ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / rajsamand four year girl re birth

OMG / 4 વર્ષની બાળકીએ પોતાના પુનર્જન્મને લઈને જે પણ વાતો કહી તે તમામ સાચી સાબિત થઈ, ગામ આખામાં થવા લાગી વાતો

Published By: Pravin

Last Updated: 04:31 PM, 25 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના રાજસમંદમાં એક 4 વર્ષિય બાળકીએ પોતાના પુનર્જન્મને લઈને દાવો કર્યો છે. બાળકીની વાતોથી તેના માતા-પિતા, સંબંધીઓ અને ગામવાળા લોકો પણ આશ્ચર્યચિકત થઈ ગયા છે.

ADVERTISEMENT

  • ચાર વર્ષની બાળકીની વાતો સાંભળી ગામ આખું ચોંકી ગયું
  • પૂર્વ જન્મમાં તેની સાથે જે પણ થયું તે બધી વાતો આ જન્મમાં સાચી સાબિત થઈ
  • પરિવારના લોકોએ તેની ઈચ્છા પુરી કરવા આ કામ કર્યું


રાજસ્થાનના રાજસમંદમાં એક 4 વર્ષિય બાળકીને પોતાના પુનર્જન્મને લઈને દાવો કર્યો છે. બાળકીની વાતોથી તેના માતા-પિતાથી લઈને સંબંધીઓ અને ગામવાળા લોકો પણ આશ્ચર્યચિકત થઈ ગયા છે. માસૂમ ગયા જન્મની જે વાતો અને કિસ્સાઓ જણાવી રહી હતી, તે સાચા નિકળ્યા. પહેલાની જીંદગીનું તેનું મોત ક્યારે અને કેવી રીતે થયું. બાળકી તે જણાવે છે.
 
રાજસમંદ જિલ્લાના નાથદ્વારાથી અડીને આવેલા ગામ છે પરાવલ. અહીંના રતનસિંહ ચૂંડાવતની 5 દિકરીઓ છે. તે એક હોટલમાં નોકરી છે. ગત વર્ષે એક વર્ષથી તેમની સૌથી નાની 4 વર્ષની દિકરી કિંજલ વારંવાર પોતાના ભાઈને મળવાની વાત કહી રહી હતી. કિંજલના દાદા રામ સિંહ ચૂંડાવતે કહ્યું કે, તેમણે પહેલા તો તેના પર ધ્યાન આપ્યું નહીં.

રામ સિંહ ચૂંડાવતે કહ્યું કે, બે મહિના પહેલા જ્યારે એક વાર કિંજલની માં દુર્ગાએ કિંજલને પોતાના પપ્પાને બોલાવા કહ્યું તો, તે બોલી પપ્પા તો પિપલાંત્રિ ગામમાં છે. પિપલાંત્રિ એ જ ગામ છે, જ્યાં ઉષા નામની ક મહિલાનું સળગી જવાથી મોત થઈ ગયું હતું. કિંજલના હાલના ગામથી તે લગભગ 30 કિમી દૂર છે. હવે કિંજલ કહે છે કે તે ઉષા છે.

બાળકીએ કરેલા દાવાથી આખું ગામ ચોંકી ઉઠ્યું


બાળકીના જવાબ અને દાવાથી આખું ગામ ચોંકી ગયું છે. માં દુર્ગા વિશે વારંવાર પૂછવા પર કિંજલ આગળ જણાવે છે કે, તેના મા બાપ અને ભાઈ સહિત આખો પરિવાર પિપલાંત્રિમાં રહે છે. તે 9 વર્ષ પહેલા સળગી ગઈ હતી. આ દુર્ઘટનામાં તેનું મોત થઈ ગયું હતું અને એમ્બ્યુલન્સ અહીં મુકીની જતી રહી હતી. દુર્ગાએ આ વાત બાળકીના પિતા રતન સિંહને કહી. કિંજલે કહ્યું કે, તેના પરિવારમાં બે ભાઈ-બહેન છે. પપ્પા ટ્રેક્ટર ચલાવે છે અને પિયર પિપલાંત્રિ અને સાસરિયું ઓડનમાં છે.

કિંજલની જીદ પર તેના દાદાએ પિપલાત્રિ ગામમાં ઉષાના પરિવારના લોકો સાથે વાત કરી. કિંજલની કહાની હવે પિપલાંત્રિના પંકજ પાસે પહોંચી તો તે પરાવલ આવી પહોંચ્યો. પંકજ ઉષાનો ભાઈ છે. કિંજલે પંકજને જોયો કે તુરંત રાજી રાજી થઈ ગઈ. ફોનમાં માં અને ઉષાનો ફોટો બતાવ્યો તો તે પોક મુકીને રકવા લાગી. 14 જાન્યુઆરીએ કિંજલ પોતાની માં અને દાદા સહિત પરિવાર સાથે પિપલાંત્રિ પહોંચી.

પુર્વ જન્મના સંબંધ જ્યાં સાચા સાબિત થયાં ત્યાં ગયા


ઉષાની માતા ગીતા પાલીવાલે જણાવ્યું કે, જ્યારે કિંજલ અમારા ગામમાં આવી તો એવું લાગ્યું જાણે વર્ષોથી તે અહીં રહી રહી છે. જે મહિલાઓને તે પહેલા જાણતી હતી. તેમની સાથે વાત કરી. ત્યાં સુધી કે, જે ફૂલ ઉષાને પસંદ હતા, તેના વિશે કિંજલે પૂછ્યું કે, ફૂલ હવે ક્યાં છે, તો અમે જણાવ્યું કે, 7-8 વર્ષ પહેલા હટાવી દીધા હતાં. બંને નાની દિકરીઓ અને દિકરાઓ સાથે પણ વાત કરી અને ખૂબ વ્હાલ કર્યો.

કિંજલના પરિવાર અને ઉષાના પરિવાર વચ્ચે અનોખો સંબંધ બંધાયો

ગીતાએ જણાવ્યું કે, તેમની દિકરી ઉષા 2013માં ઘરમાં કામ કરતા કરતા ગૈસ ચૂલ્હાથી સળગી હતી. ઉષાને બે બાળકો છે. આ ઘટનાક્રમ બાદ કિંજલ અને ઉષાના પરિવારની વચ્ચે અનોખો સંબંધ બની ગયો. કિંજલ રોજ પરિવારના પ્રકાશ અને હિના સાથે ફોન પર વાત કરે છે. ઉષાની મા કહે છે કે, અમને પણ એવું લાગે છે જાણે અમે ઉષા સાથે જ વાત કરી રહ્યા છીએ, ઉષા પણ નાનપણમાં આવી જ રીતે વાતો કરતી હતી.

જો કે, કિંજલની ઉંમર નાની છે અને તે સરખી રીતે બોલી પણ નથી શકતી. પણ ઈશારામાં બધું જણાવી દે છે. જે ઉષાનો પરિવાર ઈચ્છતો હતો. કિંજલના પરિવારના લોકોએ પહેલા તો બિમારી હોવાનું માની તબીબોને પણ બતાવી જોયું. પણ તેમણે એકદમ સ્વસ્થ હોવાનું જણાવ્યું. ત્યારે ડોક્ટર્સે કહ્યું કે, અમુક બાળકોમાં ગત જન્મોની વાત યાદ રહેતી હોય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat News Gujarati News OMG Rajsthan ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર rajsamand four year girl re birth

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ