બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટનો લોકમેળો તો ખુલ્યો પણ મજા નહીં આવે, તંત્રના વાંકે લોકોમાં રોષ ફેલાયો

પ્રારંભ / રાજકોટનો લોકમેળો તો ખુલ્યો પણ મજા નહીં આવે, તંત્રના વાંકે લોકોમાં રોષ ફેલાયો

Last Updated: 06:46 PM, 14 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટનો સાતમ આઠમનો લોકમેળોએ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે.આ મેળામાં લોકો દૂર-દૂરથી આવતા હોય છે.પરંતુ સવાલ એ છે કે મેળો તો શરૂ કરી દેવામાં આવ્યો પણ આ મેળામાં તંત્રના સંકલનના અભાવે એક પણ રાઈડ્સ શરૂ થઈ નથી. ત્યારે અધિકારીઓ આ રાઈડ્સની ચકાસણી કરી રહ્યા છે.

રાજકોટના રેસકોર્સ મેદાનમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા 'શૌર્યનું સિંદૂર લોકમેળા'નો પ્રારંભ થયો છે. રાજ્યના કૃષિમંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલે રિબિન કાપી મેળાને ખુલ્લો મુક્યો હતો. આજથી શરૂ થયેલો લોકમેળો પાંચ દિવસ સુધી ચાલશે. પાંચ દિવસ દરમિયાન 15 લાખ જેટલા લોકો મેળાનો આનંદ માણે તેવી શક્યતા છે. લોકમેળો ચાલુ તો થયો પણ મેળામાં રાઈડ્ ચાલુ થઈ નથી જેને લઈને લોકો મૂંજવણમાં મુકાયા છે. ત્યારે અધિકારીઓ હજી સુધી ચેકિંગ જ કરી રહ્યા છે. આ મેળામાં 34 રાઇડમાંથી 4 રાઈડને જ હજી સુધી મંજૂરી આપવામાં આવી

લોકમેળાના કારણે આ 8 રસ્તા વાહનો માટે બંધ રહેશે

રેસકોર્સ રિંગરોડ જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ, (1) જુની એન.સી.સી. ચોક, આમ્રપાલી અન્ડરબ્રિજ સુધી તમામ વાહનો માટે પ્રવેશ-બંધ અને બંને બાજુ નો પાર્કિંગ રહેશે. (2) ટ્રાફિક શાખાથી પોલીસ હેડ ક્વાર્ટર સુધી. (3) સી.આઈ.ડી ક્રાઈમથી રૂરલ એસ.પી.ના બંગલા સુધી. (4) સુરજ-1 એપાર્ટમેન્ટથી લોકમેળાના મુખ્ય ગેટ સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધી રહેશે. (5) ચાણક્ય બિલ્ડિંગ ચોકથી ફુલછાબ ચોક, જિલ્લા પંચાયત ચોક સુધી નો પાર્કિંગ રહેશે. (6) રેસકોર્સ રિંગરોડ ફરતે લારી-ગલ્લા, પાથરણા, રેકડી રાખવાની સખત મનાઈ છે. (7) વિશ્વા ચોકથી જુની એન.સી.સી. ચોક સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધી તથા બંને બાજુ નો પાર્કિંગ રહેશે. (8) મહિલા અંડરબ્રિજથી કિસાનપરા ચોક સુધી ખાનગી લકઝરી બસો માટે પ્રવેશબંધી રહેશે.

વધુ વાંચો: હાર્દિકસિંહનો 20 દિવસમાં જ વરઘોડો કાઢ્યો, અનિરુદ્ધ સિંહ 4 મહિનાથી પોલીસ પકડથી દૂર

વાહન ચાલકો માટે આટલા રસ્તા ખૂલ્લા રહેશે

(1) ચાણક્ય બિલ્ડિંગ ચોકથી શ્રોફ રોડ, ટ્રાફિક શાખા, રૂડા બિલ્ડિંગ જામનગર રોડથી ગાંધીગ્રામ તરફ જઈ શકાશે. શ્રોફ રોડ, ચાણક્ય બિલ્ડિંગ ચોકથી ફુલછાબ ચોકથી જિલ્લા પંચાયત ચોકથી કિસાનપરા ચોક આમ્રપાલી અંડરબ્રિજથી રૈયારોડ તરફ અવર-જવર કરી શકાશે. (2) મેળા દરમિયાન તમામ ભારે વાહનો માટે રેસકોર્સ રિંગરોડ પર પ્રવેશબંધી રહેશે. (3) ખાનગી લકઝરી બસો મહિલા અંડરબ્રિજથી ટાગોર રોડ થઈને જઈ શકશે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

management crowd Rajkot , LOK MELO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ