બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / Politics / Rajput Karni Sena President J.P. Chawda said if Rupala's ticket is not canceled we will stage a fierce agitation.

લોકસભા ચૂંટણી 2024 / રાજપૂત કરણી સેનાના વડાના ઉગ્ર સૂર, કહ્યું રૂપાલાની ટિકીટ રદ કરો નહીંતર ...

Vishal Dave

Last Updated: 10:16 PM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજપૂત કરણી સેનાના અધ્યક્ષે  કહ્યું કે ગામે -ગામ કાર્યક્રમો કરીને રૂપાલાનો વિરોધ કરીશું.. સાથે જ તેમણે કહ્યું કે પરષોતમ રુપાલાનું  ફોર્મ ભરાશે તો કમલ કા ફૂલ, હમારી ભૂલ નારો સમગ્ર ભારતમાં આપીને ક્ષત્રિયોની તાકાત બતાવીશું

પરષોતમ રૂપાલાના વિવાદીત નિવેદન પર વિરોધ સતત વધતો જાય છે.  રાજપૂત કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનિબાના નેતૃત્વમાં ક્ષત્રિય મહિલાઓએ પરષોતમ રૂપાલાના પૂતળાનું દહન કર્યુ હતુ બીજી તરફ રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ જે.પી.જાડેજાએ કહ્યું છે કે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. ..તેમણે કહ્યું કે ગામે -ગામ કાર્યક્રમો કરીને રૂપાલાનો વિરોધ કરીશું.. સાથે જ તેમણે કહ્યું કે પરષોતમ રુપાલાનું  ફોર્મ ભરાશે તો આક્રમક  કાર્યક્રમ આપીશું.. તેમણે કીધું તેમની બસ એક જ માંગ છે કે પરષોતમ રૂપાલાની ટિકીટ કેન્સલ કરવામાં આવે . 

......તો 'કમલ કા ફૂલ હમારી ભૂલ' સ્લોગન સાથે વિરોધ પ્રદર્શન કરીશું 

જે.પી.જાડેજાએ કહ્યું કે વડાપ્રધાન મોદીને કહેવા માંગીએ છીએ કે રૂપાલાની ટીકીટ રદ કરવામાં આવે..આમ છતા જો તેઓ ફોર્મ ભરશે અને ચૂંટણી લડશે તો પછી 'કમલ કા ફૂલ, હમારી ભૂલ' સ્લોગન સાથે સમગ્ર ભારતમાં ક્ષત્રિયોની તાકાતનો પરિચય આપીશું 

પદ્મિનીબાએ કહ્યું માફી નહીં સજા આપીશું અને એક જ  સજા છે ટિકિટ રદ કરો 

કરણી સેનાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ કહ્યું હતું કે, ગોંડલમાં જે બેઠક મળી હતી. તે રાજકીય લેવલે મળી હતી. અને અમારુ સ્ટેન્ડ એક જ રહેશે કે રુપાલાભાઈની ટિકીટ રદ્દ કરો. અમે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશું. કેમ કે અમને એવી આશા હતી  કે જયરાજભાઈ બેઠક કરે છે તો તેઓ ક્ષત્રિય સમાજનાં દીકરા છે તો બેઠકમાં કંઈકને કંઈક અમારી ફેવરમાં આવશે. અમારી એક જ માંગ છે કે ભાજપ દ્વારા ગમે તે સમાજને ટિકીટ આપવામાં આવે. અમે ક્યાં એવું કહીએ છીએ કે ક્ષત્રિય સમાજને ટિકીટ આપો. ક્ષત્રિય સમાજની એક માંગ પુરી કરી નથી શકતા. રુપાલાભાઈ દ્વારા ક્ષત્રિય સમાજ વિશે જે બફાટ કર્યો તે કેટલો યોગ્ય છે.  અમે માફી નહી સજા જ આપીશું.  અને સજાએ છે કે રુપાલાભાઈની ટિકીટ રદ્દ થાય. 

આ પણ વાંચોઃ  'કાર્યક્રમ કોઇ કામનો ન હોવાના' નિવેદનથી હવે દલિત સમાજ નારાજ, રૂપાલા વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવા અરજી

જે કાર્યક્રમને લઇને પદ્મિનીબાએ આકરા શાબ્દિક પ્રહાર કર્યા છે તે કાર્યક્રમ આ હતો 

ગઈકાલે ગોંડલના શેમળા ખાતે જયરાજસિંહના ફાર્મહાઉસ ગણેશગઢ ખાતે તેમની આગેવાનીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ હાજર હતા. જેમાં ભાજપના ક્ષત્રિય સમુદાયના અનેક આગેવાનો  પણ હતા . પુરુષોત્તમ રૂપાલા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ફરી એક વખત જાહેરમાં સમાજની બે હાથ જોડી માફી માગી હતી. આ પછી તમામ ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે માફ કરવું એ આપણો ક્ષત્રિય સમાજનો ધર્મ છે, માટે આજે આપણે આ વિવાદને પૂર્ણ કરવાનો છે. જોકે આજે પણ હજુ વિરોધ અને વિવાદ ક્ષત્રિય સમાજમાં યથાવત્ જોવા મળી રહ્યો છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ