બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં લમ્પી વાયરસે ફરી ફુંફાડો માર્યો, પશુઓમાં લક્ષણો દેખાતા પશુપાલકોની ચિંતા વધી
Last Updated: 04:58 PM, 14 August 2025
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગામડાઓમાં ફરી એકવાર લમ્પી વાયરસે દેખા દીધી છે અને જેના કારણે પશુપાલકો ચિંતામાં મુકાયા છે.. બે વર્ષ પહેલા બનાસકાંઠામાં આવેલા લમ્પી વાયરસમાં હજારો પશુઓના મોત થયા હતા. અને પશુપાલકોને મોટું નુકસાન થયું હતું ત્યારે ફરી એકવાર પાલનપુર તાલુકાના ભુતેડી ચંડીસર સહિતના ગામડાઓમાં પશુઓમાં લમ્પી રોગના લક્ષણો દેખાતા પશુપાલકો ચિંતામાં મુકાયા છે..પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે કરી અને લમ્પી વાયરસ અટકાવવા માટે પગલા ભરવામાં આવે તેવી પશુપાલકો માંગ કરી રહ્યા છે
ADVERTISEMENT
લમ્પી વાયરસના કારણે પશુઓના શરીર ઉપર મોટી ગાંઠો ઉપડી જાય છે પશુઓ ખાવાનું છોડી દે છે અને શરીર ઉપર થયેલી ગાંઠો ફૂટે ત્યારે રક્તપિત જેવુ પશુનું શરીર થઈ જાય છે અને તેના કારણે તેઓ મોતને ભેટે છે ત્યારે આ રોગને લઈને ફરી પશુપાલકોમાં ભય ફેલાયો છે પશુપાલકોનું કહેવું છે કે પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરી અને આ રોગને અટકાવવા માટે પગલા ભરવામાં નહીં આવે તો આગામી સમયમાં રોગનો વધુ ફેલાવો થઈ શકે છે અને પશુપાલકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.
આ પણ વાંચોઃ Video: પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા નબીરાઓ, રસ્તા વચ્ચોવચ બર્થ-ડે સેલિબ્રેટ કરતા લોકોને હાલાકી
ADVERTISEMENT
લમ્પી વાયરસને લઈને જિલ્લા પશુપાલન અધિકારીઓનું કહેવું છે કે આ રોગને લઇ ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે. અત્યારે ચોમાસુ હોવાના લીધે જીવાણુઓનો ઉપદ્રવ વધારે હોય છે. જીવાત વધારે હોય છે એટલે અત્યારે રોગની સંભાવના વધારે હોય છે .અને આ વિષાણુજન્ય રોગ છે .જે એક પશુ માંથી અન્ય પશુઓને થવાની સંભાવના હોય છે..
અધિકારીઓએ કહ્યું અત્યારે બનાસકાંઠા સાડા દસ લાખ જેટલા પશુઓનો રસીકરણ થઈ ગયું છે અને વિભાગ સર્વે પણ કરી રહ્યો છે સાથે જ પશુપાલકોને પણ એવી વિનંતી કરીએ છીએ કે આપના ધ્યાનમાં કોઈપણ પ્રકારનો કે આ પ્રકારનો કેસ આવે તો સતર્કતા રાખી જીવાતના ઉપદ્રવનો કંટ્રોલ કરી અને નજીકના પશુ દવાખાનાને જાણ કરવાનું રાખશો જેથી કરીને જે તે કેસની વાસ્તવિકતા શું છે તે જાણી શકાય.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.