બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 48 કલાક થઇ ગયા, છતાંય દેવાયત ખવડ હજુ પોલીસ પક્કડથી છે દૂર, નિષ્ફળતા પર સવાલ
Last Updated: 12:19 PM, 14 August 2025
Devayat Khavad Controversy : લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદોમાં વમળમાં ફસાયા છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામમાં 12 ઓગસ્ટના રોજ થયેલા જીવલેણ હુમલા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. વાસ્તવમાં લોકપ્રિય કલાકાર દેવાયત ખવડ પર હુમલાનું મુખ્ય આયોજન કરવાનો આરોપ મૂકાયો છે. જોકે હવે અહીં એક મોટી વાત એ પણ છે કે, ઘટનાને 48 કલાકથી વધુ સમય વિત્યાં છતાં દેવાયત ખવડ અને તેના સાથીઓ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. આ તરફ મેઘરાજસિંહ ગોહિલે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી અને આ ઘટનાને વખોડી દેવાયત ખવડને ખુલ્લો પડકાર ફેંક્યો છે. આ વીડિયોમાં મેઘરાજ ગોહિલે દેવાયત ખવડને મારી નાખવા સુધીની વાત કરી દીધી છે.
ADVERTISEMENT
જાણો શું છે સમગ્ર મામલો ?
અમદાવાદના યુવક ધ્રુવરાજસિંહ પર કલાકાર દેવાયત ખવડ અને તેના સાથીઓએ કથિત રીતે ફોર્ચ્યુનર કાર અથડાવી ઘાતકી હુમલો કર્યો હતો. આરોપીઓએ તેમની કારને ધ્રુવરાજસિંહની કાર સાથે ટકરાવી દીધી હતી અને બાદમાં તેને બેહોશ અવસ્થામાં છોડી જતાં ઘાયલ સ્થિતિમાં હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. જોકે હાલ મળતી વિગતો મુજબ ઇજાગ્રસ્ત ધ્રુવરાજસિંહને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. જોકે આ ઘટના બન્યા અને ફરિયાદ નોંધાયા હજી સુધી દેવાયત ખવડ અને તેના સાથીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT

સનાથલનો બદલો ગીરમાં ?
ADVERTISEMENT
નોંધનીય છે જે, લગભગ છ મહિના પહેલા ધ્રુવરાજસિંહ અને દેવાયત ખવડ વચ્ચે વિવાદ થયો હતો. ધ્રુવરાજસિંહે સનાથલમાં એક ડાયરા કાર્યક્રમ માટે દેવાયત ખવડને બોલાવ્યો હતો અને અગાઉથી પેમેન્ટ પણ કર્યું હતું. પરંતુ ખવડ કાર્યક્રમમાં હાજર રહ્યો નહોતો જેના પગલે ધ્રુવરાજસિંહે પૈસા પરત માંગ્યાં હતા. એજ મુદ્દો બંને વચ્ચે વધેલી દુશ્મનીનું કારણ બન્યો હતો. મીડિયા અહેવાલો પ્રમાણે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, હુમલાથી પહેલા કથિત રીતે દેવાયત ખવડ દ્વારા રેકી પણ કરવામાં આવી હતી.
આ તરફ હવે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ખાસ કરીને દેવાયત ખવડની ફોર્ચ્યુનર કારનું લોકેશન શોધવા માટે આસપાસના વિસ્તારોની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. ઘટનાના સંબંધમાં દેવાયત ખવડ સહિત કુલ 15 લોકો સામે હત્યાનો પ્રયાસ, લૂંટ અને અન્ય ગંભીર કલમોની હેઠળ ગુનો નોંધાયો છે.
ADVERTISEMENT
મેઘરાજસિંહ ગોહિલનો દેવાયત ખવડને ખુલ્લો પડકાર, જુઓ વીડિયો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 14, 2025
(બે દિવસ પહેલા જ ગીરના તાલાલામાં દેવાયત ખવડે ધ્રુવરાજસિંહ પર હુમલો કર્યો હતો, ત્યારે હવે આ હુમલા પર મેઘરાજસિંહે વધુ એક વીડિયો શેર કરીને દેવાયત ખવડને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.)#meghrajsinhgohil #devayatkhavad… pic.twitter.com/SQAtXWFCRz
...અને પછી વિવાદમાં થઈ મેઘરાજસિંહ ગોહિલની એન્ટ્રી
ADVERTISEMENT
આ કેસમાં હવે મેઘરાજસિંહ ગોહિલની એન્ટ્રી થઈ છે અને તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયોમાં કહ્યું કે, મારુ નામ છે મેઘરાજસિંહ ગોહિલ. આજે જુનાગઢમાં દેવાયત ખવડે છોકરાઓ જોડે બાજયો છે એના વિશે હું તમને કહેવા માંગુ, જે દેવાયતની સનાથલમાં પત્તર ઠોકી હતી એ હું પોતે... બીજી વાત અત્યારે એને ઓલા છોકરાને ધ્રુવને, 20 વર્ષનો છોકરો એને કઈ ખબર પડે નહિ એની ઉપર હાથ ચાલાકી કરીને દેવાયત એમ કે, હું મરદ છું. અલ્યા ફા.... તારા જેવો કોઈ ફા....તે છોકરા ઉપર હાથ ઉપાડ્યો ? મરદ માણસ હોય તો રામભાઈ પાસે આય. મારી સામે આય.
મેઘરાજસિંહ ગોહિલનો દેવાયત ખવડને ખુલ્લો પડકાર, જુઓ વીડિયો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 14, 2025
(બે દિવસ પહેલા જ ગીરના તાલાલામાં દેવાયત ખવડે ધ્રુવરાજસિંહ પર હુમલો કર્યો હતો, ત્યારે હવે આ હુમલા પર મેઘરાજસિંહે વધુ એક વીડિયો શેર કરીને દેવાયત ખવડને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.)#meghrajsinhgohil #devayatkhavad… pic.twitter.com/2bkPkxjSyE
ADVERTISEMENT
આ પણ વાંચો : દેવાયત ખવડ સહિત 15 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ, હવે શું થશે?
આ સાથે અન્ય એક વીડિયોમાં મેઘરાજસિંહે કહ્યું કે, હમણાં વીડિયો મૂક્યો અને આ બીજો વીડિયો જોઈ લેજો. એમ કઇં ફાંકા ફોજદારી નહીં.12-15 લોકોને લઈ છોકરાને મારવા નીકળ્યા છો. સમજો છો શું તમારા મનમાં ? સામી છાતીએ આવી જાવ, લોકેશન આપું, ફોન કરી બોલાવો. ખબર પડે કે કોણ કોને મારે છે ? 20-20 વર્ષના છોકરા ઉપર ઘા કરે દેવાયત ખવડ ફા... સમજે છે શું તું તારા મનમાં ? 15-15 લોકો 3-3 ગાડીઓ લઈ છોકરાને મારો છો. હું એકલો જ ફરું છું બાજી લેજો.. જ્યાં આવવાનું હોય ત્યાં.. હા, એકવાર ઘા કરી બતાય દેવાયત ખવડ, જો તારા ઘરે આવી ને તને ના મારી નાખું તો કેજે.
દેવાયત ખવડે સનાથલના ધ્રુવરાજસિંહને ધોકાથી માર માર્યો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 12, 2025
(ડાયરાના જાણીતા કલાકાર દેવાયત ખવડ ફરી મોટા વિવાદમાં આવ્યાં છે. જુનાગઢ જિલ્લાના તાલાલાના ચિત્રાવડ ગામમાં દેવાયત ખવડની ફોર્ચ્યુનર અને કિયા કાર સામસામે અથડાઈ હતી. કાર ટક્કરમાં કિયા કારને નુકસાન થયું હતું જેમાં એક વ્યક્તિને ઈજા થઈ… pic.twitter.com/pDWVCAK3cZ
દેવાયત ખવડે સનાથલના ધ્રુવરાજસિંહને ધોકાથી માર માર્યો ?
ડાયરાના જાણીતા કલાકાર દેવાયત ખવડ ફરી મોટા વિવાદમાં આવ્યાં છે. જુનાગઢ જિલ્લાના તાલાલાના ચિત્રાવડ ગામમાં કથિત રીતે દેવાયત ખવડની ફોર્ચ્યુનર અને કિયા કાર સામસામે અથડાઈ હતી. કાર ટક્કરમાં કિયા કારને નુકસાન થયું હતું જેમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. ઘાયલ થયેલી વ્યક્તિનું નામ અમદાવાદના સથાનલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ રામચંદ્ર ચૌહાણ છે. દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં ફોર્ચ્યુનર કારે કિયાને ટક્કર મારતા રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. ત્યારબાદ કથિત રીતે દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણન માર માર્યો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.