડીના મંત્રને જરૂર બોલવા જોઇએ. આ મંત્રની શક્તિથી રાખડીને બળ મળે છે, જે તમારા ભાઇને મુશ્કેલીઓમાં રક્ષા કરે છે. 

આ મંત્રના પ્રભાવથી દેવી લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે. અહીં આપણે જાણીએ કે રાખડીનું શું પૌરાણિક મહત્વ છે. કેવી રીતે બન્યો આ મંત્ર અને શું છે તેનો અર્થ.

રાખડી બાંધતા સમયે બોલવામાં આવે છે આ મંત્ર

'યેન બદ્ધો બલિ રાજા, દાનવેન્દ્રો મહાબલ: તેન ત્વામ પ્રતિબદ્ધનામિ રક્ષે માચલ માચલ:' રક્ષાબંધનનો આ એક નાનો મંત્ર છે. જેને ચારથી પાંચ વાર વાંચી તમે યાદ કરી શકો છો. આ મંત્રને પુરોહિત યજમાનને રાખડી બાંધતા સમયે બોલે છે.

 રાખડીનો મંત્રનો અર્થ

રાખડીના મંત્રનો અર્થ છે કે, 'જે રક્ષાસૂત્રથી મહાન શક્તિશાળી દાનવેન્દ્ર રાજા બલિને બાંધવામાં આવ્યા હતા, એ જ રક્ષાબંધનથી હું આપને બાંધું છું, જે આપની રક્ષા કરશે. હે રક્ષે! (રક્ષાસૂત્ર) તમે ચલાયમાન ન થાવ, ચલાયમાન ન થાવ.

ધર્મશાસ્ત્રના વિદ્વાનો અનુસાર તેનો અર્થ છે કે રક્ષાસૂત્ર બાંધતા સમયે બ્રાહ્મણ અથવા પુરોહિત પોતાના યજમાનને કહે છે કે જે રક્ષાસૂત્રથી દાનવોના મહાપરાક્રમી રાજા બલિ ધર્મના બંધનમાં બાંધવામાં આવ્યા હતા અર્થાત ધર્મમાં બાંધવામાં આવ્યા હતા. એ જ સૂત્રથી હું આપને બાંધું છું, એટલે કે ધર્મ માટે પ્રતિબદ્ધ કરું છું. 
 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ