બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / હાર્દિકસિંહનો 20 દિવસમાં જ વરઘોડો કાઢ્યો, અનિરુદ્ધ સિંહ 4 મહિનાથી પોલીસ પકડથી દૂર
Last Updated: 05:28 PM, 14 August 2025
સુરતમાં રાજકોટના કુખ્યાત આરોપી હાર્દિકસિંહ જાડેજાનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો.. પોલીસે રાંદેર વિસ્તારમાં વરઘોડો કાઢીને આરોપી હાર્દિકસિંહ જાડેજાને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. હાર્દિકસિંહે કાપડના વેપારી પાસેથી 29 લાખની લૂંટ કરી હતી.. તેણે 29 લાખને USDTમાં કન્વર્ટ કરીને દુબઈના ધનરાજ ડોડિયાને ટ્રાન્સફર કર્યા હતા.
ADVERTISEMENT
રીબડામાં પેટ્રોલપંપ પર ફાયરિંગના કેસમાં પણ રાજકોટ પોલીસે આરોપીનો કબજો લીધો .24 જુલાઈએ હાર્દિકસિંહે અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કર્યું હતું . સુરત પોલીસે કેરળથી હાર્દિકસિંહ જાડેજાને 11 ઓગસ્ટે ઝડપી લીધો હતો. હાર્દિકસિંહ વિરૂદ્ધ 12 ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે.
સુરત: કાપડ વેપારી પાસેથી 29 લાખનો લૂંટ કેસ, આરોપી હાર્દિકસિંહનું રાંદેર પોલીસે રિકન્ટ્રક્શન કર્યું#surat #suratpolice #policereconstruction #Hardiksinh #randerpolice #live #viralvideo #VTVDigital pic.twitter.com/B36CTFkgQu
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 14, 2025
ADVERTISEMENT
પોલીસ હાર્દિકસિંહ સુધી તો 20 દિવસમાં પહોંચી ગઇ પરંતુ અમિત ખૂંટની આત્મહત્યા કેસમાં 4 મહિના થયા છતા પોલીસની પકડથી બાપ અને દિકરો દુર છે. મહત્વનું છે કે અમિત ખૂંટના આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ પર આક્ષેપ લાગ્યા છે, સ્યુસાઇડ નોટમાં અમિત ખૂંટે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના નામ લખ્યા હતા.
આ પણ વાંચોઃ ગુજરાતમાં લમ્પી વાયરસે ફરી ફુંફાડો માર્યો, પશુઓમાં લક્ષણો દેખાતા પશુપાલકોની ચિંતા વધી
ADVERTISEMENT
હનીટ્રેપના ફસાવ્યા પછી દુષ્કર્મની ફરિયાદ નોંધાવાતા અમિત ખૂંટે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ છે. હનીટ્રેપ અનિરુદ્ધસિંહે ગોઠવ્યું હોવાનો પણ આક્ષેપ છે..
આપઘાત પહેલા લખેલી સ્યૂસાઈડ નોટમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના નામ હતા. 4 મહિના થયા છતાં પોલીસ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહને કેમ નથી પકડી શકી તે એક મોટો સવાલ બન્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.