બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Video: પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા નબીરાઓ, રસ્તા વચ્ચોવચ બર્થ-ડે સેલિબ્રેટ કરતા લોકોને હાલાકી
Last Updated: 01:59 PM, 14 August 2025
Morbi Viral Video : મોરબીમાં પોલીસ સ્ટેશન નજીક જ કેટલાક ઇસમોએ રસ્તાને બાનમાં લીધો હતો. વાસ્તવમાં મોરબી શહેરમાં કેટલાક શખ્સોએ પોલીસ સ્ટેશનના બિલકુલ નજીક જાહેર રસ્તાને જ પોતાના જન્મદિવસની ઉજવણી માટે 'બુક' કરી નાખ્યો હતો. મળતી માહિતી મુજબ આ શખ્સોએ રસ્તા વચ્ચે સ્કૂટર ઊભું રાખીને કેક કાપી, ઉજવણી કરી અને મજા માણી એ પણ કોઈ પરવાનગી વિના.
ADVERTISEMENT
જોકે આ કાર્યક્રમ દરમિયાન રસ્તે પસાર થનારા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બર્થડે પાર્ટી કરતા શખ્સો પોતાની મસ્તીમાં એટલા લીન હતા કે, તેમને ટ્રાફિકજમ કે અડચણ થતાં વાહનો વિશે કોઈ પરવા નહોતી.
મોરબીમાં પોલીસ સ્ટેશન નજીક જ રસ્તા વચ્ચે સ્કૂટર ઉભું કરીને જન્મદિવસની ઉજવણી, વાહનચાલકોને હાલાકી#morbi #policestation #birthdaycake #celebration #gujaratinews #vtvdigital pic.twitter.com/rcxmtCH7X1
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 14, 2025
ADVERTISEMENT
મોરબી પોલીસ સ્ટેશન પાસે જાહેરમાં કેક કાપવાની ઘટના મોબાઈલ ફોનમાં કેદ થઈ ગઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો જોતા એવું પણ જાણવા મળ્યું છે કે, જે જગ્યા પર આ હંગામો થયો તે પોલીસ સ્ટેશનથી બહુ દૂર નથી. આ તરફ વિડિયો વાયરલ થતા હવે મોરબી પોલીસની કામગીરી પર પણ સવાલ ઊઠી રહ્યા છે. લોકો એવી ચર્ચા છે કે, જો પોલીસ સ્ટેશન નજીક આટલો ખુલ્લો કાયદાભંગ થાય તો શહેરના અન્ય વિસ્તારોમાં શિસ્ત કેવી રીતે જળવાશે?

ADVERTISEMENT
આ પણ વાંચો : 48 કલાક થઇ ગયા, છતાંય દેવાયત ખવડ હજુ પોલીસ પક્કડથી છે દૂર, નિષ્ફળતા પર સવાલ
નોંધનીય છે કે, હજી સુધી પોલીસ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જોકે લોકોની માંગ છે કે, આ પ્રકારના લોકો સામે કડક પગલાં લેવામાં આવે અને જાહેર સ્થળે આવા અનધિકૃત કાર્યક્રમોને રોકવામાં આવે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.